ETV Bharat / state

કાળઝાળ ગરમી વચ્ચે સુરતની લાજપોર જેલના બંદીવાનોને માટે ખાસ વ્યવસ્થા - Summer 2024 - SUMMER 2024

રાજ્યભરમાં વધી રહેલી ગરમી વચ્ચે જનતા શેકાઈ છે. સુરતમાં ગરમીના કારણે છેલ્લા 24 કલાકમાં 11 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. જાહેર જનતા સહિત જેલમાં રહેલા કેદીઓને ગરમીમાં રાહત મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.Surat Lajpore Jail

જેલના બંદીવાનોને માટે ખાસ વ્યવસ્થા
જેલના બંદીવાનોને માટે ખાસ વ્યવસ્થા (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 24, 2024, 7:59 PM IST

સુરતની લાજપોર જેલના બંદીવાનોને માટે ખાસ વ્યવસ્થા (ETV Bharat Reporter)

સુરત : રાજ્યમાં કાળઝાળ ગરમી કહેર વરસાવી છે. સુરતમાં પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે. ત્યારે સુરતમાં લાજપોર જેલમાં પણ કેદીઓને હીટ સ્ટ્રોકથી બચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેલમાં બંદીવાનો માટે છાશ અને લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ કેદીઓ સાથે મુલાકાતે આવતા પરિવારજનોને બેસવા અને મળવા માટે શેડ પણ બનાવવામાં આવ્યો છે.

લાજપોર જેલમાં રાહત વ્યવસ્થા : સુરત શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત ગરમીને લઈને સુરતમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આવી ગરમીમાં કેદીઓને પણ રાહત મળી રહે તે માટે લાજપોર જેલ પ્રશાસન દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. જેલની અંદર બંદીવાનોને હીટવેવમાં શું તકેદારી રાખવી તે બાબતે રેડિયોના માધ્યમથી સૂચનાઓ આપવામાં આવે છે. તથા બેરેકમાં લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે.

લીંબુ શરબત-છાશની સુવિધા : જેલ અધિક્ષક જશું દેસાઈએ જણાવ્યું હતું કે, લાજપોર જેલમાં કેદીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં કેદીઓને હીટવેવમાં શું તકેદારી રાખવી તે બાબતે રેડિયોના માધ્યમથી અવાર નવાર સૂચના આપવામાં આવે છે. બંદીવાનોને તેમના બેરેકમાં લીંબુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત જે બંદીવાનોની કોર્ટ મુદત હોય કે વિડીયો કોર્ટમાં જવાનું હોય કે મુલાકાત હોય એમના માટે એક અલગથી શેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

મુલાકાત માટે શેડ વ્યવસ્થા : આ ઉપરાંત જેલના બહારના ભાગમાં જે બંદીવાન સફાઈ તેમજ ભજીયા હાઉસનું કામ કરે છે, તે બધા માટે બપોરે છાંયડો નામની ઝૂંપડી ઉભી કરી છે. ત્યાં તેઓ બપોરના સમયે જમી શકે અને આરામ કરી શકે અને ત્યારબાદ તેઓ પોતાનું કામ સંભાળી શકે. આ ઉપરાંત જે બંદીવાનોના પરિવારજનો મુલાકાત માટે આવે છે ત્યાં શેડ પણ બનાવવામાં આવ્યો છે. તેઓ માટે વોટર કૂલર અને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

  1. સુરતમાં હીટસ્ટ્રોકનો કહેર : 24 કલાકમાં 11 લોકોના મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું - Surat Heatstroke
  2. સુરત ટ્રાફિક પોલીસે કરી ગરમીથી બચવા ટ્રાફિક સિગ્નલ ઉપર પ્રશંસનીય વ્યવસ્થા, જાણો આ અહેવાલમાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.