ETV Bharat / state

ગાંધીનગરના પાલજમાં હોલિકા દહનની સાથે જ ચોમાસાનો વરતારો, અંબાલાલ પટેલે કરી મોટી ભવિષ્યવાણી - Holi 2024 - HOLI 2024

ગાંધીનગરના પાલજ ખાતે રાજ્યની સૌથી મોટું હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પાલજમાં શિવરાત્રી બાદ હોલિકા દહનની તૈયારી શરૂ થઈ જતી હોય છે. 700 વર્ષ જૂની પરંપરા આજે પણ પાલજ ગામ દ્વારા જાળવવામાં આવી છે. 35 ફૂટ ઊંચી હોળી 30 મીટર ગોળ આંકની ત્રિજ્યામાં તૈયાર કરવામાં આવે છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 24, 2024, 11:06 PM IST

ગાંધીનગરના પાલજ ગામની હોળી

ગાંધીનગરઃ હોળીના તહેવાર પર તમામ લોકો પોતાની સોસાયટીમાં મહોલ્લામાં હોળી પ્રગટાવીને આવનારું વર્ષ કેવું રહેશે તેની પ્રાર્થના કરતા હોય છે. ત્યારે ગાંધીનગરના પાલજ ગામમાં ગુજરાતની સૌથી મોટી હોળી થાય છે. જેમાં એક મહિના પહેલા જ હોળીની તૈયારીઓની શરૂઆત થાય છે. ત્યારે પાલજની હોળીમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ પણ હાજર હોય છે અને તેઓ તાત્કાલિક આગામી વર્ષ કેવું રહેશે તેની પણ આગાહી કરે છે. ત્યારે આવનારું વર્ષ કેવું છે તે માટે જુઓ ઈટીવી ભારતનો આ વિશેષ અહેવાલ.

35 ફૂટ ઊંચી હોળી 30 મીટર ગોળ આંકની ત્રિજ્યામાં તૈયાર કરવામાં  હોળી

સૌથી મોટું હોલીકા દહનઃ ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવાનો શ્રેય પાલજ ગામને જાય છે. હોળીની વિશેષતાઓની વાત કરવામાં આવે તો 30 મીટર ગોળ આંકની ત્રિજ્યામાં આ હોળી તૈયાર કરવામાં આવે છે અને 35 ફૂટ ઊંચી આ હોળી હોય છે. પાલજ ગામના રહેવાસી સંજયસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે છેલ્લા 40 વરસથી હું અહીં હોળી માતાના દર્શન કરવા માટે આવું છું. અદાજીત 700 વર્ષ જૂની પરંપરા આજે પણ પાલજ ગામ દ્વારા જાળવવામાં આવી છે. લોકો હોય માતાને દર્શન કરી પરિક્રમા કરી માનતા માને છે અને માનતા પૂર્ણ થાય ત્યારે ફરી પાછા દર્શન કરવા માટે અચૂક આવે છે. અને 15 દિવસથી એક મહિના પહેલા જ ગામના યુવાઓને હોળી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.

હોળીના દર્શન કર્યા બાદ રાત્રિના સમયે લોકો હોળીના અંગારા ઉપર ચાલે છે અને લોકોને કોઈપણ પ્રકારની ઈજા કે હાનિક પહોંચતી નથી. લોકો અંગારા પર ખુલ્લા પગે ચાલીને ગામની માતાજી મહાકાળીના દર્શન કરે છે. મહાકાળી માતાજીના આશીર્વાદ હોવાથી લોકોને કોઈપણ પ્રકારની હાનિ થતી નથી. પાલજ -સંજયસિંહ બિહોલા, સ્થાનિક,પાલજ

ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી

ચોમાસાની આગાહીઃ પાલજની હોળી પ્રગટાવવામાં આવે ત્યારે અંબાલાલ પટેલ પણ પાલજ ગામમાં હાજર રહે છે. વરસાદની આગાહી કરે છે, ત્યારે આ વખતે હોળી પટાવ્યા બાદ અંબાલાલે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતનું ચોમાસું સારું રહેશે. પવન પશ્ચિમનો રહ્યો હતો અને તેનો ઝુકાવ નૈઋત્ય તરફ રહેતા ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. આ વખતે ચોમાસ પહેલા આંધી વંટોળનું પ્રમાણ જોવા મળશે. જ્યારે ચોમાસાની શરૂઆત તોફાન અને શાંતિથી થશે જેથી લોકોથી સાવચેત રહેવાની સૂચના પણ અંબાલાલે આપી છે. આ વખતે વરસાદ તોફાન સાથે આવશે ત્યારે અમુક સમય માટે વરસાદ અનિયમિત પણ થશે. આ વખતે ગરમીનું પ્રમાણ વધુ રહેશે. માર્ચ મહિનામાં 40 - 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના છે. 26 એપ્રિલ પછી ભારે ગરમી પડશે. કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન ઉપર જશે.

  1. હોળીના પર્વને લઈ યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર - Holi 2024
  2. હજારો વર્ષ પહેલા પોરબંદરના કાનમેરા ડુંગર પર શ્રી કૃષ્ણએ હોળી પ્રગટાવી હતી, આજે પણ જળવાઈ રહી છે પરંપરા - Kanmera Holi of Barda hills

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.