ETV Bharat / state

રાજકોટનો સંઘ વિશેષ વેશભૂષા સાથે અંબાજી પહોંચ્યો, 23 વર્ષથી પગપાળા આવે છે માતાના દર્શને - The group reached Ambaji on foot

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 8:14 PM IST

આજે ચૌદશના દિવસે છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ પોતાના વિશેષ પોશાકમાં આવી પહોચ્યો હતો. જે બાદ મહિલા અને પુરુષોએ તલવાર સાથે માનાં ચોકમાં ગરબા ખેલ્યા હતા. The group reached Ambaji on foot

રાજકોટનો સંઘ વિશેષ વેશભૂષામાં અંબાજી પહોંચ્યો
રાજકોટનો સંઘ વિશેષ વેશભૂષામાં અંબાજી પહોંચ્યો (Etv Bharat Gujarat)

બનાસકાંઠા: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુમાં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના દર્શનનો લ્હાવો મેળવતા હોય છે. ચૌદશના દિવસે દૂરથી દૂરથી આવેલા સંઘો માતાજીના નિજધામમાં પહોંચ્યા છે. ત્યારે આઈ શ્રી અંબા ખોડીયાર મંદિર, ધારેશ્વર સોસાયટી, રાજકોટથી નીકળેલો સંઘ આજે ચૌદશના દિવસે માં અંબાના ધામમાં પહોંચ્યો છે.

23 વર્ષથી રાજકોટથી પગપાળા સંઘ જાય છે: આ સંઘના આયોજક હરેશ પરમારે કહ્યું કે, અમે છેલ્લા 23 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં પગપાળા સંઘ લઈને આવીએ છીએ. અમને રાજકોટથી અહીં પહોંચતા આજે 13 દિવસ થયા છે. અમારા સંઘમાં 125 થી વધુ યાત્રાળુઓ છે. સંઘમાં તમામ પ્રકારની વ્યવસ્થા સાથે લઈને આવીએ છીએ. અમે દરેક યાત્રાળુઓ અલગ અલગ દિવસે અલગ અલગ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીએ છીએ. આ પહેરવેશ પહેરીને માંના દરબારમાં આવીએ છીએ. જેથી માતાજીના ધામમાં પહોંચતા અમને અલૌકિક અનુભૂતિ થાય છે.

સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવે છે: વધુમાં સાંસ્કૃતિક પહેરવેશના મહત્વ વિશે વાત કરતા હરેશભાઈ જણાવે છે કે, આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે, અમે માતાજીને બને તેટલું રિઝવવાનો પ્રયાસ કરીએ છીએ. જેથી કરીને માં અંબા નવરાત્રીના 9 દિવસ અમારા મંદિરે પધારે અને અમને આશીર્વાદ આપે. વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક લોકોને સાંસ્કૃતિક પહેરવેશ પહેરી માં અંબેના દરબારમાં જવું જોઈએ. જેથી આ માતાજીના અનેરા પ્રસંગને આપણે દીપાવી શકીએ.આપણી સંસ્કૃતિનો માન મોભો જળવાઈ રહે તે માટે અમારો સંઘ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને અંબાજી આવતો હોય છે.

અંબાજી ધામ પહોંચ્યા પછી અલૌકિક અનુભૂતિ: આ સંઘના દીનાબેન રાઠોડ જણાવે છે કે, અમે 23 વર્ષથી રાજકોટથી સંઘ લઈને નીકળીએ છીએ. અમારા સંઘમાં દરેક પુરુષ અને સ્ત્રી સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માતાજીની રિઝવવા માટે આવે છે. ભારતીય સંસ્કૃતિને જાળવવા અને સ્ત્રીનો માન, મોભો, મર્યાદા જળવાઈ રહે તે માટે આ સાંસ્કૃતિક પહેરવેશ પહેરીને માંની ભક્તિ કરીએ છીએ. વધુમાં તેઓ જણાવે છે કે, અમે અમારા સંઘમાં ખુશખુશાલ રમતા, ગરબા ગાતા માં અંબાના ચરણોમાં આજે પહોંચ્યા છે. ત્યારે અમને જરા થાકનો અહેસાસ થતો નથી અને હજુ ગઈકાલે જ નીકળ્યા હોયને પહોંચ્યા હોય તેવી અનુભૂતિ થાય છે અને માં ના ખોળામાં રમતા હોઈએ તેવો અલૌકિક આનંદ થાય છે.

આ પણ વાંચો:

  1. 'ગણપતિ બાપ્પા... મોરિયા', અમદાવાદમાં વાજતે-ગાજતે વિઘ્નહર્તાનું વિસર્જન... - GANESH VISARJAN AHMEDABAD 2024
  2. ભાવનગરનું ગૌરવ: રેસલીંગ જુડો ગોલ્ડ મેડલિસ્ટને ભાવનગર સ્ટેટના યુવરાજે આપી અનોખી ભેટ - Wrestling and Judo Gold Medalist

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.