અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત રાજ્યના ઘણા એવા જિલ્લાઓમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ જાય તેવી પણ પરિસ્થિતિ જોવા માંઈ રહી છે. અને આરકરની સ્થિતિ હજુ પણ થોડા દિવસ જોવા મળશે. કારણ કે હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Latest Satellite imagery detects convective clouds leading to possibility of:
— India Meteorological Department (@Indiametdept) July 1, 2024
(i)Light to moderate rainfall at many places (occasional intense spell) accompanied with isolated thunderstorm & lightning over Saurashtra & Kutch, south Gujarat region, Madhya Pradesh, (1/4) pic.twitter.com/X62a604C7Y
ગુજકારત પર ચક્રવાતનું પરિભ્રમણ: ઉપરાંત દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ નોંધાયું છે જે સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ નમેલું છે. જે દર્શાવે છે કે આ ચક્રવાત ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને અસસરગ્રસ્ત કરી ત્યાં વરસાદી વાતાવરણ ઊભું કરે છે.
ભારે વરસાદની ચેતવણી: જે અનુસાર ભારતીય હવામાં વિભાગ દ્વારા 2 જુલાઇએ દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ પશ્ચિમ વિસ્તારો કચ્છ, દ્વારકા,પોરબંદર, જામનગર, જુનાગઢમાં ઓરેંગ અલર્ટ સાથે ચેતવણી આપવામાં આવી છે.
सौराष्ट्र एवं कच्छ में 02 जुलाई, 2024 को भारी वर्षा (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है।
— India Meteorological Department (@Indiametdept) July 2, 2024
Saurashtra & Kutch is very likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) on 2nd July, 2024. pic.twitter.com/PG24AMCG3g
ઓરેંજ એલર્ટ યથાવત: ભારતીય હવામાન દ્વારા બહાર પાડવામાં આવેલા માહિતી મુજબ આજ રોજ એટલે કે 3 જુલાઇએ પણ ભારે વરસાદની ચેતવણી છે. જ્યાં બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારોમાં ભારે તેમજ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા સ્થાનિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.