ETV Bharat / state

બાબાના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યું: રાજકોટના વહીવટી તંત્રની એક્શન, મળ્યા ગાંજાના છોડ - A BULLDOZER ON THE ASHRAM

રાજકોટ વડ વાજડી ગામ ખાતે મહંત યોગી ધર્મનાથ ઉર્ફેદ જીગ્નેશ ધામેલીયા દ્વારા ગેરકાયદેસર આશ્રમ ઊભું કર્યું હોવાથી આજરોજ આ આશ્રમ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું.

વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર
વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 17, 2024, 3:59 PM IST

રાજકોટ: જિલ્લાના વડ વાજડી ગામ ખાતે મહંત યોગી ધર્મનાથ ઉર્ફેદ જીગ્નેશ ધામેલીયા દ્વારા છેલ્લા અઢી વર્ષથી બે એકર સરકારી ખરાબાની જમીનમાં પોતાનો આશ્રમ ઉભો કરી લેવામાં આવ્યો હતો. આ મુદ્દે આજરોજ રાજકોટ જિલ્લા કલેકટરના આદેશ બાદ મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

મહંત સહિતના વ્યક્તિઓની ધરપકડ: તમને જણાવી દઈએ કે, ગત શ્રાવણ મહિનામાં મહંત યોગી ધર્મનાથ ઉર્ફે જીગ્નેશ ધામેલીયા સહિત ત્રણ વ્યક્તિઓ દ્વારા જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. કાર પાછળ લેવા બાબતે મહંત અને તેના સાગરીતોએ જીએસટી કમિશનરના ડ્રાઇવરને બાનમાં લીધો હતો. આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ મહંત સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

આજરોજ આ આશ્રમ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું (Etv Bharat Gujarat)

આશ્રમમાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા: અહીં ચોંકાવનારી બાબત એ છે કે, આ સમગ્ર ધરપકડ દરમિયાન મહંતના આશ્રમમાંથી ગાંજાના બે છોડ મળી આવ્યા હતા. જેમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજાના છોડ કબજે કરી પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

બાબાના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યું
બાબાના આશ્રમ પર બુલડોઝર ફરી વળ્યું (Etv Bharat Gujarat)

આશ્રમ ગેરકાયદેસર જમીન ઉપર છે: મહંત અને તેના સાગરિતો દ્વારા જીએસટી કમિશનરની કારમાં તોડફોડ કર્યા બાદ મહંત દ્વારા ઊભો કરવામાં આવેલો આશ્રમ ગેરકાયદેસર જમીન ઉપર છે તેવી જાણકારી સામે આવી હતી. ત્યારે સમગ્ર મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવા બાબતે નોટિસ પાઠવવામાં આવી હતી. ઉપરાંત નોટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ આજરોજ બુલડોઝર ફેરવવામાં આવી હોવાની વિગતો મળી છે.

આ પણ વાંચો:

  1. GST ફ્રોડ કેસમાં ગુજરાતનાં 6 શહેરોમાં EDના દરોડા, જાણો શું છે સમગ્ર મામલો
  2. મુન્દ્રા પોર્ટ પર DRI હરકતમાં: લાકડાના ભુંસાની આડમાં 8 કરોડનો કાજુનો જથ્થો ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.