જૂનાગઢ: દિવાળીના દિવસો દરમિયાન બ્યુટી ટ્રીટમેન્ટ ખૂબ જ મહત્વની જોવા મળે છે. સૌ કોઈ દિવાળીના આ દિવસો દરમિયાન પોતાનો વટ પડે તે માટે અલગ અલગ બ્યુટી ટ્રીટમેન્ટ અને અવનવા કપડા અને આભૂષણો પહેરતા હોય છે. ત્યારે દિવાળીના આ દિવસો દરમિયાન પાલતુ પ્રાણીઓ માટે પણ બ્યુટી ટ્રીટમેન્ટ અને અન્ય સૌંદર્ય લક્ષી કાળજી પાલતુ પ્રાણીઓના માલિકો દ્વારા લેવામાં આવતી હોય છે.
પ્રાણીઓના માલિક કે જેઓ પોતાને પાલતુ પ્રાણીઓના પેરેન્ટ્સ એટલે કે વાલી તરીકે ગણાવે છે તેઓ પોતાના પેટ (પાલતુ પ્રાણી) પાછળ પ્રતિ મહિને 1000 થી લઈને 2000 રૂપિયા સુધીનો ખર્ચ પણ કરતાં હોય છે.
દિવાળી દરમિયાન પાલતુ પ્રાણીઓની પણ વિશેષ કાળજી: દિવાળીના દિવસો દરમિયાન સૌ કોઈ પોતાનો વટ પડે તે માટે અલગ અલગ બ્યુટી ટ્રીટમેન્ટ, હેર ટ્રીટમેન્ટની સાથે અલગ વસ્ત્ર પરિધાન અને આભૂષણ પહેરીને બહાર નીકળકતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન સૌ કોઈ પોતાની અનુકૂળતા મુજબ વસ્ત્ર પરિધાન અને બ્યુટી ટ્રીટમેન્ટ લેતા હોય છે.
પાલતુ પ્રાણીઓની આ બ્યુટી ટ્રીટમેન્ટમાં મેકઅપ, હેર સ્ટાઈલ અને નેઈલ આર્ટનો પણ સમાવેશ થતો હોય છે . બિલકુલ આ જ પ્રકારે દિવાળીના આ દિવસો દરમિયાન પાલતુ પ્રાણીના વાલીઓ પણ પોતાના સ્વાન, બિલાડી કે અન્ય પ્રાણીઓ માટે ખાસ બ્યુટી ટ્રીટમેન્ટ માટે દિવાળીના દિવસોમાં પશુ તબીબોને ત્યાં આવતા હોય છે.
દિવાળીના દિવસોમાં ખાસ પાલતુ પ્રાણીઓની વિશેષ સારસંભાળ: દિવાળીના આ દિવસો દરમિયાન સ્વાન અને બિલાડી જેવા પાલતુ પ્રાણીઓના 'હેર આર્ટ', સાથે 'નેલ આર્ટ' પણ કરવામાં આવતા હોય છે. સાથે સાથે પાલતુ પ્રાણીઓના સુંદરતામાં વધારો થઈ શકે તે માટે ખાસ હેર ક્લિનિંગ પણ કરવામાં આવતું હોય છે. દિવાળીના આ દિવસો દરમિયાન 'ટીક ટ્રીટમેન્ટ' એટલે કે કીટકોના નિયંત્રણ માટેની ટ્રીટમેન્ટ પણ ખાસ થતી હોય છે. જેથી કરીને જે શ્વાન કે પાલતુ પ્રાણીના વાળ મોટા હોય તેમાં વણજોઈતા કીટકો દૂર કરી શકાય. વધુમાં આધુનિક સમયમાં હવે શ્વાન અને બિલાડી માટે તેમની બ્રિડને અનુરૂપ કપડાં પણ આવતા હોય છે.
પ્રાણીઓની કાળજી માટે ખર્ચો કરતાં ખચકાતા નથી પેટ પેરેન્ટ: આજકાલ કેટલાક માલિકો દ્વારા આ તમામ સામાનની ખરીદી પણ થતી હોય છે. આમ, જે રીતે પરિવારના સભ્યો હોય તેજ રીતે શ્વાન કે પાલતુ પ્રાણીઓના માલિક તેમના પાલતુ પ્રાણી માટે વર્ષ દરમિયાન બ્યુટી ટ્રીટમેન્ટ માટે પણ ખર્ચો કરતા હોય છે. સામાન્ય દિવસોમાં 10 થી 15 દિવસે કોઈપણ પ્રાણીને આ પ્રકારની ટ્રીટમેન્ટ માટે પશુ તબીબને ત્યાં લઈ જતા હોય છે. સામાન્ય રીતે એક મહિનામાં 1000 થી લઈને 2000 રૂપિયા સુધીનો ખર્ચ પણ બ્યુટી ટ્રીટમેન્ટ માટે થતો હોય છે, પરંતુ શોખ તેમજ પ્રાણીઓની કાળજી માટે પેટ પેરેન્ટ આટલો ખર્ચ કરવા પણ આજે તૈયાર હોય છે.
આ પણ વાંચો: