રાજકોટ: ગેમઝોન અગ્નિકાંડ મામલમાં નવો ખુલાસો સામે આવ્યો છે. આ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો. તેના પિતાએ વકીલ ગજેન્દ્ર જાની મારફત રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો છે. આ મુદ્દે કલેક્ટર, પોલીસ કમિશ્નર અને મ્યુ.કમિશ્નરને પક્ષકાર બનાવાયા છે. રેસ-વે એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી સામે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ પણ ફટકારાઈ ગઈ છે. વકીલ ગજેન્દ્ર જાનીએ આ મુદ્દે જણાવતા કહ્યું કે "માત્ર નીરવ વેકરિયાનો" પરિવારનો જ નહિ પરંતુ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓના પરિવારનો ફ્રી માં કેસ લડીશું". ગજેન્દ્ર જાનીએ તમામ પીડીત પરિવારોને તેમનો સંપર્ક કરવયનું કહ્યું છે, અને આ કોર્ટમાં 20 લાખનો દાવો દાખલ કર્યો છે.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મૃતકનો પરિવાર કન્ઝ્યુમર કોર્ટમાં પોહચ્યો.. - Rajkot Gamezone fire incident - RAJKOT GAMEZONE FIRE INCIDENT
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે આખરે કોઈ તો કોર્ટમાં જવા માટે તૈયાર થયું છે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા નીરવ વેકરિયાના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં દાવો દાખલ કર્યો છે. અને આ મામલે વકીલ જાનીએ સૌ પીડિતો માટે હાથ લંબાવ્યો છે. જાણો વધુ વિગતો...
Published : Jul 8, 2024, 4:52 PM IST