ETV Bharat / state

ગુજરાતમાં ફરી વરસાદ જામ્યો, જુઓ ક્યાં કેટલો વરસાદ? - gujarat rainfall - GUJARAT RAINFALL

ગુજરાતમાં ફરી વરસાદ જામ્યો
ગુજરાતમાં ફરી વરસાદ જામ્યો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 4:03 PM IST

Updated : Sep 3, 2024, 10:01 PM IST

તાજેતરમાં જ અરબી સમુદ્રમાં બનેલું અસના વાવાઝોડું પણ રાજ્યથી દૂર જઈને દરિયામાં નબળું પડી ગયું છે અને તે પણ વેલમાર્ક લૉ-પ્રેશર એરિયામાં પરિવર્તિત થઈ ગયું છે. હવે આગામી 12 કલાકમાં તે હજી પણ નબળું પડીને લૉ-પ્રેશર બની જશે અને પછી આ સિસ્ટમ વિખેરાઈ જશે. જોકે, અસના વાવાઝોડાની નબળી પડેલી સિસ્ટમની ગુજરાતમાં કોઈ અસર થવાની નથી. હાલનો વરસાદ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમને કારણે થઈ રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે હજી વધુ એક લૉ-પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં સર્જાવાની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા વધુ એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.

LIVE FEED

9:48 PM, 3 Sep 2024 (IST)

મહિસાગરમાં મેઘ મહેર: ભારે વરસાદથી કડાણા ડેમ છલકાયું તો બીજી તરફ તળાવ તૂટયા

મહીસાગર: મહીસાગર જિલ્લાના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે. આઠ જિલ્લાનો જીવા દોરી સમાન કડાણા ડેમમાં સતત પાણી આવકમાં વધારો થયો છે. કડાણા ડેમમાં હાલ 95 હજાર કયુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમ ભયજનક સપાટી વટાવી લેતા કડાણા ડેમ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ દ્વારા 1 લાખ 3 હજાર ક્યુસેક પાણી છોડતા મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ કડાણા ડેમના 3 ગેટ ખુલ્લા કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, કડાણા ડેમનું હાલનું રૂટ લેવલ 417.2 ફુટ પર પોહચતાં પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડાતા મહીસાગર નદી કાંઠાના 45 ગામને સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરી છે. કડાણા ડેમમાં પાણી છોડાતા હાલ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સજજ બન્યું છે.

ઉપરાંત ભારે વરસાદના કારણે લુણાવાડાના નાના સોનેલામાં આવેલું 22 એકરનું તળાવની પાળ એક જ અઠવાડિયામાં બીજી વખત તૂટી છે અને તેના પાણી કેનાલોમાં ઘૂસ્યા છે, મહીસાગર જિલ્લામાં હજુ કેટલાય તળાવો ઓવરફૂલ થઈ શકે છે.

9:39 PM, 3 Sep 2024 (IST)

વલસાડ જિલ્લામાં સવારે છ તાલુકાઓ મળી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

વલસાડ: હવામાન વિભાગની જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદની હેલી જોવા મળી હતી. જિલ્લામાં સવારે છ તાલુકાઓ મળી અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને પગલે અનેક નિશાળ વાળા ક્ષેત્રમાં પાણી ભરાયા હતા વલસાડ શહેરના છીપવાડ ગરનાળા મોગરાવાડી સહિત વિસ્તારમાં તેમજ નાનકવાડા અને ભાગડાવાળા જેવા વિસ્તારમાં સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા.

મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું: ભારે વરસાદને કારણે દમણ ગંગા નદી ઉપર બનેલા મધુબન ડેમમાંથી સવારે 9 વાગ્યા બાદ સમય અંતરે 25 હજાર દિવસે પાણી છોડવામાં આવ્યું હતું. હાલમાં ડેમની સપાટી 77.00 મીટર પહોંચી છે જ્યારે ઇનફ્લો 41514 ક્યુસેક તેમજ આઉટફ્લો 21,284 ક્યુસેક નોંધાયો છે ડેમના આઠ દરવાજા એક મીટર સુધી ખોલી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લામાં સરેરાશ અઢી ઇંચ વરસાદ: વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં આજે અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 4 ઇંચ, ધરમપુર તાલુકામાં 1 ઇંચ, પાલડી તાલુકામાં 2 ઇંચ, કપરાડા તાલુકામાં 2 ઇંચ, ઉમરગામ તાલુકામાં 2 ઇંચ અને વાપી તાલુકામાં 3 ઇંચ મળી 6 તાલુકાઓ મળી સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જોકે બપોર બાદ વરસાદનું જોર ઘટ્યું છે જેને પગલે હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ વરસાદી માહોલ રહે અને 40 km ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે જેને પગલે વહીવટી તંત્ર પણ તકેદારી રાખી રહ્યું છે.

