રાજકોટ: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં ગત તારીખ 25 ના રોજ આગની ઘટના બની હતી. જેમાં બાળકો, યુવાન, મહિલાઓ સહિત 27 લોકોના મોત થયા હતા. જે મામલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જે ગુનામાં 6 ભાગીદારો, 5 ટાઉન પલાનિંગ ઓફિસર અને 1 ફાયર અધિકારી સહિત 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ફાયરના બે ઓફિસર સહિત વધુ 3ની ધરપકડ કરવામાં આવી હતી. જેથી ધરપકડનો આંક 15 પોહચ્યો છે. જેમાંથી પૂર્વ TPO મસમુખ સાગઠીયા હાલ રિમાન્ડ પર છે.
ઉપરાંત, આ ગુનામાં વધુ ત્રણ આરોપી જેમાં ઇલેશકુમાર વાલાભાઇ ખેર-ચીફ ફાયર ઓફીસર, ભીખાભાઇ જીવાભાઇ ઠેબા-ડેપ્યુટી ચીફ-ફાયર ઓફીસર અને મહેશભાઈ અમૃતભાઈ રાઠોડ-ફેબ્રીકેશનનું કામ કરનાર તેમજ સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી હતી. આરેપીના 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ફાયરના અધિકારીઓના બે દિવસના રિમાન્ડ મંજુર થયા છે. અને ફેબ્રિકેશનું કામ કરનાર મહેશ રાઠોડને જેલ હવાલે કર્યા છે. તેમજ ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેરના વકીલ દ્વાર તેમના રીમાન્ડ મંજુર થતા સ્ટેની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટ દ્વારા તે માગણી ના મંજુર કરી હતી.