ETV Bharat / state

રાજકોટ રવિવારીના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસ, MLA મેવાણી પાથરણાવાળાઓની પડખે આવ્યા - Rajkot Ravivari

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 7:09 PM IST

રાજકોટના આજીડેમ નજીક ચાર દાયકા જૂની રવિવારી બજારમાં પાથરણાં રાખી વ્યાપાર કરતા નાના અને ગરીબ વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ મળી છે. આ મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં કલેકટર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી.

MLA મેવાણી પાથરણાવાળાઓની પડખે આવ્યા
MLA મેવાણી પાથરણાવાળાઓની પડખે આવ્યા (ETV Bharat Reporter)

રાજકોટ : આજીડેમ નજીક ચાર દાયકાથી રવિવારી બજાર ભરાય છે. અહીં નાના અને ગરીબ પરિવારો પાથરણાં રાખી વ્યાપાર કરે છે. જોકે હાલમાં જ આ વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ હેઠળ નોટિસ આપવામાં આવી છે. આ મામલે જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં વેપારીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

રાજકોટ રવિવારીના વેપારીઓને લેન્ડ ગ્રેબિંગની નોટિસ (ETV Bharat Reporter)

રવિવારીના વેપારીઓને નોટિસ : આ દરમિયાન ધારાસભ્ય મેવાણીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અધિકારીઓ અને બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી સેંકડો ગેરકાયદે બિલ્ડીંગો ઊભી કરી છે, તેની સામે કાર્યવાહી કરવાને બદલે આજી ડેમ ખાતે રવિવારી બજારમાં પેટીયું રળતા 500 જેટલા ગરીબ વેપારીઓને મુશ્કેલી પહોંચે તે રીતે લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારી છે. સાથે જ 150થી વધુ ટીપર વાનચાલકોને લઘુતમ વેતન આવતું નથી. જેથી આ બંને મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ. જો તેનું 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી જઈશું.

ટીપરવાનના ડ્રાઈવરોની સમસ્યા : આ આવેદનપત્રમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટીપરવાનના ડ્રાઈવર અને સંલગ્ન સ્ટાફને લઘુતમ વેતન ચૂકવવામાં આવતું નથી. પગાર સ્લીપ આપવામાં આવતી નથી અને અન્ય શ્રમ કાયદાનું ઉલ્લંઘન કરી તેમનું શોષણ કરવામાં આવે છે. નિયમાનુસાર લઘુત્તમ વેતન ચૂકવાય, પગાર સ્લીપ મળે, તેમનું પી.એફ. જમાં થાય એ માટે શ્રમ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને જરૂરી નિર્દેશ આપવામાં આવે.

કલેક્ટર સમક્ષ રજૂઆત : આવેદનપત્રમાં વધુમાં કહ્યું કે, આજ પ્રમાણે રાજકોટ શહેરના ઘણા પાથરણાવાળા, રેંકડીવાળા જે રવિવારી બજાર હોય છે. જેમનો શહેરની આર્થિક ગતિવિધિઓમાં મહત્વનો રોલ હોવાનું આ દેશની સંસદમાં પસાર થયેલા સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટમાં નોંધવામાં આવ્યું છે. તેઓને ત્યાંથી ખસેડી દેવા આ ગરીબ પાથરણાવાળાઓ લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી છે. આ સંદર્ભે લેન્ડ ગ્રેબિંગની કોઈ કાર્યવાહી આવા રોજ કમાઈને રોજ ખાનારા ગરીબો ઉપર ન કરવામાં આવે, તેઓને જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં ન આવે ત્યાં સુધી એ સ્થળેથી દૂર પણ કરવામાં ના આવે એ સુનિશ્ચિત કરશો.

  1. "કા માંગવા જઈએ કા ચોરી કરીયે સરકાર કે ઇ કરીયે હવે" દબાણ હટાવતા પાથરણાવાળા મહિલાની વ્યથા
  2. ઉપલેટા નગરપાલિકા કચેરી દ્વારા એક વર્ષથી ઠાલવાયેલ કાટમાળ અંગે બેદરકારી, મહિલાઓ રણચંડી બની

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.