7:10 PM, 3 Sep 2024 (IST)

સાબરકાંઠામાં આઠ તાલુકા પૈકી સાત તાલુકામાં મેધ મહેર: સ્કૂલમાં પાણી ફરી વળતા બાળકોને મોટી અગવડ પડી

સાબરકાંઠા: ચાર દિવસના વિરામ બાદ સાબરકાંઠા જિલ્લામાં મેધરાજા મહેરબાન થયાં છે. જિલ્લામાં અવિરત વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની વ્યાપક આવક જોવા મળી રહી છે. ગુહાઇ ડેમમા 1,535 કયુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની જળસપાટી 34.80 ટકા પર પહોચી છે, જ્યારે હાથમતી ડેમમા 175 કયુસેક પાણીની આવક થઈ રહી છે. હાથમતીની જળસપાટી 37.68 ટકા ટકા પર પહોચી છે. હરણાવ જળાશય યોજના 97.80 ટકા પર પહોચી છે. હરણાવ જળાશયમાં 110 કયુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. સામે 110 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. જ્યારે જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ પ્રાંતિજમાં 116 મીમી, હિમતનગર 108 મીમી, તલોદ 86 મીમી, ઇડર 63 મીમી, ખેડબ્રહ્મા 30 મીમી, વિજયનગર 32 મીમી, તેમજ વડાલી 68 મીમી વરસાદ ખાબક્યો હતો. જોકે અંતરિયાળ વિસ્તારનાં પોશીનામાં નહિવત વરસાદ નોધાયો હતો. જીલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા બાદ લોકોને નદી કિનારે ન જવા માટે અપીલો કરવામાં આવી હતી. જીલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેતીને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જેમાં કપાસ, બાજરી, જુવાર, શાકભાજી સહિતના પાકોને નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે જે પગલે અવિરત વરસાદને લઈ ખેડુતોની ચિંતામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

હિંમતનગર વિસ્તારમાંથી પસાર થતી હાથમતી નદીમાં નવા નીર આવ્યા હતા ત્યારે હિંમતનગર મહેતાપુરા રોડ કોઝવે ઉપર પાણી ફરી પડ્યા હતા. પરિણામે અવરજવર પર પ્રતિબંધ મુકાયો હતો. સ્થાનિક પોલીસે અવધ જરૂર પર મેડીકેટ મૂકી કોઈ ન જાય તે માટેની વ્યવસ્થા કરી હતી.

વિજયનગરના અંતરિયાળ વિસ્તારમાં રાજસ્થાન સરહદી ગ્રામીણ વિસ્તારોમાં અવિરત વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી ભર્યા હતા, તેમજ પ્રાથમિક સ્કૂલમાં પાણી ફરી વળતા બાળકોને મોટી અગવડ પડી હતી. પાઠ્યપુસ્તકો અને ભણતરની સામગ્રી પલળી જતા મુશ્કેલીનું સામનો કરવો પડ્યો હતો. જોકે શિક્ષકો સાફ-સફાઈ કર્યા બાદ શિક્ષણ કાર્ય શરૂ કરાશે. હાલમાં હરણાવ નદીનું પાણી નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

સાબરકાંઠામાં ભારે વરસાદ (સાબરકાંઠામાં ભારે વરસાદ)

6:45 PM, 3 Sep 2024 (IST)

પાટણ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતવર્ગ બન્યો ચિંતિત, ખેતરો બેટમાં ફેરવાયા

પાટણ: વિસ્તારના હારીજ સમી, સાંતલપુર, રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસથી સતત મેઘમહેર યથાવત છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે પંથકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. પાટણ જિલ્લાના 5 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસથી અનરાધાર વરસેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેને લઇને ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે. પાટણ જિલ્લામાં એરંડા, ગવાર, અડદના એક લાખ 92000 એક્ટરનું વાવેતર કરવામાં આવ્યું હતું. સૌથી વધારે એરંડાનું પાકને નુકસાન થયું છે.

