સાબરકાંઠા: સહિત સમગ્ર દેશભરમાં આજે દશેરાની ધૂમ છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં આવેલી ચૌધરી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રમઝટ 2024 અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તેમજ નવરાત્રીનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત સાબરકાંઠા લોકસભા સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્ય તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ વિશેષ હાજર રહ્યા હતા.
ઇડર કોલેજમાં રાસ ગરબાનું આયોજન: આગામી સમયમાં જિલ્લાભરમાં ઇડર કોલેજ નંબર 1 સ્થાન પ્રાપ્ત કરે તેવી આજના દિવસે જગત જનની માઁ જગદંબાને આરાધના કરી હતી. સાબરકાંઠાના ઇડરમાં આવેલી ચૌધરી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આજે રમઝટ 2024 અંતર્ગત ઇનામ વિતરણ તેમજ રાસ ગરબાનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા: સાબરકાંઠા જિલ્લા લોકસભા બેઠકના સાંસદ શોભનાબેન બારૈયા સહિત ઈડરના સ્થાનિક ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હાજર રહેલા કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના મેદાનમાં રાસ ગરબા થકી નવરાત્રિ માઁ જગદંબાની આરાધના કરી હતી.
રમણલાલ વોરા ગરબા ગાતા નજરે પડ્યા: આજના પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરા ગરબા ગાતા નજરે પડ્યા હતા. જેની સાથે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા સમિત હાજર રહેલા આમંત્રિતોએ જગતજનની માઁ જગદંબાની વિશેષ પૂજા આરતી કરી હતી. જોકે આગામી સમયમાં ઈડર કોલેજ જિલ્લામાં નંબર 1 બને તે માટે વિદ્યાર્થીઓ વિશેષ મહેનત કરી તેમજ માઁ જગદંબા તેમને સહયોગ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: