ETV Bharat / state

ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત, જાણો ટીમના સંસાધનો અને પૂર્વ રેસ્કયુ વિશે... - NDRF team deployed in Bhavnagar - NDRF TEAM DEPLOYED IN BHAVNAGAR

ભાવનગર શહેરમાં NDRFની ટીમનું આગમન થઈ ચૂક્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં આપેલી ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે અગાવથી NDRF ટીમને તૈનાત કરવામાં આવી છે. ભાવનગર માજીરાજવાડી ખાતે તેમનું રોકાણ કરાયું છે. ત્યારે NDRFની ટીમના સંસાધનો અને પૂર્વ રેસ્ક્યુ વિશે જાણીએ...,NDRF team deployed in Bhavnagar

ભાવનગર શહેરમાં NDRFની ટીમનું આગમન
ભાવનગર શહેરમાં NDRFની ટીમનું આગમન (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 26, 2024, 1:53 PM IST

ભાવનગરમાં NDRFની 30 લોકોની ટીમ તૈનાત (ETV Bharat Gujarat)

ભાવનગર: રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેનેે પગલે ભાવનગરમાં અગાઉથી NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. રણજીત પટેલે જણાવ્યું હતું કે 6 બટાલિયન વડોદરા NDRF ટીમમાં અમારા 30 લોકોની ટીમ છે. અમે પૂરતા સંસાધનો સાથે સ્ટેનબાયમાં આવી પહોંચ્યા છીએ અને આગામી દિવસોમાં નિશ્ચિત કરેલા સમય પ્રમાણે ભાવનગરમાં રહેવાના છીએ.

જાણો ટીમના સંસાધનો
જાણો ટીમના સંસાધનો (ETV Bharat Gujarat)

NDRFના સંશાધનો: ભાવનગર શહેરમાં ભારે વરસાદની આગાહીની શક્યતાને પગલે સ્ટેન્ડબાયમાં મૂકેલી NDRF ટીમના કમાન્ડર રણજીત પટેલે જણાવ્યું હતું કે તેમની પાસે પૂર જેવી સ્થિતિમાં બોટ, લાઈફ જેકેટ, લોખંડ, લાકડા અને સિમેન્ટ જેવી ચીજ વસ્તુઓ કાપવા માટેના સંસાધનો છે. આ સાથે મેડિકલની એક કીટ પણ તે સાથે રાખે છે. લોકોને મેડિકલની પણ ટ્રેનિંગ આપેલી હોય છે. આવી પરિસ્થિતીમાં ખાસ કરીને કોમ્યુનિકેશનનો પ્રશ્ન થતો હોવાથી સેટેલાઈટ સાધન પણ તેમની પાસે હોય છે જેથી તેઓ કોઈ પણ છેડે સંપર્ક સાધી શકે છે.

જાણો ટીમના સંસાધનો
જાણો ટીમના સંસાધનો (ETV Bharat Gujarat)
ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત
ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત (ETV Bharat Gujarat)

સૌથી વધુ મુશ્કેલી NDRFને ક્યારે થાય: કોઈપણ પૂરની પરિસ્થિતિમાં NDRFની ટીમ હંમેશા કામ કરવા માટે ટેવાયેલી હોય છે, ત્યારે આ NDRFની ટીમને કેવા સમયમાં મુશ્કેલી વધુ પડતી હોય છે, તેને લઈને કમાન્ડન્ટ રણજીત પટેલે જણાવ્યું હતું કે જ્યારે પૂર જેવી સ્થિતિ હોય ત્યારે કોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે અને નીચાણવાળા વિસ્તારોના સ્થળ ખાલી કરવાનું કહેવામાં આવે છે તેવા સમયમાં NDRF દ્વારા લોકોને સમજાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો પોતાનું ઘર છોડવા તૈયાર હોતા નથી તે સમયે NDRFને વધુ મુશ્કેલી અનુભવાતી હોય છે. જો કે અમે તમારા માધ્યમથી પણ લોકોને સજાગ કરવા માગીએ છીએ કે આવી પરિસ્થિતિમાં તંત્રની વાત માને જેથી કરીને જાનહાની થતી આટકાવી શકાય.

  1. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનમાં આગ ભભૂકી, સુરક્ષા દળોએ ઉમદા કામગીરી દાખવી દુર્ઘટના ટાળી - SVPIA Mock drill
  2. Valsad: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ વલસાડમાં તૈનાત - NDRF team deployed in Valsad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.