પાટણમાં ભારે વરસાદ (ETV Bharat Gujarat)

5:41 PM, 3 Sep 2024 (IST)

સુરત સહીત દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત મેઘમહેર: ઘરોમાં પાણી ભારતા ઘર વખરીને પણ નુકશાન

સુરત: જિલ્લામાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી છે. માંગરોળ તાલુકામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હતા, જેને લઈને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઘરોમાં પણ પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ નુકશાન થયું હતું.

ગતરાતથી સવાર સુધીમાં સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. માંગરોળ તાલુકાના મોસાલી બજાર, ટાંકી ફળિયું, મોટું ફળિયું, તળાવ ફળિયામાં પાણી ભરાયા હતા જેને લઈને લોકોને હાલાકી પડી હતી. રાતથી સવાર સુધી વરસાદ વરસ્યો હતો જેને લઈને અમુક કાચા મકાન પણ જમીન દોસ્ત થયા હતા. બીજી તરફ પાણી લોકોના ઘરોમાં પણ પ્રવેશી ગયા હતા જેને લઈને લોકોની ઘર વખરીને પણ નુકશાન થયું હતું. લોકો ઘરમાં પ્રવેશેલા પાણી ડોલ વડે બહાર કાઢતા નજરે ચડ્યા હતા. ગત રાતે અહી રોડ પર જાણે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા, માંડવી, કામરેજ, ચોરાસી, પલસાણા, બારડોલી, મહુવામાં વરસાદ નોંધાયો હતો.

સ્થાનિકએ જણાવ્યું હતું કે, રાતે લગભગ 9 વાગ્યાથી વરસાદ શરુ હતો જે સવારે 8 વાગ્યા સુધી સંદતર વરસાદ ચાલુ રહ્યો હતો. પરિસ્થિતિની વાત કરીએ તો દરેક ઘરમાં લગભગ 3 થી 4 ફૂટ જેટલા પાણી હતા. જો કે હાલ પાણી ઓસરી ગયા છે. આદિવાસી વિસ્તારમાં લગભગ 5 થી 6 ફૂટ જેટલા પાણી હતા અમુક કાચા ઘરો સંદતર જમીન દોસ્ત થઇ ગયા છે. તંત્ર પાસે માંગણી છે કે જેમના કાચા ઘરો તૂટી ગયા છે તેઓ માટે હાલ રહેવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. જોકે આગળ એક દીવાલ હતી તે સ્વયંભુ તૂટી ગયી છે જેથી પાણી પણ ઝડપથી નીકળી ગયું છે.

સુરતમાં ભારે વરસાદ (ETV Bharat Gujarat)

4:11 PM, 3 Sep 2024 (IST)

તાપીમાં ભારે વરસાદને પગલે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા

તાપી: તાપી જિલ્લામાં પડેલ વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહેતી થાય હતી જેને કારણે જિલ્લાના અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. જેને લઇ અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. હાલ વરસાદનું જોર ઘટતા નદી નાળાઓમા આવેલ પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો આવ્યા છે. પેરરવળ ગામથી જાખરી ગામને જોડતો માર્ગ સિઝમમાં બીજી વાર ધોવાય જતા 15 થી 20 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. સાથે પંચોલ ગામથી પંચોલ ગામને જોડતો લે લેવલ પુલ પાણીમાં ધોવાય જતા વાહન ચાલકો વધતા વહેલી તકે સર રસ્તા બનાવવામાં આવે તેવી ગ્રામ જનો માંગ કરી રહ્યા છે.

ડોલવણ તાલુકાના પલાસ્યા, પંચોલ, પાટી, અંબચ જેવા ગામોને રસ્તા ધોવાય જતા સીધા સંપર્ક વિહોણા બનતા તંત્ર દ્વારા એસડીઆરએફ તથા એનડીઆરએફની ટીમ જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી હતી. સંપર્ક વિહોણા બનેલા ગામોના લોકો સુધી પાણીનું વહેણ ઓછું થતાની સાથે તંત્ર તેમની મદદે પહોંચી હતી. તાપી કલેકટર દ્વારા જરૂરી ખાતાને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી હતી.

ડોલવણ તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો હતો. પરંતુ અનેક ગામોમાં લોકોના ઘરમાં પાણી ભરાય જતા ઘર વખરી સાથે ઘરના પત્ર સહિતની ખેતરોમાં પણ પાણી ભરાય જતા ભારે નુકસાની પણ થઈ છે. જેને લઇ પૂરના પાણીનો ભોગ બનેલા લોકો યોગ્ય વળતર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

ડોલવણ તાલુકામાં ધોવાયેલ રોડ રસ્તાઓના કારણે સંપર્ક વિહોણા બનેલા પેરવળ ગામના સરપંચ સંદિપ ગામીતે જણાવ્યું હતું કે ભારે વરસાદને લીધે આ રસ્તાનું બીજી વાર ધોવાણ થયું છે અને આ રસ્તો ધોવાય જવાથી દસ થી પંદર ગામોને અસર થાય છે અને રોજગારી માટે જવાનું અટકે છે અને આ રસ્તો વ્યારા મુખ્ય મથક સાથે જોડાયેલો રસ્તો છે સાથે તેમણે સરકાર પાસે માંગ કરી હતી કે રસ્તાના બે ત્રણ ગાળા વધારી આપવામાં આવે તેવું તેમણે જણાવ્યું હતું.

ઓલણ નદી પરનો લો લેવલ પાણીમાં ધોવાય જતા સ્થાનિક રહેવાસી ભાવેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે ઓલણનદી પર બનાવામાં આવેલ પુલ ઘણો નીચો હોવાથી થોડો ઘણો વરસાદ આવવાથી પુલ પરથી પાણી જવા માંડે છે અને પુલ પરથી અવર જવર બંધ થય જાય છે. કાલે જે પૂર આવ્યું તેમાં ઘણું બધું પાણી નદીમાં આવ્યું હતું અને આ પુલને ઘણું નુકશાન થયું છે અને મોટા વાહનોની અવર જવરના બંધ થયા છે માત્ર ટુ વ્હીલર ગાડી જ જેમ તેમ જય સકે છે આ પુલને લીધે આઠ થી 10 ગામોને અસર થાય છે. આ પુલ વહેલી તકે બની જાય તો ઘણું સારું રહેશે. તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તાપીમાં ભારે વરસાદ (તાપીમાં ભારે વરસાદ)

3:50 PM, 3 Sep 2024 (IST)

નવસારીમાં ભારે વરસાદને પગલે ફરી પુરીની સ્થિતિનું નિર્માણ

નવસારી: નવસારીના ઉપરવાસના ડાંગ, સુરત અને તાપી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની નદીઓના જળસ્તર ઊંચા જતા પુરની સ્થિતિ બની હતી. નવસારીની પૂર્ણા નદીમાં મોડી સાંજથી વરસાદની સ્થિતિનું નિર્માણ થતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જોકે મોડી સાંજથી નવસારી સહિત ઉપર વાસના જિલ્લાઓમાં વરસાદ ધીમો પડતા રાહત મળી છે સાથે જ પૂર્ણામાં પણ પૂરના પાણી ઉતરવાની શરૂઆત થઈ છે જેથી શહેરના નિચાણવાળા વિસ્તારોને રાહત મળી છે, જોકે ગત મોડી રાતે અમાસની ભરતીના કારણે નદીની સપાટી ઘણી ધીમી ગતિએ ઉતરી રહી છે જેથી હજી પણ નવસારીના ભેંસત, ખાડા, રામલા, મોરા, કાશીવાડી, રિંગ રોડ, કમેલા, દરવાજા, નવીન નગર, શાંતાદેવી રોડ, મીઠીલા નગરી, રૂસ્તમ વાડી જેવા વિસ્તારોમાં પૂરના પાણી ઉતર્યા નથી. પરંતુ પૂરના પાણી ઓસરવાની શરૂઆત થતાં પાલિકા તંત્ર સહિત જિલ્લા વહીવટી તંત્રને રાહત દેખાઈ રહી છે જો કે પુર ઓસરતા જ શહેરના ચાલીસ ટકા વિસ્તારમાં ફેલાયેલી ગંદકીની સાફ સફાઈ માટે પાલિકાએ કમર કસવી પડશે. સ્થાનિક સલીમભાઈ એ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પૂરના પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થયા છે અને અનેક ઘરોમાં પાણી ભરાયા છે જેને લઈને અમે ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. આખી રાત સલામત જગ્યાએ રાત કાઢી અમે ફરી આજે ઘરે આવ્યા છે અને અમારા ઘર વખરીનો સામાન જે અન્ય જગ્યાએ ખસેડ્યો હતો તેને ગોઠવવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. હાલ વરસાદ થંભી જાય તેવી અમે પ્રાર્થના કરી રહ્યા છે.

નવસારીમાં ભારે વરસાદ (ETV Bharat Gujarat)

Last Updated : Sep 3, 2024, 10:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.