ETV Bharat / state

"HMPV વાયરસથી ગભરાવાની જરૂર નથી, માત્ર સતર્ક રહો" અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટની સાચી સલાહ - HMPV

ચીનમાં પ્રસરેલા "HMPV વાયરસ"નો ભારત પ્રથમ કેસ બેંગલોરમાં નોંધાયો, જે બાદ અમદાવાદમાં પણ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સજાગ થયું છે.

અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ
અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 18 hours ago

અમદાવાદ : વર્ષ 2020 માં આવેલા "કોરોના" બાદ હાલમાં જ ચીનમાંથી પ્રસરેલા "HMPV વાયરસ" નો ભય લોકોને સતાવી રહ્યા છે. ભારતમાં પ્રથમ બેંગલુરુ અને પછી અમદાવાદમાં પણ હ્યુમન મેટાપ્યુમોવાયરસનો કેસ નોંધાયો હતો.

HMPV વાયરસનો ખૌફ : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે મહિનાના બાળકમાં હ્યુમન મેટાપ્યુમો વાયરસના લક્ષણો જોવા મળ્યા હતો. ત્યારથી જ HMPV વાયરસને લઈએ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે ખાસ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે આ વાયરસ પ્રત્યે લોકોમાં જાગૃતતા આવે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રયાસ પણ કરાયા છે.

"ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહો" : ડૉ. રાકેશ જોષી (ETV Bharat Gujarat)

અમદાવાદ સિવિલ સજ્જ : HMPV વાયરસ અંગે માહિતી આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, રાજ્યમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયા બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, આપણે ચોક્કસપણે સાવચેત રહેવું પડશે.

HMPV વાયરસની સારવાર શું ? ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું કે, આ વાયરસ નવો નથી. ખાસ કરીને શિયાળા દરમિયાન ચેપના કેસો જોવા મળે છે. આ વાયરસના ચેપ માટે કોઈ રસીકરણ અથવા ચોક્કસ દવા નથી. લક્ષણો અનુસાર સારવાર આપવામાં આવે છે. જો આપણે બધું જાળવીએ તો પાંચથી સાત દિવસમાં રિકવરી આવી જાય છે.

HMPV વાયરસથી બચવા શું કરશો ? જે લોકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ ચેપ વધુ સામાન્ય હોઈ શકે છે. એટલે જ તમને તાવ, શરદી અથવા ઉધરસનો અનુભવ થાય છે, તો બહાર ના નીકળો અને તમારી જાતને આઇસોલેટ કરો. જો તમને જરૂરી લાગે તો માસ્કનો ઉપયોગ કરો. સરકાર તરફથી મળતી સૂચનાઓને ફરજિયાત પણે અનુસરો, જેથી તેનો ધ્યેય પરિપૂર્ણ થાય.

"ચિંતા કરવાની જરૂર નથી, માત્ર સાવચેત રહો" : ડૉ. રાકેશ જોષી

આ વાયરસ ખૂબ જ જૂનો છે, તેથી લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ તેનાથી સતર્ક રહેવાની જરૂર છે. જો શરદી, ખાંસી અથવા તાવ હોય તો જાતે સારવાર ન કરવી અને ડૉક્ટર પાસે જવું. ડોક્ટરની સલાહ પ્રમાણે આગળની સારવાર કરવી, જેથી ઝડપથી સ્વસ્થ થઈ જઈએ. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવાની જરૂર છે.

સિવિલ હોસ્પિટલમાં HMPV વોર્ડ તૈયાર : ઉલ્લેખનીય છે કે, આ HMPV વાયરસને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં 15 બેડ HMPV ના દર્દીઓ માટે આરક્ષિત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની ગાઇડલાઇન અનુસાર HMPV વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

  1. ભારતમાં HMPV કેસમાં સતત વધારો, શું 5 નવા કેસ બાદ ચિંતા કરવી જોઈએ?
  2. "HMPV વાયરસથી ગભરાશો નહીં, ચિંતાનું કારણ નથી"-ભારતીય આરોગ્ય સંસ્થા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.