ETV Bharat / state

ગીરની વનરાજી અને કોતરોમાં બિરાજમાન "ટપકેશ્વર મહાદેવ", પાંડવો સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ - Tapkeshwar Mahadev

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2024, 7:58 AM IST

ગીરના મધ્યમાં પૌરાણિક કાળથી પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અને પહાડોની કોતરોમાં બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો શ્રાવણ માસમાં અનેરો લ્હાવો મેળવીને મહાદેવની ભક્તિમાં ગળાડૂબ થયા છે.

"ટપકેશ્વર મહાદેવ"
"ટપકેશ્વર મહાદેવ" (ETV Bharat Gujarat)

ગીર સોમનાથ : ગીરના મધ્યમાં લીલી વનરાઈ વચ્ચે ટપકેશ્વર મહાદેવ સ્વયંભૂ દર્શન આપી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસમાં ભાવિ ભક્તો પગપાળા યાત્રા કરીને ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ગુફામાં બિરાજતા ભગવાન ટપકેશ્વર મહાદેવ સ્વયંભૂ શાન પાણીમાંથી લિંગ સ્વરૂપ ધારણ કરે છે. જેને કારણે તેને ટપકેશ્વર મહાદેવ તરીકે હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે.

ગીરની વનરાજી અને કોતરોમાં બિરાજમાન "ટપકેશ્વર મહાદેવ" (ETV Bharat Gujarat)

ટપકેશ્વર મહાદેવ : પૌરાણિક સમયમાં મેઘાવી ઋષિએ ઘણા વર્ષો સુધી આ જગ્યામાં તપસ્યા કરી, બાદમાં મહાદેવ પ્રસન્ન થયા અને મેઘાવી ઋષિએ જ્યાં તપશ્ચર્યા કરી હતી, તે ગુફાની છતમાંથી પાણી બિંદુ સ્વરૂપે ટપકવાનું શરુ થયું. ત્યાં કાળક્રમે પાણીના ટીપા પડતા હતા તે જગ્યાએ સ્વયંભૂ શિવલિંગનું નિર્માણ થવા પામ્યું. ત્યારથી આ જગ્યાને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.

ટપકેશ્વર મહાદેવ
ટપકેશ્વર મહાદેવ (ETV Bharat Gujarat)

પાંડવો સાથે જોડાયેલ ઈતિહાસ : ગીર ગઢડા નજીક ગીરની લીલી વનરાજી વચ્ચે ગુફામાં પૌરાણિક ટપકેશ્વર મહાદેવ બિરાજે છે. ટપકેશ્વર મહાદેવ સાથે પાંડવોનો ઇતિહાસ જોડાયેલો છે. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ટપકેશ્વર મહાદેવના દર્શન કરીને ભાવવિભોર બને છે. જે ગુફામાં ટપકેશ્વર મહાદેવ બિરાજે છે, તે ગુફામાં પ્રાણવાયુની ભારે અછત હોવા છતાં ભક્તો આ ગુફામાં કલાકો સુધી બેસીને ભોળાનાથની આરાધના કરે છે.

આરક્ષિત જંગલમાં બિરાજમાન મહાદેવ : ગીરની લીલી વનરાજી વચ્ચે બિરાજતા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે 5 કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. ટપકેશ્વર મહાદેવનું મંદિર આરક્ષિત જંગલમાં હોવાને કારણે દર્શનાર્થીઓએ અહીં જાતે સુરક્ષા રાખવી પડે છે. ગુફામાં આવેલા શિવલિંગના દર્શન કરવા માટે ભક્તો કષ્ટ વેઠીને પણ અહીં આવે છે.

આરક્ષિત જંગલમાં બિરાજમાન મહાદેવ
આરક્ષિત જંગલમાં બિરાજમાન મહાદેવ (ETV Bharat Gujarat)

સ્વયંભૂ શિવલિંગ : ગુપ્ત સરસ્વતી નદીને કાંઠે આવેલું ટપકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર હોવાને કારણે ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. અહીં આવેલી ગુફાઓ વર્ષમાં એક વાર પાણીથી ભરાઈ જાય છે, જેને આજ દિન સુધી કોઈ જોઈ શક્યું નથી. જેને મહાદેવનો એક ચમત્કાર માનવામાં આવી રહ્યો છે. જેના દર્શનનો લાભ શ્રાવણ મહિનામાં ભાવિકો દ્વારા લેવામાં આવી રહ્યો છે.

  1. ભાવનગરના આ શિવજીના મંદિરે થશે 12 જ્યોતિર્લિંગના દર્શન, જાણો શું છે વિશેષતા...
  2. ભાલકા તીર્થ : જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો,"હરી અને હર" ભૂમિની રસપ્રદ કથા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.