રાજકોટ: રાજકોટમાં પનીર ખાનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં SOGની ટીમે શીતલ પાર્ક નજીક ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી પનીર બનાવતી ફેક્ટરી ઝડપી છે. આ સાથે જ ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી પનીરનો જથ્થો મળી આવ્યો છએ.
બાતમીના આધારે SOGના દરોડા
બનાવની મળતી વિગતો મુજબ રાજકોટના શિતલપાર્ક ચોક પાસે શાસ્ત્રીનગર 6 માં ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં નકલી પનીર બનાવી વહેચતા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી છેતરપીંડી કરતા હોવાની માહિતી SOGને મળતા પીઆઈ એસએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.વી. હરિયાણી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. યુનિટમાં નકલી પનિર બનાવવાનું રેકેટ ચાલતુ હતું. જેથી કારખાનાના માલિક હાર્દિક ઘનશ્યામભાઈ કારિયા વિરુદ્ધ SOGની ટીમે ગુનો નોંધ્યો હતો.
800 કિલો નકલી પનીર ઝડપાયું
ફેક્ટરીમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, નકલી પનીર બનાવવા માટે અલગ અલગ એસિડ તેમજ ફ્લેક્સ તથા પામોલીન તેલ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરીને દૂધ વગરનું નકલી પનીર બનાવવામાં આવતું હતું. ફેક્ટરીમાંથી કનેક્શન કે બીલ વગરના 21 ગેસના બાટલા પણ કબ્જે કરવામાં આવ્યા હતાં. ગુજરાત ફૂડમાંથી આશરે 800 કિલો જેટલું નકલી પનીર મળી આવ્યું હતું. જે કેમિકલ દ્વારા બનાવવામાં આવતું હતું. આ દરોડામાં SOGએ ફેક્ટરીના માલિક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: