વલસાડ: વૈભવી લાઈફ સ્ટાઇલ નો શોખીન અને માત્ર ફલાઇટ ટુ ફલાઇટ પકડી વિવિધ શહેરમાં ચોરી કરવા જતો ચોર ને પકડવા વલસાડ પોલીસે મુંબઇના મુબ્રામાં સતત 5 દિવસ સુધી ડેરો નાખી ક્યારેક મજૂર તો ક્યારેક રીક્ષા ચાલક બની ઓપરેશન પાર પાડ્યું. આખરે વૈભવી લાઈફ સટાઇલના ચોરને દબોચી લીધો હતો, જેની પાસેથી એક ઓડી કાર સોના ચાંદીના દાગીના સહિત 12,37829 નો મુદ્દમાલ કબજે લીધો છે, અને સેલવાસ ના 19 ચોરી તેમજ વલસાડ જિલ્લામાં 3 ચોરીના ગુન્હા ઉકેલી કાઢ્યા છે.
પોલીસે વેશ બદલી 5 દિવસ સુધી ધામાં નાખ્યા: વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણ રાજ વાઘેલાની સૂચના અનુસાર વાપીમાં થયેલ ચોરીના અન ડિટેકટ ગુન્હામાં તપાસ કરતા તપાસનો રેલો મુંબઈ મુબ્રા ખાતે પહોંચ્યો હતો જ્યાં સતત 5 દિવસ સુધી વલસાડ પોલીસના આલા આધિકારી ક્યાંક રીક્ષા ચાલક તો ક્યાંક મજૂર બનીને આખરે ચોરને દબોચી લીધો હતો જેને વાપી લાવી પૂછપરછ કરતા પકડાયેલ રોહિત કનું સોલંકી એ ગુજરાત મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ,આંધ્ર પ્રદેશ, તેલંગણા, તેમજ સેલવાસ સહિત અનેક સ્થળે ચોરી ને અંજામ આપ્યો હતો.
વૈભવી ઠાઠ ધરાવતો ચોર: રોહિત સોલંકી એક એવો વૈભવી ઠાઠ સાથે રહીને ચોરી ને અંજામ આપતો હતી મુંબઈ થી અનેક શહેરોમાં ચોરી કરવા માટે તે ફલાઇટ માં જતો અને વૈભવી હોટલોમાં રહેતો હતો અને બંધ ઘરો ને ચોરી નું નિશાન બનાવી ચોરી ને અંજામ આપી ફલાઇટ પકડી ફરી રવાના થઈ જતો હતો
મજૂર અને રીક્ષા ચાલક બની મિશન પાર પાડયું: આ ચોર ને પકડવા માટે વલસાડ પોલીસના LCB,વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ તથા PSI જે.એન.સોલંકી તથા એલ.સી.બી. સ્ટાફના ASI રાકેશભાઇ રમણભાઇ તળપદા,મહેન્દ્રભાઇ ગુરજીભાઇ ગામીત, આ.પો.કો. સંજયભાઇ ઓધવજીભાઇ ચૌહાણ, અ.પો.કો. રાજુભાઇ જીણાભાઇ સોલંકી, ઉર્વીશ ચંદ્રજીત ગોહિલ, અ.પો.કો ભાવિક પ્રભુભાઇ પટેલ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. અલ્લારખુ અમીરભાઇ વાની તથા આ.પો.કો પંકજ રૂપાભાઇ દેગામા નાઓએ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું
12 લાખ નો મુદ્દામાલ કબજે લેવાયો: પકડાયેલ રોહિત કનું સોલંકી પાસે થી સોના દાગીના 27.260 કિલોગ્રામ જેની કિંમત 1,98997 રૂપિયા,ચાંદીના દાગીના 37.120 કિલોગ્રામ જેની કિંમત 3,310 રૂપિયા એમ જ અંગ ઝડપી માટે રોકડ રૂપિયા 15,0 40, એક મોબાઇલ ફોન ₹20,000, એક ઘડિયાળ જેની કિંમત 500 રૂપિયા તેમજ એક ઓડી કાર, 8783 જેની કિંમત રૂપિયા 12,37,829 નો મુદ્દામાલ પોલીસે કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
1 કરોડ ના વૈભવી ફ્લેટ માં ભાડે રહેતો: પકડાયેલો ઈસમ મુંબઈના પોષ વિસ્તાર ગણવામાં આવતા મુબ્રામાં રૂપિયા 1 કરોડના ફ્લેટને ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો અને વૈભવી ઠાઠ સાથે જીવન વ્યતીત કરતો હતો. મોંઘી ગાડીઓ જેવી કે ઓડીમાં ફરતો અને નાઈટ કલબોમાં રાત્રિ દરમ્યાન જતો હતો ફાઈવ સ્ટાર હોટલો માં રોકાતો હતો, આમ વલસાડ પોલીસ ને મહત્વની સફળતા મેળવી વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતા ચોર ને દબોચી વાપી ખાતે લઇ આવી વધુ તપાસ હાથ ધરી છે.