ETV Bharat / state

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે કામકાજ શરુ કરાયું, કપાસ અને મગફળીની મબલખ આવક આવી - LABH PANCHAM 2024

દિવાળીને લઇને મોરબી માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન હતું ત્યારે આજે લાભ પાચમના શુભ અવસરે માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરુ કરાયું હતું.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે કામકાજ શરુ કરાયું
મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે કામકાજ શરુ કરાયું (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 3:44 PM IST

મોરબી: દિવાળીના પર્વ નિમિતે મોરબી તેમજ વાંકાનેર અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું અને રજાઓ બાદ આજે લાભ પાંચમના શુભ અવસરે માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરુ કરવામાં આવ્યા હતા. મોરબી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મીની વેકેશન બાદ આજે લાભ પાંચમથી હરાજી શરુ કરવામાં આવી હતી.

કપાસ અને મગફળીની મબલખ આવક: આજે મોરબી યાર્ડમાં કપાસની 9000 મણ આવક થઇ હતી અને 1450 થી 1550 સુધીના ભાવો બોલાયા હતા. જ્યારે મગફળીની 3000 મણ આવક થઇ હતી. જેના 900 થી 1250 સુધી ભાવ બોલાયા હતા. ઉપરાંત ઘઉં, ચણા, એરંડા અને કઠોળ સહિતની પરચુરણ આવક પણ થવા પામી હતી. મોરબી ઉપરાંત વાંકાનેર અને હળવદ યાર્ડમાં પણ આજથી હરાજી શરુ થતા કપાસ અને મગફળી સહિતની જણસોની આવક શરુ થઇ હતી.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે કામકાજ શરુ કરાયું (etv bharat gujarat)

મોરબી શહેરની બજારો ધમધમતી થઇ: આજથી જ મોરબી શહેરમાં મોટાભાગની બજારોમાં દુકાનો ખુલી જતાં લોકો પણ ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે મોરબીની બજારોમાં ફરીથી ધમધમાટ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, આ વર્ષે દિવાળીના પર્વ પહેલા બજારોમાં સારી એવી ઘરાકી જોવા મળી હતી. જેના કારણે વેપારીઓની દિવાળી સુધરી જતાં વેપારી આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી. પાંચ દિવસ વેકેશનના કારણે બજારોમાં મોટાભાગની દુકાનો બંધ હતી અને વેપારીઓ વેકેશન કરવા નીકળી ગયા હતા. ત્યારે આજે લાભ પાંચમે વેપારીઓએ વેપાર-ધંધાના શ્રીગણેશ કરતા બજારોમાં રોનક જોવા મળી હતી.

આ પણ વાંચો:

  1. વિક્રમ સવંતના વર્ષમાં આવતી ચાર પંચમી પૈકીની આજે છે 'શ્રીપાંચમ': જાણો શું છે 'લાભ પાંચમ'નું મહત્વ
  2. "લાભ"ની પાંચમ, આજે ભુજના જથ્થાબંધ બજારમાં વેપારીઓએ કાંટાપૂજન કરીને વેપાર શરૂ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.