ETV Bharat / state

Ram Mandir : 300 વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે આ પ્રતિમા, અયોધ્યા રામ મંદિરની મૂર્તિ સાથે અનેરી સામ્યતા - Ram

ધરમપુરમાં કાળારામજી મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રતિમા કાળા પથ્થરમાંથી નિર્મિત હોય તેને કાળા રામજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આજે અયોધ્યા ખાતે સ્થાપિત કરવામાં આવેલી ભગવાન શ્રી રામની પ્રતિમા પણ કાળા પથ્થરમાંથી નિર્મિત છે. ત્યારે બન્ને પ્રતિમા વચ્ચે સામ્યતા જોવા મળી રહી છે.

Ram Mandir : 300 વર્ષ જૂના મંદિરમાં બિરાજે છે આ પ્રતિમા, અયોધ્યા રામ મંદિરની મૂર્તિ સાથે અનેરી સામ્યતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 22, 2024, 9:41 PM IST

બન્ને પ્રતિમા વચ્ચે સામ્યતા

વલસાડ : વલસાડ જિલ્લામાં આવેલ ધરમપુર રજવાડાઓની નગરી કહેવાતી હતી. અહીં રાજા મોહનદેવજી અને વિજયદેવજીના શાસન પૂર્વે બનેલ કાળારામજી મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રતિમા કાળા પથ્થરમાંથી નિર્મિત હોય તેને કાળા રામજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આજે અયોધ્યા ખાતે સ્થાપિત કરવામાં આવેલી ભગવાન શ્રીરામની પ્રતિમા પણ કાળા પથ્થરમાંથી નિર્મિત હોય બન્ને પ્રતિમા વચ્ચે સામ્યતા જોવા મળતા લોકોમાં ધરમપુરના કાળા રામજી મંદિરમાં અયોધ્યામાં બિરાજમાન રામજીમાં દર્શન કરી રહ્યા છે.

ધરમપુર આજે રામમય : આજે અયોધ્યામાં જ્યાં ભગવાન રામજીની પ્રતિમા સ્થાપિત કરવમાં આવી છે ત્યારે ઠેર ઠેર ઉજવણીના ભાગ રૂપે ધરમપુર પણ રામમય બન્યું છે. અહીં બિરાજમાન શ્રી કાળા રામજી મંદિરને પણ ખૂબ ઉમદા રીતે શાજ શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી મંદિરે આરતી પૂજા ભજન ધૂન વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ મંદિરે ગુજરાતના રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઇએ દર્શન કર્યા હતાં.

શ્યામ વર્ણની પ્રતિમા રાજવી સમયથી બિરાજમાન : ભગવાન શ્રી રામજીની પ્રતિમા રાજવી સમયથી અહીં બિરાજમાન છે જોકે હજુ સુધી જુના ગ્રંથોમાં કે અન્ય કોઈ સ્થળે આ મંદિર ક્યારે બન્યું તેના કોઈ પુરાવા કે વિગતો મળી શકે નથી પરંતુ કહેવાય રહ્યું છે કે રાજવી સમય કરતા પણ આ મંદિર ખૂબ પુરાણું છે અને ઐતિહાસિક મંદિર માનવામાં આવે છે અહીંયા આગળ અનેક સંતો મહંતોએ પણ પૂજા કરી હોવાનું કહેવાય રહ્યું છે. એ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હોય કે શ્રીમદ રાજચંદ્રજી દ્વારા પણ અહીં પૂજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજે જ્યારે આયોધ્યાની પ્રતિમાના દર્શન જીવંત પ્રસારણ દરમ્યાન કર્યા ત્યારે પ્રતિમાને જોઈને આનંદ થયો કે અમારા ધરમપુરમાં જેવી પ્રતિમા છે એવી જ પ્રતિમા અયોધ્યમાં સ્થાપિત કરવામાં આવી છે. એટલે કે બન્નેની સામ્યતા જોઈને એવું લાગે છે ભગવાન જાણે ધરમપુર જ આવ્યા છે...સંજય શશીકાંત સરદેસાઈ ( સ્થાનિક ધરમપુર)

ભગવાન શ્રીરામની પ્રતિમા બાળ સ્વરૂપે બિરાજમાન : ધરમપુરના ઐતિહાસિક અને આસ્થાનું પ્રતિક ગણવામાં આવતા ભગવાન કાળા રામજીના મંદિરમાં કાળા પથ્થરમાંથી તૈયાર કરેલી પ્રતિમા અહીં બિરાજમાન છે. જ્યાં અનેક લોકો માટે તે આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે ભગવાનની આ પ્રતિમા બાળ સ્વરૂપે અહીં બિરાજમાન છે. તેની વર્ષોથી લોકો અહીં પૂજા કરતા આવ્યા છે. હિન્દુ ધર્મના તમામ તહેવારો અહીં ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

પ્રતિમા કૃષ્ણ શિલામાંથી નિર્મિત : અયોધ્યામાં ભગવાન રામજીની બાળ સ્વરૂપને સ્થપના કરવામાં આવી છે. જેને કર્ણાટકના એક કારીગરે તૈયાર કરી છે અને 51 ઇંચની આ પ્રતિમાની અનેક ખાસિયત છે. જોકે ધરમપુરમાં પણ કાળા રંગના પથ્થરોમાંથી જ બનેલી ભગવાન રામની પ્રતિમા સ્થપિત છે એટલે કે બન્ને પ્રતિમાઓ વચ્ચે સામ્યતા રંગ અને પથ્થરને લઈને જોવા મળી રહી છે. એટલું જ નહીં, અયોધ્યામાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજે છે તો ધરમપુરમાં પણ કાલરામજી મંદિરમાં ભગવાન બાળ સ્વરૂપે બિરાજમાન છે.

  1. Ram Mandir Ayodhya: સુરતમાં તૈયાર ચાંદીનું રામ મંદિર CM યોગીએ પીએમ નરેન્દ્ર મોદી-RSS સુપ્રીમો મોહન ભાગવતને ભેટ સ્વરૂપ આપ્યું
  2. Shri Ram Bridge: રાજકોટમાં નવનિર્મિત મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજને 'શ્રી રામ બ્રિજ' નામ અપાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.