ETV Bharat / state

રાજકોટ અગ્નિ કાંડમાં મૃત દીકરાના વિયોગમાં પિતાનું મૃત્યુ, પરિવાર પર ફરી આભ ફાટ્યું - Rajkot fire incident - RAJKOT FIRE INCIDENT

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન વધુ એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. આ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું દીકરાના વિયોગમાં મોત નીપજ્યું છે. જાણો વિગતો આ અહેવાલમાં.

જશુભા જાડેજા અને વિશ્વરાજસિંહ
જશુભા જાડેજા અને વિશ્વરાજસિંહ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 4:18 PM IST

રાજકોટ: TRP ગેમ ઝોનમાં આગની દુર્ઘટના ઘટી હતી, જેમાં 27 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. દુર્ઘટનામાં મૃતકોના મોતનું દુઃખ હજુ ભુલાયું નથી ત્યાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિશ્વરાજસિંહ જાડેજાના વિયોગમાં તેના પિતા જશુભા જાડેજાનું પણ નિધન થયું છે.

નોકરીના પ્રથમ દિવસે જ TRP મોલમાં આગ લાગી: રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટનામાં વિશ્વરાજસિંહ જાડેજાનું નિધન થયું હતું. વિશ્વરાજસિંહની નોકરીના પ્રથમ દિવસે જ TRP મોલમાં આગ લાગી હતી, જેમાં તેમનું મોત થયું હતું. જોકે યુવકના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. અગ્નિકાંડમાં પુત્રને ગુમાવતા તેના પિતા જશુભા જાડેજા છેલ્લા 2 દિવસથી દીકરાના નામનું રટણ કરી રહ્યા હતા. જ્યારે પુત્રના વિયોગમાં જશુભાનુ પણ મોત થયું છે. થોડા દિવસના સમયગાળામાં જ પિતા-પુત્રના નિધનથી પરિવાર ઘેરા શોકમાં સરી પડ્યો છે.

અગ્નિકાંડની ઘટના બાદ સરકારે SITની રચના કરી:રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકારે SITની રચના કરી હતી અને તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. પોલીસ વિભાગના લાયસન્સ શાખાના તથા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરે કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર પરફોર્મન્સ લાયસન્સ આપ્યું હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પુત્રના વિયોગમાં પિતાનું મોત: જશુભા હેમુભા જાડેજાનું મૃત્યુ નિપજતાં પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય હતી. કારણ કે માત્ર 12 દિવસમાં બે-બે સભ્યોના મોત નિપજ્યા છે જેમાં પુત્રના વિયોગમાં પિતાનું મોત થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. ઉલ્લેખનીય છે કે, 24 વર્ષીય વિશ્વરાજસિંહ જાડેજા TRP ગેમઝોનમાં નોકરીમાં રહ્યા હતા અને દુર્ઘટના બની એ દિવસે તેમની નોકરી પર ફરજનો પ્રથમ દિવસ હતો અને અગ્નિકાંડ સર્જાતા તેમનું આગ લાગતા મોત નીપજ્યું હતું.

  1. માંડવીના કરંજ ગામે ત્રણ યુવાનોએ કિશોરીઓની કરી છેડતી - molested of 3 teenager girl
  2. કરછમાં 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો, પોલીસે 7 આરોપીને ઝડપ્યા - robbery case solved in kutch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.