ETV Bharat / state

કાયદો હાથમાં લેનારને કાયદાનું ભાન કરાવ્યું, જાણો સુરતનો આ કિસ્સો - SURAT CRIME

સુરતમાં ભેસ્તાન પોલીસે PCR વાનને ટક્કર મારનાર નામચીન બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી અને માફી પણ મંગાવી હતી.

બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી
બુટલેગર યુનુસ ઉર્ફે ટેણી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 22, 2024, 7:49 AM IST

સુરત : તાજેતરમાં સુરતમાં નામચીન બુટલેગર યુનુસ ઉર્ફે ટેણીએ ભેસ્તાન પોલીસની PCR વાનને ટક્કર મારી હતી. જેને ચાર દિવસ પહેલા ભેસ્તાન રેલ્વે સ્ટેશન પાછળથી પોલીસે ઝડપી પાડ્યો હતો. બાદમાં ભેસ્તાન પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું અને માફી પણ મંગાવી હતી.

PCR વાનને ટક્કર મારી : આ બાબતે ACP એન. પી. ગોહિલે જણાવ્યું કે, બે દિવસ પહેલા આરોપી બુટલેગરે યુનુસ ઉર્ફે ટેણીએ જાહેર રસ્તા ઉપર અન્ય સાથે ઝઘડો કરતો હતો. જેનો ભેસ્તાન પોલીસને કોલ મળ્યો હતો. જેથી પોલીસની PCR વાન ત્યાં પહોંચી હતી. જ્યાં PCR વાન ઇન્ચાર્જ પોલીસ કોન્સ્ટેબલે આરોપીને પકડીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં આરોપી બુટલેગરે પોતાની સ્કોર્પિયો કાર લઈને PCR વાનને ટક્કર મારી હતી.

કાયદો હાથમાં લેનારને કાયદાનું ભાન કરાવ્યું (ETV Bharat Gujarat)

હત્યાનો પ્રયાસ અને ધમકી : મામલો અહીં ન અટકતા ત્યારબાદ આરોપીએ હયાતનગર હિન્દુ હોટલ પાસે પોલીસકર્મીને મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ કોન્સ્ટેબલે પોતે પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ હત્યાની કોશિષ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે બીજી તરફ ભાગી છૂટેલા આરોપી ટેણીની કારને સેલવાસ ખાતેના ગેરેજમાંથી કબજે કરી હતી.

આખરે ઝડપાયો આરોપી : પોલીસે આરોપી યુસુફ ઉર્ફે ટેણીને ભેસ્તાન રેલવે સ્ટેશન પાછળથી ઝડપી પાડ્યો હતો. જે તે વખતે આરોપીની ભત્રીજી સાથે વ્યક્તિએ છેડખાની કરી હોય તે શંકાને ઝઘડો થયો હતો. જે મામલે ફરિયાદી વ્યક્તિએ 100 નંબર ઉપર જાણ કરી હતી. તે ઉપરાંત આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં સચિન GIDC, પાંડેસરા અને વાપી પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે.

કાયદાનો પાઠ ભણાવ્યો : આ ઉપરાંત આરોપીનું જે સ્થળે બેઠક છે તથા જ્યાં બજારમાં તેની ધાક છે, ત્યાં આજરોજ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, તેને ભાન થાય મારી કોઈ ભૂલ હતી. લોકોને શાંતિ અને સુરક્ષા મળી રહે તે માટે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. બંને હાથ જોડી આરોપી પાસે માફી પણ મંગાવવામાં આવી હતી.

  1. સુરત 114 કરોડના સાઈબર ફ્રોડ મામલે વધુ એક આરોપીની ધરપકડ
  2. ATMમાં ગયા પૈસા ચોરવા, પૈસા ન નીકળ્યા પણ હવે થયાં જેલ ભેગા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.