સુરેન્દ્રનગર: જિલ્લાના ધાંગધ્રા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ ગ્રુપ દ્વારા પક્ષી બચાવો અભિયાન કાર્ય હાથ ધરવામાં આવ્યો છે. મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે આકાશમાં ઉડતી પતંગના દોરાને કારણે ધાયલ પક્ષીઓ મોતને ભેટે છે, ત્યારે ધાંગધ્રામાં અરાઈસ ગ્રુપ દ્વારા ધાયલ થયેલા અલગ અલગ વિસ્તારોમાંથી પક્ષીઓનું રેસ્કયુ કરી સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યું હતું.
ધાંગધ્રા શહેરમાં મકરસંક્રાંતિના છેલ્લા બે દિવસમાં 11 પક્ષીઓ મૃત્યું પામ્યા હતા, ત્યારે એની સ્મશાન યાત્રા 15 જાન્યુઆરીના દિવસે સાંજે 4 વાગે અરાઈસ ગ્રુપ દ્વારા ધ્રાંગધ્રા શહેરના કંસારા બજારમાંથી નીકળીને ધ્રાંગધ્રાના મુખ્ય રાજમાર્ગો ગ્રીન ચોક, શક્તિ ચોક, ઝાલા રોડ પર ફરીને ત્યારબાદ તળાવ કિનારે વિધી મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ગ્રુપના લોકો દ્વારા આહાન કરવામાં આવ્યું હતું કે, મકરસંક્રાંતિમાં ચાઈનીઝ દોરીથી અબોલા જીવો મોતને ઘાટ ઉતરે છે, ત્યારે ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખીને પતન ચગાવવામાં આવે.
આ પણ વાંચો: