જામનગર: જિલ્લાની જી. જી. હોસ્પિટલ પાછળથી એક મૃત નવજાત બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જી.જી હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી તાજુ જન્મેલ નવજાત મૃત અવસ્થામાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસે માતાની શોધખોળ આદરી: મૃત નવજાતને તાત્કાલિક જી. જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં ખસેડવામાં આવ્યું છે. આ નવજાતને કોણ મૃત હાલતમાં છોડી જનારી તેની માતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલથી જ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે. સમગ્ર ઘટના મામલે અજાણી મહિલા સામે લોકો ભારે ફીટકાર વરસાવી રહ્યા છે. હાલ જામનગર પોલીસે નવજાત શિશુનો કબજો મેળવીને CCTV મારફતે તપાસ શરૂ કરી છે.
મહિલા સફાઇ કર્મીએ બાળકને જોયું: જી.જી. હોસ્પિટલમાં અનેક વખત નવજાત શિશુઓ મળ્યાની ઘટનાઓ બની ચૂકી છે. વહેલી સવારે મહિલા સફાઈકર્મીઓ સફાઈ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનું ધ્યાન આ મૃત નવજાત શિશુ પર ગયું હતું. સફાઈ કર્મચારી મહિલાએ અન્ય કર્મચારીઓને આ અંગે જાણકારી આપી હતી. જેથી તાત્કાલિક નવજાત શિશુને ઇમરજન્સી સારવારમાં લઈ ગયા હતા. જોકે બાળક મૃત હાલતમાં હતું. ટ્રોમા સેન્ટર પાસે CCTV લગાવવામાં આવ્યા છે. એના CCTV મારફતે જે તે મહિલા પકડાઈ જાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: