વડોદરા: વડોદરા શહેરમાં એક ફાર્મા કંપનીમાં NCB એ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ફાર્મા કંપનીમાંથી જે દવાઓ ઝડપાઈ હતી. તેમાં તપાસનો રેલો અમદાવાદ અને ભાવનગર સુધી પહોંચ્યો છે. ફાર્મા કંપનીમાં દરોડા પાડયા તે પહેલા બે વ્યકિતઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની તપાસ દરમિયાન અનેક ખુલાસાઓ થયા હોવાનું જાણવા મળ્યું છે.
દવાઓનો ઉપયોગ નશા તરીકે થતો હોવાની આશંકા: વડોદરા શહેરની ફાર્મા કંપનીના ગોડાઉનમાં એનસીબીએ દરોડો પાડયા હતા. જેમાં દવાઓનો ઉપયોગ નશા તરીકે થતો હોવાની વાત સામે આવી હતી. જેને લઈ અનેક ખુલાસાઓ થયા છે. બિલ વગરની દવાઓ પણ ઝડપાતા તેના ઉપરથી અનેક ખુલાસાઓ થયા છે. જાણવા મળતી માહિતી મુજબ એનસીબીએ અલ્પ્રાઝોલમની 2.51 લાખ ગોળીઓ, નાઈટ્રેઝેપામની 40 હજાર ગોળી, ટ્રામાડોલના 40 ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. તેમજ અન્ય બોકસમાંથી 2.73 લાખ સાયકોટ્રોપિક ગોળીઓ કબ્જે કરાઈ છે.
ક્લોરોફિલ્સ બોયોટેક પ્રાઈવેટ લિમિટેડના ગોડાઉનમાં દરોડા: વડોદરાની ફાર્મા કંપનીમાં એનસીબીએ દરોડા પાડતા અન્ય વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. મોડી રાત્રે રાવપુરામાં ફાર્મા કંપનીના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. ગોડાઉનમાં પોલીસની કિલ્લેબંધી સાથે ગુપ્ત રીતે તપાસ કરવામાં આવી છે. જે કંપનીમાં આ તપાસ કરવામાં આવી છે તેનું MPમાં ક્લોરોફિલ્સ બોયોટેક પ્રાઈવેટ લિ.નું ઉત્પાદન થાય છે.
સેન્ટ્રલ નાર્કોટિક્સ ટીમના દરોડા: નાર્કોટિક્સની ટીમે ખલોરોફિલ્સ નામની કંપનીમાં તપાસ કરી હતી. જેમાં 850 બોટલ મયકોડેન સીરપ અને ટ્રમાફેન ડી 15,300 ટેબ્લેટનો જથ્થો સીઝ કરાયો છે. તપાસમાં સામે આવ્યું કે જે દવાઓ જપ્ત કરવામાં આવી છે. તેનો ઉપયોગ નશા માટે થતો હતો. વડોદરાથી એક ઈસમની પૂછપરછ માટે અટકાયત કરાઈ છે. બીજી તરફ અમદાવાદ - ગાંધીનગર અને ભાવનગર થી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: