ETV Bharat / state

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' 7 માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે

રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાય યાત્રા' 7 માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 7 જિલ્લામાં ફરશે.

Bharat Jodo Nyay Yatra
Bharat Jodo Nyay Yatra
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 10:38 AM IST

Bharat Jodo Nyay Yatra

અમદાવાદ: રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાયયાત્રા' 7 માર્ચ અને ગુરુવારના રોજ બપોરે 3 કલાકે ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 8 માર્ચના રોજ સવારના દાહોદ બસ સ્ટેન્ડ પાસેથી પદયાત્રા શરૂ થશે. કાર્યકર્તાઓમાં “ભારત જોડો ન્યાય યાત્રા”ને આવકારવા માટે એક અનેરો થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પદાધિકારીઓ કાર્યકર્તાઓને ભારત જોડો ન્યાય યાત્રાના લોગોના સ્ટીકર, કાર સ્ટીકર અને 'ભારત જોડો ન્યાય યાત્રા'નું વાર્ષિક કેલેન્ડર આપવામાં આવ્યું હતું.

7 માર્ચે ઝાલોદથી ગુજરાતમાં પ્રવેશ કરશે: રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત બેઠકમાં રાજ્યસભા સાંસદ મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસનાં તમામ જિલ્લામાંથી આગેવાન- પદાધિકારીઓ સાથે 'ભારત જોડો ન્યાય યાત્રા' માટેના સંકલન માટેની ચર્ચા કરી. સ્થાનિક આગેવાનોને, સેલ– ફ્રન્ટલ પ્રદેશ પદાધિકારીઓ અને લોકસભા પ્રભારીઓને જુદા જુદા વિસ્તારો માટે જવાબદારી આપવામાં આવી છે. ઐતિહાસિક 'ભારત જોડો' યાત્રા બાદ રાહુલ ગાંધીએ ભાજપ સરકારમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત નાગરિકોને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ 'ભારત જોડો ન્યાય યાત્રા' મણિપુરથી મુંબઈ સુધી યાત્રા ગુજરાતમાં 7 માર્ચનાં રોજ બપોરે 3 કલાકે પ્રવેશ કરશે.

શું રહેશે ન્યાય યાત્રાનો રૂટ: ગુજરાતનાં કોંગ્રેસ આગેવાન-કાર્યકરોમાં 'ભારત જોડો ન્યાય યાત્રા'ને આવકારવા સમગ્ર યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં જોડાશે. 6700 કિલોમીટરની શરૂ થયેલ યાત્રા 7 માર્ચે ગુજરાતમાં આવશે. ગુજરાતમાં ઝાલોદથી પ્રવેશ થશે અને તાપીમાં સમાપન થશે. સેલ, ફ્રન્ટલ, પ્રદેશ પદાધિકારી, લોકસભા પ્રભારીની બેઠક મળી હતી. જિલ્લા મુજબ પ્રભારીઓને અલગ અલગ જવાબદારી સોંપાઈ. દાહોદના ઝાલોદથી શરૂ થઈને યાત્રા તાપીના સોનગઢમાં પૂર્ણ થશે. મહિલા દિવસ અને શિવરાત્રી જેવા તહેવાર આવી રહ્યા છે તો મંદિરમાં દર્શન માટે પણ રાહુલ ગાંધી જઈ શકે છે.

  1. Lok Sabha elections 2024: ગુજરાતની સૌથી મોટી લોકસભા બેઠક કચ્છની વિસ્તૃત સમીક્ષા
  2. BJP First List Of LS Candidates: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.