ETV Bharat / state

બોલો... હવે 1 કરોડનું ડ્રગ્સ દરિયામાં તરતું મળ્યું, ગુજરાતના કાંઠે સતત મળી રહેલા પાર્સલ - Surat Crime - SURAT CRIME

સામાન્ય વ્યક્તિને પણ પ્રશ્ન થાય કે કોઈ આમ જ 1 કરોડની કિંમતની વસ્તુ ફેંકી દે? કે પછી એવો તો કેટલો મોટો જથ્થો ઉતરતો હશે કે જે તે વ્યક્તિને તેમાંથી 1 કરોડની વસ્તુ પડી જાય તો પણ ફેર પડતો નહીં હોય? આવા જ પ્રશ્નો તમને પણ થશે જ્યારે તમે સુરતની આ ઘટના અંગે જાણશો... Surat News

જ્યાં ત્યાં રખડતું મળી જાય છે ડ્રગ્સ...
જ્યાં ત્યાં રખડતું મળી જાય છે ડ્રગ્સ... (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 14, 2024, 8:56 AM IST

સુરતઃ ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતી હોવાનું સામે આવે છે. રાજ્યનો દરિયાકિનારો ડ્રગ્સ-ચરસ ઝડપવાનું એપી સેન્ટર બન્યું હોય તેમ અવાર-નવાર ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજે વલસાડના ડુંગરી પાસેના દરિયા કિનારેથી ચરસ મળ્યું છે તો બીજી તરફ સુરતના દરિયા કિનારેથી 1 કરોડથી વધુની કિંમતનું ચરસ ઝડપાયું છે.

હાઈલી પ્યોર અફ્ઘાની ચરસનો હતો જથ્થો

ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાવવાના બનાવો સામે આવી રહ્યા છે. એક બાજુ વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી લગભગ 10 પેકેટ બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા પોલીસ ચોકી ઉડી હતી ત્યારે સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા નજીકથી પણ ત્રણ પેકેટ અફઘાની ચરસ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. વલસાડમાં દરિયાકાંઠે મળી આવેલા ચરસ બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હજીરા સહિત અન્ય દરિયાકાંઠા વિસ્તાર પર પેટ્રોલિંગ હાથ ધરાઈ હતી. તે દરમિયાન એસઓજીની ટીમને અફઘાની ચરસ મળી આવ્યું છે. જે અંગેની તપાસ હાલ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે.

દરિયા કાંઠેથી મળ્યું કરોડ રૂપિયાનું ચરસ (Etv Bharat Gujarat)

જાણીતી કોફી બનાવનાર કંપનીના પેકેટમાં મળ્યું ચરસ

વલસાડના ઉદવાડાના દરિયાકાંઠે બિનવારસી ચરસ મળી આવ્યું હતું. આ ઘટનાના ગણતરીના કલાકમાં સુરત શહેરના હજીરા વિસ્તારથી પણ બિન વારસી ચરસ મળી આવતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. હજીરાના દરિયા કિનારે મળી આવેલા ચરસની કિંમત લગભગ એક કરોડ રૂપિયા છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસમાં જાણવા મળ્યું છે કે આ અફઘાની ચરસ છે. એસઓજીના જણાવ્યા મુજબ આ હાઇ પ્યોરિટી અફઘાની ચરસ છે. જે ચરસનો જથ્થો એસઓજી એ જપ્ત કર્યો છે તે પ્રખ્યાત કોફી બનાવનાર એક કંપનીના પેકેટમાં મળી આવ્યું છે.

... અને હવે તો ઠેરઠેર બિનવારસી નશીલા પદાર્થો મળી રહ્યા છે

ગુજરાતના દરિયાકાંઠે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાવવાના બનાવો સામે આવી રહ્યા છે. એક બાજુ વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી લગભગ 10 પેકેટ બિનવારસી હાલતમાં ચરસ મળી આવતા પોલીસ ચોકી ઉડી હતી ત્યારે સુરત શહેરના હજીરા વિસ્તાર ખાતે આવેલા દરિયાકાંઠા નજીકથી પણ ત્રણ પેકેટ અફઘાની ચરસ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. વલસાડમાં દરિયાકાંઠે મળી આવેલા ચરસ બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હજીરા સહિત અન્ય દરિયાકાંઠા વિસ્તાર પર પેટ્રોલિંગ હાથ ધરાઈ હતી. તે દરમિયાન એસઓજીની ટીમને અફઘાની ચરસ મળી આવ્યું છે. જે અંગેની તપાસ હાલ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ તો હાલ સુરતની ઘટનાની વાત થઈ આવી તો અનેક ઘટનાઓ બની છે જેમાં ડ્રગ્સ, ચરસ જેવા નશીલા પદાર્થો આમ જ બિનવારસી હાલતમાં મળી આવતા હોય છે. હવે પ્રશ્નો ઘણા છે કે આ મળી આવેલા નાના નાના પેકેટ્સની સામે ગુજરાતમાં કેટલા મોટા જથ્થાનો પગ પેંસારો થઈ જતો હશે?

  1. 'મારા જીગરના ટુકડાંઓ'- અમિત શાહે યુવાનોને સંબોધતા તિરંગા યાત્રામાં શું કહ્યું? - Tiranga Yatra 2024
  2. વલસાડના દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વધુ 21 ચરસના પેકેટ મળી આવ્યા - 21 packets of charas found

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.