ETV Bharat / state

ટંકારાના તત્કાલીન PI અને કોન્સ્ટેબલ સામે લાંચ લેવાનો આરોપ, સ્ટેટ મોનીટરીંગ સેલે નોંધાવી ફરિયાદ - BRIBERY ALLEGATIONS AGAINST

ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં પોલીસ રેડ દરમિયાન જુગાર રમતા ઝડપાયેલાઓને છોડવા માટે PI વાય. કે ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ 51 લાખની માંગણીનો આરોપ છે.

ટંકારાના તત્કાલીન PI અને કોન્સ્ટેબલ સામે લાંચનો આરોપ
ટંકારાના તત્કાલીન PI અને કોન્સ્ટેબલ સામે લાંચનો આરોપ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

મોરબી: આપણે અવારનવાર ભ્રષ્ટાચારની ઘટનાઓ સમાચારમાં વાંચીએ છીએ, જેમાં ઘણીવાર મોટા મોટા અધિકારીઓ પર લાંચ રુશ્વત માંગ્યા હોવાની ઘટનાઓ સામે આવે છે. પોલીસમાં પણ એવા કેટલાક ભ્રષ્ટ પોલીસ ઓફિસર્સ હોય છે, જેના લીધે જનતાને પોલીસ પરથી ભરોસો ઉઠી જાય છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી જિલ્લામાં સામે આવી છે. ટંકારાના તત્કાલીન PI અને કોન્સ્ટેબલ સામે 51 લાખની લાંચ માંગ્યાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઓક્ટોબર મહિનામાં કમ્ફર્ટ રિસોર્ટમાં કરવામાં આવેલા જુગાર રેડમાં મોટો તોડ કર્યાના આક્ષેપો બાદ તત્કાલીન PI અને કોન્સ્ટેબલની અગાઉ બદલી કર્યા બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમની સામે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવી છે.

કમ્ફર્ટ રિસોર્ટમાં પોલીસની રેડ: સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના PI આર. જી. ખાંટેએ ટંકારા પોલીસ મથકના તત્કાલીન PI વાય. કે. ગોહિલ અને તત્કાલીન હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, ગત તા 26 ઓક્ટોબરના રોજ મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા ખાતે આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં રાત્રિના 23: 15ના અરસામાં ટંકારા પોલીસ મથકના તત્કાલીન PIએ ટીમ સાથે રેડ કરી હતી. જ્યાં ફોર્ચ્યુનર ગાડીમાં બેઠેલા ડ્રાઈવરને ઉતારી કારની ઝડતી લેવામાં આવી હતી. જેમાંથી કોઈ ગુનાહિત ચીજવસ્તુ મળી આવી નહોતી. ત્યારબાદ PI સહિતની ટીમે રિસોર્ટના પ્રથમ માળે આવેલા રૂમ નંબર 105ની માસ્ટર કી લઈને રૂમ ખોલી પોલીસ ટીમના કૃષ્ણરાજસિંહ મોબાઈલમાં વિડીયો ઉતારતા અંદર ગયા હતા. રુમમાં હાજર લોકોએ ફક્ત ટાઇમ પાસ કરવા કોઇનથી પત્તા રમતા હોવાનું જણાવ્યું હતું.

રૂમમાં પ્રવેશ કરી જુગારનો વિડીયો ઉતાર્યો: રુમની અંદર પ્રવેશ કરી પોલીસે જણાવ્યું કે, તમારો જુગાર રમતો વિડિયો ઉતરી ગયો છે. તમામ લોકો પર કેસ કરવાનો છે તેમ જણાવ્યું હતું. હાજર લોકોને પોલીસે ઊંચા અવાજમાં ગાળો બોલી વિડીયો ન્યુઝ ચેનલમાં આપીશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જેથી રૂમમાં હાજર લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાથી ખોટો કેસ નહી કરવા વિનંતી કરી હતી, ત્યારબાદ પોલીસકર્મી મહિપતસિંહ સોલંકીએ PI વાય. કે. ગોહિલના ઇશારે જુગાર રમતા ઝડપાયેલા તીરથ ફળદુને લોબીમાં લઇ જઇને કેસ ન કરવા માટે 51 લાખની માંગણી કરી હતી અને બીજા લોકોના નામે કેસ કરવાનું જણાવ્યું હતું. તે પછી પોલીસે જુગાર રમતા ઝડપાયેલા વિમલ પાદરીયાને રૂમની અંદરના બેઠક રૂમમાં લઇ જઈને કેસ ન કરવા માટે પોલીસે 12 લાખની માંગણી કરી હતી. જેથી વિમલ પાદરીયાએ ફોન કરીને તેના મિત્ર સુમિત તુલસી અકબરી પાસેથી 12 લાખ મંગાવ્યા હતા. જે પૈસા આપી ગયો હતો.

