મોરબી: રાજ્યસભા સાંસદ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ મોરબી જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. જ્યાં તેઓએ શહેરમાં નવા બની રહેલ મુખ્યમંત્રી આવાસ યોજના સ્થળની મુલાકાત લીધી હતી અને ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો.13 વર્ષે પણ આવાસ યોજનાની કામગીરી પૂર્ણ થઇ નથી. જે મુદ્દે ભાજપ પ્રહારો કર્યા હતા.
શક્તિસિંહ ગોહિલ મોરબીની મુલાકાતે: પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે બાયપાસ નજીક નિર્માણ પામી રહેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. જે કામ 13 વર્ષ પૂર્ણ થયું નથી અને આવાસની કામગીરી અતિશય નબળી હોય ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. બાદમાં તેઓએ સર્કીટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વરસાદને કારણે અનેક વિસ્તારમાં મુશ્કેલી પડી રહી છે.
સોમવારે સંસદમાં મુદ્દો ઉઠાવશે: ખેડૂતો, નાના વેપારીઓ અને મજુર વર્ગ હેરાન પરેશાન છે જે મામલે રાજ્યસભામાં આ મુદ્દે ચર્ચા માટે નોટીસ આપી હતી. જે સ્વીકારી લેવામાં આવતા સોમવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવશે. અગાઉ કોંગ્રેસ સરકાર વરસાદની સ્થિતિમાં બચાવ કામગીરી, રિલીફ કામગીરી અને પુનવર્સન કામગીરી કરતી હતી અને નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલી છે. છતાં અહંકારી ભાજપની સરકાર કામગીરી કરતી નથી. જેથી તેમણે સોમવારે સંસદમાં આ મુદ્દો ઉઠાવશે તેમ જણાવ્યું હતું.
કોર્પોરેશન દ્વારા કરોડોના ટેન્ડર બહાર પડાયા: પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે, 32 કરોડ રૂપિયા ખોવાઈ ગયા હોવાની વાત કરીને કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પૂર્વે પાણી નિકાલ માટે કરોડોના ટેન્ડર બહાર પાડવામાં આવે છે. પરંતુ ભાજપના પદાધિકારી અને અધિકારીઓની મિલીભગતથી કઈ કામ કરાતું નથી અને પૈસા ખાઈ જવામાં આવે છે. જેથી થોડો વરસાદ પડે ત્યાં ઘરોમાં અને દુકાનોમાં પાણી ઘુસી જતા હોય છે.
સરકારી કામ નબળા હોવાનો આક્ષેપ: ખેડૂતના ટ્રેક્ટર પર સરકાર GST વસુલે છે. જે તમામ મુદા સંસદમાં તેઓ ઉઠાવશે. તો મુખ્યમંત્રી આવાસ યોજનાની મુલાકાત લીધી હતી જે મામલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, 32 કરોડ રૂપિયા ખવાઈ ગયા છે. 2013 માં ટેન્ડર આપ્યું અને એક વર્ષમાં પૂર્ણ કરવાનું હતું. પરંતુ 11 વર્ષે પણ કામ પૂર્ણ થયું નથી જેથી કોઈ રહેવા જઈ શક્યું નથી. કામ પણ અત્યંત નબળું થયું છે તેવા આક્ષેપો કર્યા હતા.