ETV Bharat / state

આધુનિક યુગમાં પણ ચાલતી પરંપરાગત પ્રાચીન ગરબી, નિલાખા ગામની ગરબીમાં ત્રણ પ્રકારના રાસનું આકર્ષણ

નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટના ઉપલેટા તાલુકાના નિલાખા ગામે સમસ્ત ગામ દ્વારા એકમાત્ર ગરબીમાં પરંપરાગત સાજિંદાઓ સાથે નવરાત્રિ મહોત્સવની ગરબીનું આયોજન થાય છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

નિલાખા ગામની પરંપરાગત પ્રાચીન ગરબી
નિલાખા ગામની પરંપરાગત પ્રાચીન ગરબી (ETV Bharat Gujarat)

રાજકોટ: ઉપલેટા તાલુકાના નિલાખા ગામે નવદુર્ગા ગરબી મંડળનું આયોજન થાય છે. તેમાં આ ગરમી મંડળની વિશેષતા એ છે, કે આ ગરબીમાં ત્રણ વિભાગની અંદર રાસ રમવામાં આવે છે. જેમાં નાના ગોવાળિયા એટલે કે નાના બાળકો તેમજ મોટા ગોવાળિયા એટલે કે મોટા યુવાનો અને બાળાઓ એટલે કે દીકરીઓનો પણ રાસ આ ગરબીની અંદર રમવામાં આવે છે. ત્યારે આ ગરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી વિશેષ રૂપે 'મશાલ રાસ' યોજી સળગતા અંગારાઓ ઉપર રાસ ગરબા રમવામાં આવે છે. જે જોવા માણવા અને નિહાળવા તેમજ માતાજીની સાક્ષાત્કાર શક્તિની હાજરી હોય તેના દર્શન કરવા માટે આસપાસના પંથકના આગેવાનો અગ્રણીઓ તેમજ ધર્મપ્રેમી જનતા ચોથા અને આઠમા નોરતે બહોળી સંખ્યામાં ઉમટી પડે છે.

પરંપરાગત રીતે નવરાત્રિનું આયોજન: નવરાત્રિ મહોત્સવ એટલે જગતજનની મા જગદંબાની આરાધના, સાધના તેમજ ભક્તિભાવ માટેનો વિશેષ તહેવાર. નવરાત્રિ દરમિયાન રાસ ગરબાઓનું વિશેષ રૂપે આયોજન થતું હોય છે. જેમાં આધુનિક યુગમાં અર્વાચીન ગરબા અને ડીજેના તાલ ઉપર અર્વાચીન રાસ ગરબા રમવામાં આવે છે. ત્યારે આ આધુનિક યુગમાં પણ ઘણા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની અંદર પરંપરાગત નવરાત્રિ મહોત્સવનું આયોજન થતું હોય છે અને નવરાત્રિના પાવન પર્વની આધુનિક યુગમાં પણ અર્વાચીન ગરબાની સામે લોકોને વધુ આકર્ષણ કરતી પ્રાચીન રાસ ગરબીઓ પણ યોજાઇ રહી છે.

તલવાર રાસ
તલવાર રાસ (ETV Bharat Gujarat)

શું છે આ ગરબીની વિશેષતા: ઉપલેટા તાલુકાના નિલાખા ગામે જ્યારથી ગામની સ્થાપના કરવામાં આવી છે, ત્યારથી લઈને આજદિન સુધી દર વર્ષે સમસ્ત ગામના સાથ અને સહકારથી ગામની એકમાત્ર ગરબી એટલે કે શ્રી નવદુર્ગા ગરબી મંડળનું દર વર્ષે આયોજન થતું હોય છે. આ ગરબીની વિશેષતા એ છે કે અહીંયા ગરબીની અંદર પરંપરાગત સાજીંદાઓ અને લાઈવ ગાયક કલાકારો દ્વારા માતાજીના ગરબાઓ અને માતાજીની ભક્તિ માટેના ગરબાઓ ગાય અને સૌ કોઈ આ ગરબીની અંદર ભાગ લેનારા ખેલૈયાઓ માતાજીના સ્થાપનની ફરતે રાસ ગરબા રમતા નજરે પડે છે.

તલવાર રાસ
તલવાર રાસ (ETV Bharat Gujarat)

અનેક પ્રકારના રાસ: નિલાખા ગામે ગરબીમાં ભાગ લેતી ગરબીની બાળા નુતન ડાંગરે જણાવ્યું હતું કે, તે છેલ્લા ચાર વર્ષથી આ ગરબીમાં ભાગ લે છે અને સમસ્ત ગામની એકમાત્ર ગરબીમાં નવરાત્રી દરમિયાન રોજબરોજ અનેક પ્રકારના માતાજીના રાસ ગરબા રમી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરે છે. આ ગરબીની અંદર દીકરીઓ દ્વારા દાંડીયારાસ, ટુંપણી રાસ અને મણીયારો રાસ રમી માતાજીની આરાધના, સાધના સાથે નવરાત્રિની ઉજવણી કરવામાં આવેલ છે.

