ETV Bharat / state

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર, જાણો ક્યાં બન્યો પુુલ અને શું છે ખાસિયત - BRIDGE WAS BUILT IN NAVSARI

નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની ખરેરા નદી ઉપર પુલ બનીને તૈયાર થયો છે. ખરેરા નદી ઉપર 12 મો પુલ બનીને તૈયાર કરાયો છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 3, 2024, 5:36 PM IST

નવસારી: જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની ખરેરા નદી ઉપર પુલ બનીને તૈયાર થયો છે. ગુજરાતની 20 નદીઓ ઉપરના પુલમાં ખરેરા નદી ઉપર 12 મો પુલ બનીને તૈયાર કરાયો છે. 120 મીટર લંબાઇ ધરાવતા પુલમાં 4 થાંભલા ઉપર 40 મીટર લંબાઇના કુલ 3 ફૂલ સ્પાન ગર્ડર ગોઠવાયા છે.

બુલેટ ટ્રેન વધુ એક પુલ બનીને તૈયાર: NHSRCL દ્વારા મળતી માહિતી મુજબ બીલીમોરાથી વાપી વચ્ચે ખરેરા નદી પર પુલ બાંધવામાં આવ્યો છે. નવસારી જિલ્લાની ખરેરા નદી સાથે બીજી 5 નદીઓ પૂર્ણા, મીંઢોળા, અંબિકા, કાવેરી, વેંગણીયા નદી ઉપર પુલ બનશે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે 9 નદી પરનું પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર (Etv Bharat gujarat)

જે સમગ્ર ગુજરાત રાજ્યમાં 20 નદી પુલોમાંથી 12 નદી પુલનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નવસારી જિલ્લામાં ખરેરા નદી પરના પુલનું નિર્માણ કાર્ય 29 ઓક્ટોબર 2024 ના રોજ પૂર્ણ થયું છે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર
અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટે વધુ એક પુલ બનીને તૈયાર (Etv Bharat gujarat)

પુલની મુખ્ય વિશેષતા આ મુજબ છે: પુલની લંબાઇ 120 મીટર, 3 ફુલ સ્પાન ગર્ડર (પ્રત્યેક 40 મીટર), થાંભલાની ઉંચાઇ 14.5 મીટરથી 19 મીટર, એક 4 મીટરનો ગોળાકાર થાંભલો અને 5 મીટર વ્યાસના 3 વર્તુળાકાર થાંભલા પર પુલ ટકેલો છે. આ પુલ વાપી અને બીલીમોરા બુલેટ સ્ટેશનની વચ્ચે આવેલો છે. બંને સ્ટેશનો વચ્ચેના અન્ય પૂર્ણ થયેલા નદી પુલ કોલાક, પાર, ઔરંગા અને કાવેરી ઉપરાંત અંબિકા પર પૂર્ણ થયા છે. ખરેરા નદી ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા વાસંદા તાલુકાની ટેકરીઓમાંથી નીકળે છે. આ ખરેરા નદી વાપી બુલેટ સ્ટેશનથી આશરે 45 કિમી અને બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનથી આશરે 6 કિમી દૂર છે.

ગુજરાતમાં 12 નદી પુલ પૂર્ણ થવાની આરે: ગુજરાતમાં 12 નદી પુલો પૂર્ણ થવાની આરે છે. વાપી અને સુરત બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે ખરેરા (નવસારી જિલ્લો), પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), કોલક નદી (વલસાડ જિલ્લો), કાવેરી નદી (નવસારી જિલ્લો), વેંગણીયા (નવસારી જિલ્લો) 9 પુલ છે અને અન્ય પૂર્ણ થઇ ગયેલા પુલોમાં ધાદર (વડોદરા જિલ્લો) મોહર (ખેડા જિલ્લો) વાત્રક (ખેડા જિલ્લો) આ અન્ય 3 નદી પુલો પૂર્ણ થયા છે.

આ પણ વાંચો:

  1. રાજકોટ રેલવે ડિવિઝનનાં આ દિવ્યાંગ કર્મચારીએ એશિયન પેરા આર્મ રેસલિંગ કપમાં અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી…
  2. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે વહેલી પરોઢે, 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.