જૂનાગઢઃ આજે ઘઉં અને તુવેરની આવકથી જૂનાગઢ એપીએમસી છલકાઈ ગયું. છેલ્લી કેટલીક સીઝનથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો શિયાળામાં તુવેરના વાવેતર તરફ વળ્યા છે. જેને કારણે તુવેરનું ઉત્પાદન અને આવક પણ વધી રહી છે. તુવેરમાં ખેડૂતોને ખર્ચ ઓછો અને રોગ જીવાતનો ઉપદ્રવ પ્રમાણમાં મામુલી જોવા મળે છે. જેના પરિણામે ખેડૂતો તુવેરનું મબલખ વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે જુનાગઢમાં તુવેરનું મબલક ઉત્પાદન થશે તેવી સંભાવનાઓ છે.
ઉત્પાદન અને આવક બંનેમાં વધારોઃ આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરના 2100 રૂપિયા પ્રતિ 20 કિલો બજાર ભાવ બોલાયા છે. આ ભાવ સમગ્ર ગુજરાતમાં વધુ હોવાનું ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યા છે. શિયાળાની પ્રથમ સિઝનના ઘઉંની પ્રારંભિક દિવસોમાં ખૂબ સારી કહી શકાય તેવી આવક નોંધાઈ છે. આજે એક જ દિવસ દરમિયાન જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2700 કટ્ટા જેટલા ઘઉંની આવક જોવા મળી છે. બજારભાવો નીચામાં 400 અને ઊંચામાં 500 સુધી જોવા મળે છે. આ બજાર ભાવો અને આવક ઘઉંની સિઝનના પ્રારંભિક દિવસોની છે. આગામી દિવસોમાં ઘઉંની આવક વધવાની સાથે ગુણવત્તા યુક્ત ઘઉંના બજાર ભાવ વધવાની પણ પૂરી શક્યતાઓ છે.
ગત વર્ષ કરતા તુવેરના ઊંચા ભાવઃ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તુવેરના પ્રતિ 20 કિલો બજાર ભાવમાં 400 થી લઈને 500 રૂપિયા વધારો નોંધાયો છે. ગત વર્ષે તુવેરનો ઉંચો ભોવ 1400 રુપિયા બોલાયો હતો. જે આ વર્ષે વધીને 2100 રૂપિયા સુધી પહોંચ્યો છે. જેને કારણે પણ ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં તુવેરનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે. તેવી જ રીતે ઘઉંના બજાર ભાવોમાં પણ કોઈ પણ પ્રકારનો ઘટાડો નોંધાયો નથી. આગામી દિવસોમાં ગુણવત્તા યુક્ત સારા ઘઉંના બજાર ભાવ 500 થી લઈને 600 રૂપિયા સુધી પહોંચે તેવી પૂરી શક્યતા છે.
આજે એક જ દિવસ દરમિયાન જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 2700 કટ્ટા જેટલા ઘઉંની આવક જોવા મળી છે. યાર્ડમાં તુવેરના 2100 રૂપિયા પ્રતિ 20 કિલો બજાર ભાવ બોલાયા છે....ડી.એસ.ગજેરા(સચિવ, એપીએમસી, જૂનાગઢ)
છેલ્લી કેટલીક સીઝનથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતો શિયાળામાં તુવેરના વાવેતર તરફ વળ્યા છે. જેને કારણે તુવેરનું ઉત્પાદન અને આવક પણ વધી રહી છે. તુવેરમાં ખેડૂતોને ખર્ચ ઓછો અને રોગ જીવાતનો ઉપદ્રવ પ્રમાણમાં મામુલી જોવા મળે છે. જેના પરિણામે ખેડૂતો તુવેરનું મબલખ વાવેતર કરી રહ્યા છે....જયંતી ભાયાણી(ખેડૂત, જૂનાગઢ)