મશાલ રાસ
મશાલ રાસ (ETV Bharat Gujarat)

સળગતા અંગારા પર રમાય છે રાસ: આ ગરબીમાં મશાલ રાસ રમનાર ખેલૈયા નિલેશ ચાવડાએ જણાવ્યું હતું કે, આ ગરમીમાં તે છેલ્લા આઠ વર્ષથી ભાગ લે છે અને સમસ્ત ગામના સહકારથી આ ગરબીમાં પરંપરાગત સાજીંદાઓ સાથે ચલાવવામાં આવતી આ ગરબી આસપાસના વિસ્તાર માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ ગરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી મશાલ રાસ રમવામાં આવે છે. જેમાં સળગતા અંગારા ઉપર માતાજીની સાક્ષીએ રાસ રમી નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

પરંપરાગત ગીતો સાથે
પરંપરાગત ગીતો સાથે (ETV Bharat Gujarat)

માતાજીના દર્શન કરવા ભક્તો ઉમટ્યા: આ સાથે જ છેલ્લા બે વર્ષથી ઢાલ અને તલવાર રાસ પણ આ ગરબીમાં રમાડવામાં આવે છે. ત્યારે આ ગરબીમાં મશાલ રાસ કે જે સળગતા અંગારા ઉપર રમવામાં આવે છે. તે રાસમાં પ્રેક્ટિસ દરમિયાન કે ગરબીમાં જ્યારે આ રાસ રજૂ કરવામાં આવે છે તે દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા કે નુકસાની થતી નથી ત્યારે આ ગરબીમાં માતાજીનો સાક્ષાત્કાર અને પરચો હોય તે જોવા માટે સમસ્ત ગામ આ ગરબી જોવા માટે આવે છે અને સાથે જ આસપાસના વિસ્તારના લોકો પણ આ રાસને માણવા નિહાળવા અને માતાજીની શક્તિના સાક્ષાત્કાર દર્શન કરવા માટે ચોથા નોરતે અને આઠમા નોરતે ઉમટી પડે છે.

મશાલ રાસ
મશાલ રાસ (ETV Bharat Gujarat)

સમગ્ર ગામની એકમાત્ર ગરબી: ગરબીનું સંચાલન કરતા અને ગરબીમાં વર્ષોથી સેવા આપતા નિલાખા ગામના ગોપાલ ડાંગરે જણાવ્યું છે કે, આ ગરબી વર્ષોથી ચાલે છે જેમાં અમારા પૂર્વજોના જણાવ્યા પ્રમાણે આ ગામની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી આજદિન સુધી આ ગરબી અવિરત ચાલુ છે. આ ગરબી સમસ્ત ગામના સંપૂર્ણ સાથ અને સહકારથી દર વર્ષે ચલાવવામાં આવે છે અને ગામની એકમાત્ર ગરમી હોવાથી અહીંયા ગામના તેમજ આસપાસના પંથકના લોકો આ ગરબી માણવા અને નિહાળવા માટે ઉમટી પડે છે.

માતાજીની આરતી
માતાજીની આરતી (ETV Bharat Gujarat)

આ ગરબી વિશેની વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ ગરબીમાં કોઈપણ પ્રકારના આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી રાસ નથી રમવામાં આવતા પરંતુ પરંપરાગત સાજીંદાઓ જેમ કે ઢોલ, તબલા,પેટી, મંજીરા સાથે લાઇવ ગાયક કલાકારો માતાજીના ગરબા ગાય છે અને ખેલૈયા રાસ ગરબા રમી સૌ કોઈ લોકો નવરાત્રિ મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરે છે.

ગરબા ખેલૈયાઓ
ગરબા ખેલૈયાઓ (ETV Bharat Gujarat)

કોઈપણ ફાળો ઉઘરાવવામાં આવતો નથી: ઉપલેટાના નિલાખા ગામે વર્ષોથી ચાલતી અને એકમાત્ર ગરબીની વિશેષ વાત એ છે કે, આ ગરબીમાં ભાગ લેનાર પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ સાથે જ આ ગરબીના આયોજકો દ્વારા ક્યારે પણ કોઈપણ વ્યક્તિ પાસે ફંડ ફાળો કે ઇનામ વિતરણ અથવા લ્હાણી વિતરણ માટે ઉઘરાણી કરવા માટે નીકળવાનો નિયમ નથી કારણ કે, અહીંયા ગામના લોકો તેમજ સેવાભાવી લોકો આ ગરબીમાં સ્વૈચ્છિક રીતે રોજનો હજારો રૂપિયાનો ફંડ ફાળો અને લ્હાણી સ્વેચ્છિક રીતે આપી જાય છે જે ગરબીના આયોજકો માટે ખૂબ સારી અને ફાયદાકારક બાબત છે.

માતાજીની આરતી
માતાજીની આરતી (ETV Bharat Gujarat)

તલવાર રાસમાં કોઈપણ વ્યક્તને ઈજા થતી નથી: આ ગરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેલૈયાઓ દ્વારા વિશેષ રૂપે નવરાત્રિના ચોથા નોરતે અને નવરાત્રિના આઠમા નોરતે મસાલ રાસનું આયોજન કરવામાં આવે છે જ્યારે છેલ્લા બે વર્ષથી આ ગરબીની અંદર ઢાલ-તલવાર રાસનું પણ વિશેષ રૂપે આયોજન થાય છે ત્યારે આ ઢાલ તલવાર રાસમાં પણ ઢાલ અને તલવારનો રાસ જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે રાસ રમતી વખતે જ્યારે ઢાલ અને તલવાર અથડાય છે ત્યારે તણખલા પણ ઉદ્ભવે છે પરંતુ આ રાસ દરમિયાન અને પ્રેક્ટિસ દરમિયાન કોઈપણ વ્યક્તિને માતાજીની સાક્ષાત્કારની હાજરી હોવાથી ઈજા કે નુકસાન નથી થતું. જ્યારે મશાલ રાસની અંદર સળગતા અંગારા ઉપર જ્યારે મશાલ રાસ રજુ કરવામાં આવે છે ત્યારે પ્રશિક્ષણ દરમિયાન કે માતાજીના મંડપમાં આ રાસ રમવામાં આવે છે ત્યારે પણ કોઈપણ ખેલૈયાને કોઈપણ પ્રકારની ઇજા કે નુકસાની પણ નથી થતી.

દીકરીઓને ઈનામ અને ભેટ અપાય છે: આ રાસ જ્યારે રજૂ કરવામાં આવે છે. ત્યારે માતાજીની સાક્ષાત્કાર શક્તિ આ ગરબીમાં જોવા મળી રહે છે. સૌ કોઈ લોકો આ ગરબીને નિહાળવા અને શક્તિના સાક્ષાત્ત દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. આ ગરબીમાં ભાગ લેતી દીકરીઓ હોય તેમને આયોજકો, સેવકો, દાતાઓ અને સ્વયંસેવકો દ્વારા રોજબરોજ રોકડની તેમજ વિવિધ વસ્તુઓની ખાણીપીણી સાહિતની તમામ વસ્તુઓની લ્હાણી વિતરણ કરવામાં આવે છે. જ્યારે અંતિમ દિવસે આ ગરબીમાં ભાગ લેતી દીકરીઓને દર વર્ષે મોટા પ્રમાણમાં અનેક પ્રકારના ઈનામો અને ભેટ આપવામાં આવે છે.

માતાજીની શાક્ષાત્કાર શક્તિના દર્શન થાય છે: આ ગરબીમા સમસ્ત ગામ એકત્ર થઈ એક સાથે ગરબી શરૂ થાય ત્યારે અને ગરબી પૂર્ણ થાય ત્યારે માતાજીની લાઈવ આરતી પરંપરાગત સાજીંદાઓ સાથે કરે છે અને આ ગરબીમાં ભાગ લેતા ખેલૈયાઓ જેમકે નાના ગોવાળિયા, મોટા ગોવાળિયા અને દીકરીઓના રાસને માણવા નીહાળવા માટે દૂર દૂરથી ધર્મપ્રેમી, કલાપ્રેમી લોકો આ ગરબીને માણવા, નિહાળવા માટે આવે છે. ગરબીના આયોજકોએ જણાવ્યું હતું કે, આ ગરબીમાં વિશેષ રૂપે ચોથા નોરતે અને આઠમા નોરતે જે રાસ રજૂ કરવામાં આવે છે તેને જોવા અમે માતાજીની શાક્ષાત્કાર શક્તિના દર્શન કરવા માટે સૌ કોઈએ ચોથા નોરતે તેમજ આઠમા નોરતે પધારી માતાજીના આ રાસને માણવા નિહાળવા પધારવું જોઈએ અને દર્શન કરવા જોઈએ.

આ પણ વાંચો:

  1. જૂનાગઢમાં ગરમે ઘૂમતા ખેલૈયાઓએ કર્યો ઇકોઝોનનો વિરોધ: સૂત્રો લખેલા પોસ્ટર સાથે રમ્યા ગરબા
  2. પ્રાચીન ગરબાની પરંપરા અકબંધ: જુઓ પાટણની ગુર્જરવાડા મંડળી ગાય છે દોરી ગરબા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.