ETV Bharat / state

જો જો હોળી ધુળેટી રમવું મોંઘું ના પડી જાય, ત્વચાને બચાવવા માટે આટલું ધ્યાન રાખજો - protect your skin during Holi

હોળી રંગોનો તહેવાર છે. લોકો મન મૂકીને હોળી ધુળેટીમાં રંગોથી રમતા હોય છે. કેટલીક વાર રંગોની મજા ચામડી અને વાળ માટે સજા સાબિત થાય છે. હોળીમાં કેમિકલ યુક્ત રંગોથી ચામડી અને વાળને નુકસાન થવાની સંભાવના છે. હોળી ધૂળેટીના પર્વમાં વપરાતા રંગોમાં કેટલાક હાનિકારક રસાયણો હોય છે. જે કોમળ ત્વચાને નુકસાન પહોંચાડે છે.

Etv BharatHOLI 2024
Etv BharatHOLI 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 1:09 PM IST

holi 2024

ગાંધીનગર: યંગસ્ટર અને વૃદ્ધો સહિત સૌ કોઈ હોળી ધૂળેટીના તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. લોકો પોતાની જૂની નારાજગી ભૂલીને એકબીજાને રંગ- ગુલાલ લગાવે છે. પરંતુ હોળી ધૂળેટીમાં લગાવાતા બજારના રંગોને કારણે ત્વચાને નુકસાન થવાનો પણ ખતરો રહે છે. આવી સ્થિતિમાં ત્વચાની કાળજી લેવી પણ જરૂરી છે. કેટલાક રંગોમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. આ કેમિકલ્સ આપણી ચામડી વાળ આંખ કાન નખ કાનને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે ત્વચા પર લાલાશ થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ત્વચા શુષ્ક થઈ જવી અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો ત્વચા રોગના નિષ્ણાંત તબિયત પાસેથી જાણીએ રંગોથી હોળી ધુળેટી રમતા પહેલા શું તકેદારી રાખવી જોઈએ.

ત્વચા રોગના નિષ્ણાંત ડો.સી.એ. શાહે જણાવ્યું કે: હોળીના તહેવાર બાદમાં ચામડીને લગતા રોગો સૌથી વધુ આવે છે. હોળીમાં ચામડીના રોગોને અટકાવવા માટે આપણે પરંપરાગત રંગ ઓર્ગેનિક ગુલાલથી રમવું જોઈએ. કેમિકલ વગરના રંગોનો જ ઉપયોગ કરવો જોઈએ. કેટલાક રંગો કેમિકલ યુક્ત હોવાથી આપણા વાળ સૂકા થઈ જાય છે. વાળ તૂટી જાય છે. જેના કારણે ત્વચામાં લાલાશ થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ચામડીની એલર્જી થવી અને ખીલ થવાનો ડર રહે છે.

કેમિકલ યુક્ત કલરનો ખુલ્લેઆમ વેચાણ: હોળીમાં ઉપયોગમાં લેવાતા કલરો અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ. બજારમાં અબીલ ગુલાલના નામે કેમિકલ યુક્ત કલરનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. કારણ કે કેટલીક વાર ઓર્ગેનિક કલરના નામે કેમિકલ યુક્ત કલરનું વેચાણ થાય છે. કેમિકલ યુક્ત કલરથી ચામડીને નુકસાન થશે. આપણે ગુલાલ અને પાણીનો ઉપયોગ કરીને રમવું જોઈએ.

હોળી રમતા પહેલા આટલો ધ્યાન રાખો: હોળી રમતા પહેલા તમારી ત્વચાને તેલ લગાડો. તેલ લગાડવાથી કલરના તત્વો ચામડીમાં ઓછા ઉતરશે. તેથી નહાઈને સહેલાઈથી શરીરમાંથી કલર કાઢી શકાશે. તમારી ત્વચા પર નારિયેળ તેલ લગાવી શકો છો. તેને લગાવતા પહેલા ચહેરો ધોઈ લો. તે પછી જ ચહેરા પર નારિયેળ તેલ લગાવો. નાળિયેલ તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને તેના કારણે રંગોની પણ કોઇ આડઅસરથી બચી શકાય છે. ચહેરા પર એલોવેરા જેલ લગાવી શકો છો. આ કારણે રંગો ત્વચાને નુકસાન પહોંચાડતા નથી. હોળી ધૂળેટી રમતા પહેલા તમે ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો. તેનાથી હોળીના રંગો સરળતાથી દૂર થઈ જશે. આની સાથે પેટ્રોલિયમ જેલી ત્વચાને શુષ્ક થવાથી પણ બચાવશે.

પહેલા ચહેરા પર મોઈશ્ચરાઈઝર લગાવો: હોળી ધૂળેટી રમતા પહેલા ચહેરા પર મોઈશ્ચરાઈઝર જરૂર લગાવો. તેનાથી તમારા ચહેરા પર પ્રોટેક્શન લેયર બનશે. આ સાથે હોળીના રંગોથી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય. ઉપરાંત, ત્વચા હાઇડ્રેટેડ રહે છે. આ સિવાય તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવી શકો છો. આના કારણે સૂર્યપ્રકાશથી રક્ષણ મળે છે અને ટેનિંગની સમસ્યા પણ થતી નથી.

  1. વાળ અને ત્વચાને રંગોથી બચાવવા છે તો, હોળીમાં આ સરળ ટિપ્સ અનુસરો - Holi 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.