ETV Bharat / state

પાનેતર પહેલા કફન મળ્યુંઃ રાજકોટની મહિલા ગ્રામ સેવકનું ફરજ પર જતી વખતે અકસ્માતમાં મોત - Rajkot accident - RAJKOT ACCIDENT

કપરાડા તાલુકાના ઊંડાણના ગામમાં ફરજ બજાવતા મહિલા ગ્રામસેવક પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. ફેબ્રુઆરીમાં તેમના લગ્ન થવાના હતા. - Rajkot female accident

રાજકોટની દીકરીનું અકસ્માતમાં મોત
રાજકોટની દીકરીનું અકસ્માતમાં મોત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 6:57 PM IST

રાજકોટની દીકરીનું અકસ્માતમાં મોત (Etv Bharat Gujarat)

રાજકોટ: કપરાડા તાલુકાના ઊંડાણના ગામમાં ફરજ બજાવતા મહિલા ગ્રામસેવક પોતાની ફરજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે મોપેડ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે જ મહિલા ગ્રામસેવકનું કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. જેને પગલે સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં થોડા સમય પહેલા જ તેમની સગાઈ નક્કી થઈ હતી અને ફેબ્રુઆરીમાં તેમના લગ્ન થવાના હતા. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ જવાનો હતો, આ દીકરીના માથે પાનેતર ઓઢાવાનું હતું ત્યાં હવે અચાનક ઘટેલા આ અકસ્માતે પરિવારમાં શોકનું મોજું ફેરવી દીધું છે.

રાજકોટની દીકરીનું અકસ્માતમાં મોત
રાજકોટની દીકરીનું અકસ્માતમાં મોત (Etv Bharat Gujarat)

કપરાડાના દિનબારી નજીક થયો અકસ્માત

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ઊંડાણના ગામમાં ફરજ બજાવતા કૃપાલીબેન સાંગાણી જેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાની ફરજ ઉપર મોપેડ લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન દિનબારી ગામ પાસે મુખ્ય માર્ગ ઉપર પાછળથી આવતી એક ટ્રક કે જેનો નંબર એમ એચ 11 ડીડી 4272 ના ચાલકે તેમની મોપેડ નંબર જી જે 03 જે એ 3245ને ટકર મારતા તેઓ રોડ ઉપર નીચે પટકાયા હતા. જે બાદ ટ્રકના પાછળના ટાયરમાં આવી જતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.

અકસ્માત કરી ટ્રક ચાલક ભાગી રહ્યો હતો, પણ...

દિનબારી ગામ પાસે મહિલા ગ્રામ સેવિકા કૃપાલીબેનને અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકીને ફરાર થઈ જવાના ચક્કરમાં હતો. જોકે અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ટ્રક ચાલકને ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ ટ્રક ચાલકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

મૃતક ધરમપુરમાં રહી કપરાડા ખાતે નોકરી કરતા હતા

કૃપાલીબેન ભાવેશભાઈ સાંગાણી મૂળ રહેવાસી રાજકોટ જેવો કપરાડા તાલુકાના સાહુડા સેજામાં આવેલા સરોવર ટાટી અને સિંગર ટાટી ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ધરમપુર ખાતે હાલ રહેતા હતા અને ત્યાંથી કપરાડા ખાતે પોતાની મોપેડ ઉપર રોજ અપડાઉન કરતા હતા.

સરકારી અધિકારીઓ એકત્ર થઈ ગયા

કૃપાલીબેન સાંગાણીને અકસ્માત નડ્યો હોવાની જાણકારી ગ્રામસેવક મહામંડળને તથા તેમના પ્રમુખ સહિત મોટા ભાગના સહકારમીઓ એકત્ર થઈ ગયા હતા. અકસ્માત બાદ મૃતક યુવતીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ કપરાડા ખાતે લાવવામાં આવતા સરકારી કર્મચારીઓ અને ગ્રામ સેવકોનો કાફલો સરકારી હોસ્પિટલ ઉપર એકત્ર થયો હતો.

પીએમ બાદ તેમના મૃતદેહને રાજકોટ લઈ જવાશે

કૃપાલીબેન સાંગાણીના અકસ્માત બાદ તેમના મોતને લઈને સરકારી કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાય છે, ત્યારે તેમના પીએમ બાદ તેમના મૃતદેહને કપરાડાથી રાજકોટ લઈ જવા માટે તેમના સહકર્મી અને સરકારી કર્મચારીઓ પીએમ કરાવ્યા રાજકોટ લઈ જશે. હાલ (આ લખાય છે ત્યારે) કપરાડા સરકારી હોસ્પિટલ ખાતે મૃતદેહનું પી એમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં જ સગાઈ થઈ હતી

અકસ્માતમાં મોતને ભેટેલા કૃપાલી સાંગાણી તાજેતરમાં જ થોડા માસ પહેલા તેમની સગાઈ થઈ હતી તેમ જ આગામી વર્ષ 2025 ના ફેબ્રુઆરી માસમાં તેઓ લગ્ન ગ્રંથિથી પણ જોડાવાના હતા. લગ્નની તારીખ જોવડાવાઈ ગઈ હતી. એ અંગેની જાણકારી તેમના સહકાર્યોએ પણ આપી હતી. જોકે આવી આશાસ્પદ યુવતીનું અકસ્માતમાં મોત થવાને બદલે તેમના સહકર્મીઓમાં પણ શોકની લાગણી ફેલાય છે.

આમ રાજકોટની આશાસ્પદ યુવતી જે કપરાડાના ઊંડાણના ગામમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવતી હતી. તેનું અકસ્માતને પગલે મોત થતા હાલ તો કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો:

  1. 'બે મૃત્યુ થયા ત્યારે જ ચેતવ્યા હતા': કચ્છમાં શંકાસ્પદ 14 મોત અંગે શક્તિસિંહ ગોહિલે સરકારી તંત્રને ફરી ચેતવ્યું - congress on 14 Death in Kutch
  2. ખેડાના કઠલાલમાં જૂથ અથડામણ મામલો 300 લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો - Rioting in Kheda

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.