મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કર્યો - NEW STUDENT HOSTEL AT GURUKUL
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો.


Published : Nov 17, 2024, 6:35 PM IST
સુરેન્દ્રનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ (રાણપુર) ગામે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, આ સાથે જ તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ નવયુગલોને મુખ્યમંત્રીએ શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા: શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-કરમડ દ્વારા હાલમાં ત્રિદિવસીય પંચાબ્દિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના બીજા દિવસે 17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કરમડ ખાતે આવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું લોકાપર્ણ કર્યું હતું. ત્યારબાદ તેઓ મહોત્સવના સભામંડપમાં પણ આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવમાં સભામાં ઉપસ્થિત ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે, "કરમડ ગામની પાવન ભૂમિમાં શ્રી હરિની અસીમ કૃપાથી તેમજ જોગી સ્વામીના દિવ્ય આશિષથી વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનું પ્રવર્તમાન કરતી ગુરુકુળરૂપી ગંગાનું પ્રાગટ્ય થયું છે."
પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભગવાન શ્રીરામ તથા ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગુરુકુળમાં શિક્ષણ મેળવ્યું હોવાનું ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, 'ગુરુકુળની એ જ પરંપરા નાલંદા, વલભી તથા તક્ષશિલા જેવી વિદ્યાપીઠો - ગુરુકુળ થકી જળવાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આધુનિક સમયને અનુરૂપ જ્ઞાનથી દેશની યુવા પેઢીને કૌશલ્યવાન બનાવવા સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓ શરૂ કરાવી છે. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં દેશના યુવાનો માટે સ્ટાર્ટઅપ શિક્ષણ સ્પોર્ટ્સ અને સ્કીલના ક્ષેત્રમાં નવા નવા અસરો ખુલ્યા છે.'

શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચીંધે છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શિક્ષાપત્રીને આચરણની આદર્શ આચારસંહિતા સમાન ગણાવતા જણાવ્યું હતું કે, 'ભગવાન સ્વામિનારાયણે રચેલી શિક્ષાપત્રી લોકસેવાનો પથ ચીંધે છે, સાથે સરળ જીવન કેવી રીતે જીવવું તેનો માર્ગ બતાવે છે. જાહેર જીવનમાં રહેલા લોકો માટે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો આજે પણ પ્રસ્તુત છે. વ્યસન મુક્તિ તેમજ વિવિધ સામાજિક કાર્યો માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા થતી પ્રવૃત્તિઓને મુખ્યમંત્રીશ્રીએ બીરદાવી હતી.' મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વિકાસથી વિરાસતના તેમના સંકલ્પને સાકાર કરવા માટે વિવિધ ધર્મ - સંપ્રદાયના ગુરુકુળો જ્ઞાન સિંચનના સબળ માધ્યમ બન્યા છે.
આ પણ વાંચો: