ETV Bharat / state

"દુર્ઘટના સર્જાયા બાદ જ સરકારી તંત્ર કેમ જાગે છે ?" રાજકોટ અગ્નિકાંડ મામલે લલિત વસોયાએ તંત્રને ઘેર્યું - Rajkot Gamezone fire incident

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટના મામલે સરકારી તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. ઉપરાંત આ મામલે તંત્રની કામગીરી પર આક્ષેપ કરતા લલિત વસોયાએ કહ્યું કે, સરકાર અને તંત્ર ઘટના બન્યા બાદ જ કેમ જાગે છે. rajkot congress president lalit vasoya

રાજકોટ અગ્નિકાંડ મામલે લલિત વસોયાએ તંત્રને ઘેર્યું
રાજકોટ અગ્નિકાંડ મામલે લલિત વસોયાએ તંત્રને ઘેર્યું (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 31, 2024, 1:36 PM IST

"દુર્ઘટના સર્જાયા બાદ જ સરકારી તંત્ર કેમ જાગે છે ?" (ETV Bharat)

રાજકોટ : TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકાર અને તંત્ર દ્વારા તાબડતોડ સુરક્ષા કામગીરી કરવામાં આવી છે. આ ઘટના બાદ સરકારની સૂચના અનુસાર ગુજરાત રાજ્યની વિવિધ ગેમઝોન અને રેસ્ટોરન્ટ સહિત જાહેર જગ્યા પર ફાયર સેફ્ટીની તપાસ કરવાની કામગીરી કરવામાં આવી છે. તંત્રની આ મોડી કાર્યવાહી મામલે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ સરકારને ઘેરી છે.

1068 એકમો અસુરક્ષિત : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ કહ્યું કે, રાજકોટ ગેમઝોનના ગોઝારા અકસ્માત બાદ આખા રાજ્યમાં સરકારી તંત્ર પોતાની કામગીરી બતાવવા માટે એક બહાદુર યોદ્ધાની જેમ રણ મેદાનમાં ઉતર્યા છે. મીડિયાના માધ્યમથી બતાવવામાં આવેલ માહિતી અનુસાર છેલ્લા ત્રણ દિવસથી કરેલ કામગીરી આંકડા પ્રાપ્ત કરતા એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે, ગેમ ઝોન, સ્કૂલ, હોસ્પિટલ, રેસ્ટોરન્ટ સહિત કુલ 1068 જગ્યા ઉપર ફાયર સેફ્ટીના સાધનો નથી. આવી જગ્યાઓને નોટિસ આપવામાં આવી અને સીલ કરવામાં આવી છે.

"જો ગુજરાતની ભાવિ પેઢી અને ગુજરાતના બાળકોને બચાવવા હશે, તો આવા સરકારી અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોઈશે. કારણ કે જો સરકાર પગલાં લેશે તો જ સરકારી તંત્ર આંખ આડા કાન કરતા અચકાશે." -- લલિત વસોયા (પ્રમુખ, રાજકોટ જિલ્લા કોંગ્રેસ)

સરકાર પર ગંભીર આક્ષેપ : આ બાબતને લઈને સરકારી તંત્ર પર સવાલ કરીને પ્રહાર કરતા લલિત વસોયાએ જણાવ્યું કે, આ પ્રકારની દુર્ઘટના બને ત્યારે જ સરકારી તંત્રને કેમ એલર્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર અને તંત્ર સ્વીકારે છે કે, આખા રાજ્યમાં 1068 જગ્યાઓ પર ફાયર સેફટીના સાધનો નથી અને સલામતીની વ્યવસ્થા નથી. ત્યારે સરકારી તંત્ર આ બાબતે અત્યાર સુધી શું કરતું હતું. આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે જ તંત્ર અને સરકાર કેમ જાગે છે અને કાર્યવાહી કરે છે.

લલિત વસોયાનો સીધો સવાલ : લલિત વસોયાએ વધુમાં જણાવ્યું કે, તંત્ર દ્વારા ઘણી ખરી જગ્યાને સીલ પણ મારવામાં આવ્યા છે. ત્યારે બેદરકારી દાખવવા બદલ ગુજરાતના મોટા શહેરના મ્યુનિસિપલ કમિશનર કે મોટા અધિકારીઓને સરકાર દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી છે કે નહીં ? છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી મંજૂરી વગર અને સલામતીની વ્યવસ્થા વગર આ બધું ચાલી રહ્યું છે, ત્યારે આવો બનાવ બને છે તે બાદ તંત્ર પાંચ-દસ દિવસ માટે જાગે છે.

  1. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના સરકારને સવાલો, સરકાર તાત્કાલિક ન્યાય આપે : હેમાંગ રાવલ
  2. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગેમઝોનના વર્ષ 2021થી અત્યાર સુધીના ડોક્યુમેન્ટ કબજે કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.