તોડબાજ PI એ કરી પૈસાની માંગણી: સમગ્ર ઘટનામાં તીરથ ફળદુ પાસેથી વાય. કે. ગોહિલ અને કોન્સ્ટેબલે તેની પાસેથી પૈસાની માંગણી કરી હતી. બાદમાં તીરથ ફળદુના મોબાઈલમાં તેના પિતા અશોકભાઈ ફળદુનો વિડીયો કોલ આવ્યો હતો. જેથી PI ગોહિલ તીરથ ફળદુને લોકઅપમાંથી બહાર કાઢીને મેઈન રોડ પર લઇ જઇને તોડ પાણી કરી હતી અને કહ્યું કે, બોલ શું કરવું છે. તને જેલમાં નાખીને તારા પિતાને વિડીયો કોલમાં બતાવું કે, તમે જુગાર રમતા ઝડપાયા છો. જો આવું ન કરવું હોય અને ન્યુઝ મીડિયામાં આવે તે પહેલા જામીન પર બહાર આવવું હોય તો માથાદીઠ 6 લાખ લેખે 54 લાખની વ્યવસ્થા કરી આપ.એમ જણાવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદમાં ખોટું નામ લખવાના, ન્યુઝ મીડિયામાં આવે તે પૂર્વે PI એ 41 લાખમાં પતાવટ કરીને લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

તીરથ ફળદુનો મિત્ર 41 લાખ લઇ આવ્યા: તીરથ ફળદુનો મિત્ર પંકજ ભરત દેત્રોજા રૂ. 41 લાખ લઈને ટંકારા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને PIની ઓફિસમાં લઇ જતા PI ગોહિલે અને કોન્સ્ટેબલ મહિપતસિંહે 41 લાખ રુપિયા આપી દેવા જણાવ્યું હતું. બાદમાં પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહએ રૂપિયા 41 લાખનો થેલો મહિપતસિંહ સોલંકીને આપી દીધો હતો. તે દરમિયાન PI ગોહિલ અને મહિપતસિંહ સોલંકીએ વિમલ પાદરીયાને ફોટો, ન્યુઝ પેપર કે સોશ્યલ મીડિયામાં નહી આપવા તેમજ ન્યુઝ મીડિયામાં ખોટા નામો આપવા, જામીન પર છોડવા અને મોબાઈલ ફોન પરત આપવા રૂપિયા રુ. 10 લાખની માંગણી કરી હતી. જેથી વિમલ પાદરિયાએ તેનાા મિત્ર સુમિતને કોલ કર્યો. જે રુ. 10 લાખ ટંકારા પોલીસ સ્ટેશને આવીને આપી ગયો હતો. ત્યારબાદ PIએ મોબાઇલ પરત આપી દીધો હતો અને જુગારના ગુનાની પ્રેસ નોટમાં તીરથ અશોકભાઈ ફળદુના બદલે રવિ મનસુખ પતે, વિમલ રામજીભાઈ પાદરીયાને બદલે વિલ રાજીભાઈ પટેલ અને ભાસ્કર પ્રભુદાસ પારેખને બદલે ભાસરભાઈ પ્રભુ પારેખ એમ ખોટા નામો દર્શાવ્યા હતા.

51 લાખની લાંચની માંગણી: તપાસનીશ અધિકારી DYSP વી.એમ. રબારીએ જણાવ્યું છે કે, ટંકારા પોલીસ મથકના તત્કાલીન PI વાય.કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીએ 26 ઓક્ટોબરના રોજ ટંકારા નજીક કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં 105માં તીરથ અશોકભાઈ ફળદુ, નીતેશ ઉર્ફે નીતિન નારણ ઝાલરીયા, ભાસ્કર પ્રભુદાસ પારેખ, વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેશ ગંગદાસભાઈ ઠુમ્મર, ટાઈમ પાસ કરવા કોઈનથી પત્તા રમતા હતા તેમજ ગોપાલ રણછોડ સભાડ અને ચિરાગ રસિક ધામેચાની પાર્કિંગમાં રહેલ ફોર્ચ્યુનર કારમાં હાજર હતા ત્યારે જુગારની રેડ કરી ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી તે પુરાવા કોર્ટમાં મોકલી આપી સાંચા તરીકે ઉપયોગ કરી, ગુનાહિત કૃત્ય કરવાના હેતુથી રોકડ રૂ 12 લાખ મંગાવી જુગારની રેડમાં બતાવી બાદમાં રોકડ રૂ. 41 લાખ રોકડ રૂ. 10 લાખ સહીત કુલ 51 લાખની લાંચ લઈને આરોપીના નામો ખોટા દર્શાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો:

  1. સુરતના 2 ચેઇન સ્નેચરો ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે કર્યો મુદ્દામાલ જપ્ત
  2. રાજકોટમાં નકલી દસ્તાવેજોનું કૌભાંડ: સરકારી કર્મચારી સહિત 3 સામે કાર્યવાહી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.