ETV Bharat / state

Bharat Jodo Nyay Yatra : 8 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ પહોંચશે, જિલ્લા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

આગામી 8 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના પંચમહાલ જિલ્લામાં પહોંચશે. ત્યારે રાહુલ ગાંધી અને ન્યાય યાત્રાના સ્વાગતના ભાગરુપે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું.

જિલ્લા કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 3:48 PM IST

8 માર્ચે ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ પહોંચશે

પંચમહાલ : દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. આગામી 8 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પંચમહાલ જિલ્લાના કાલોલ હાલોલમાંથી પસાર થવાની છે. આ યાત્રાના પૂર્વ આયોજન માટે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ કાલોલમાં ઉપસ્થિત રહીને કોંગ્રેસ સમિતિના સ્થાનિક નેતાઓ તથા હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજા તબક્કાની ભારત જોડો ન્યાય યાત્રાનો 14 જાન્યુઆરીના રોજ મણિપુરથી પ્રારંભ કર્યો હતો. પાછલા દોઢ મહિનામાં 15 રાજ્યોમાંથી પસાર થઈને 7 માર્ચે ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. જેના રોડ મેપ અનુસાર ભારત જોડો યાત્રા 8 માર્ચના બપોરના સમયે કાલોલમાંથી પસાર થતી હોવાને કારણે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિએ તડામાર તૈયારી આદરી છે.

1885 થી શરૂ થયેલી દેશની સૌથી જૂની, સૌથી મોટી અને આઝાદીની લડતમાં બલિદાન આપનાર કોંગ્રેસ પાર્ટી છે, જે આજે પણ લોકોની સાથે જોડાયેલી છે. એટલે 2024 ની ચૂંટણીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની સફળતા સાથે INDIA ગઠબંધન ચમત્કારીક જીત મેળવશે. -- ભરતસિંહ સોલંકી (પૂર્વ પ્રદેશ પ્રમુખ,કોંગ્રેસ)

જિલ્લા કોંગ્રેસ દ્વારા સમીક્ષા બેઠક : આ પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસ હાઉસ ગણાતા સરદાર ભવન ખાતે ઉપસ્થિત રહીને કાલોલ અને હાલોલના કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આગમન થનાર ભારત જોડો ન્યાય યાત્રાના રૂટ મુજબના કાલોલ અને હાલોલથી પસાર થતા સમયે તેમના સ્વાગત આયોજન માટેની સમીક્ષા કરી હતી.

ભરતસિંહ સોલંકીની વિશેષ ઉપસ્થિતિ : આ બેઠકમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે કાલોલ અને હાલોલ વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાય તેમજ રાહુલ ગાંધીની યાત્રાને લોકો સુધી પહોંચાડી યાત્રાને સફળ બનાવવા માટે ભરતસિંહ સોલંકીએ આહવાન કર્યું હતું.

પંચમહાલમાં ન્યાય યાત્રાનો રોડ મેપ : પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પંડ્યાએ ગોધરા ખાતે યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું કે, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચે મધ્યપ્રદેશથી દાહોદ ઝાલોદના રૂટથી ગુજરાતમાં પ્રવેશ કરશે અને 8 માર્ચ શુક્રવારે સવારે દાહોદથી લીમખેડા, ગોધરા, વેજલપુર, કાલોલ, હાલોલના રૂટ તરફ આગળ વધશે. યાત્રાના રોડમેપ અનુસાર શુક્રવારે બપોરના બે વાગ્યાની આસપાસ રાહુલ ગાંધીની યાત્રા કાલોલમાંથી પસાર થશે. આ દરમિયાન હાઇવે સ્થિત હાલ કોંગ્રેસ ભવન તરીકે ઓળખાતા ઐતિહાસિક સરદાર ભવન ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સ્વાગત કાર્યક્રમ બાદ યાત્રા આગળ હાલોલ તરફ આગળ વધશે.

  1. Bharat Jodo Nyay Yatra : ભારત જોડો ન્યાય યાત્રા વધાવવા ગુજરાત કોંગ્રેસ મુખ્યાલયે ચાલતી તડામાર તૈયારી જૂઓ
  2. Bharat Jodo Nyay Yatra: ગુજરાતમાં 4 દિવસ ફરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા, જાણો યાત્રાની સંપૂર્ણ વિગત...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.