ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ખાતે "લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ - GUJARAT LEGISLATIVE ASSEMBLY

ગાંધીનગરમાં આજે ગુજરાત વિધાનસભા ખાતે લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કાયદા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ
લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ (ગુજરાત માહિતી વિભાગ)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2024, 1:42 PM IST

ગાંધીનગર : આજે 22 ઓક્ટોબર, મંગળવારના રોજ ગુજરાત વિધાનસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા I.CP.S અને G.N.L.U ના સંયુક્ત ઉપક્રમે "લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ"નો શુભારંભ થયો છે.

"લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ" : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં મુલ્કી સેવા વર્ગ 1 ના વિવિધ અધિકારીઓએ સહભાગી બની તાલીમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કાયદા નિષ્ણાતો દ્વારા વિવિધ ક્ષતિરહિત કાયદાની રચના કરવા માટેના મૂળભૂત સિદ્ધાંતો તથા ભારતીય બંધારણમાં કરવામાં આવેલ કાયદાકીય જોગવાઈ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ
લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગ તાલીમ કાર્યક્રમ (ગુજરાત માહિતી વિભાગ)
  • કાયદાના શબ્દો સરળ હોવા જોઈએ, જેથી સામાન્ય માણસ પણ તેને સમજી શકે : શંકર ચૌધરી

કાર્યક્રમને સંબોધતા શંકર ચૌધરીએ જણાવ્યું કે, જાહેર જીવનમાં મેં ઘણી બધી ઘટનાઓમાં કાયદાની અગત્યતા સમજી છે. કાયદાના ડ્રાફટીંગમાં ઉભી થયેલી ગૂંચવણ તેના અમલીકરણમાં મુશ્કેલી ઉભી કરે છે, જેથી ડ્રાફટીંગમાં તેની સ્પષ્ટતા જરૂરી છે. કાયદો બનાવવા ઉપયોગમાં લેવાતા શબ્દો સરળ હોવા જોઈએ. જેથી કાયદો સામાન્ય માણસ પણ સરળતાથી સમજી તેનું પાલન કરી શકે. અંગ્રેજોના સમયમાં કાયદાનું ઘડતર પ્રજાને નિયંત્રિત રાખવાના ઉદેશ્ય સાથે કરવામાં આવતું હતું. આજે લોકશાહી તંત્રમાં કાયદો લોકોની સુખાકારી તેમજ તેમને રક્ષણ આપવાના ઉદેશ્યથી ઘડવામાં આવે છે.

શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, કોઈપણ કાયદો બનાવતા પહેલા પ્રજાના પ્રતિનિધિઓને પણ તેના ડેટા આધારિત જાણકારી આપવી જોઈએ, જેથી ગૃહમાં ધારાસભ્યો તેના ડેટા આધારિત ચર્ચા કરી શકે. કોઈપણ કાયદો અમલમાં આવે તે પહેલા તેનું અર્થઘટન પ્રજા માટે કેવું હશે તેને પણ ચકાસવું જોઈએ. આજે ગુજરાત વિધાનસભા ખાતે આયોજિત આ તાલીમમાં ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટે જનરલથી લઈ નિવૃત્ત ન્યાયાધીશ અધિકારીઓને ડ્રાફટીંગ બાબતે માર્ગદર્શન કરશે. જે આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. તેમનું માર્ગદર્શન આગામી સમયમાં કાયદો ડ્રાફટીંગ કરતા અધિકારીઓ માટે ખૂબ ઉપયોગી થશે.

  • આધુનિક યુગમાં કાયદામાં સુધારા કરવો એ આજના સમયની માંગ છે : કમલ ત્રિવેદી

રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, લેજિસ્લેટિવ ડ્રાફ્ટીંગની આજના સમયમાં તાતી જરૂરિયાત છે. કોઈ પણ કાયદાકીય ડ્રાફ્ટ તૈયાર કરતા પહેલા તેની સમાજ પર કેવી અસર થશે તે અંગે કેટલાક ઉદાહરણ દ્વારા તાલીમાર્થીઓને ડ્રાફ્ટના લખાણ અંગે ખ્યાલ આપતા કમલ ત્રિવેદીએ જણાવ્યું કે, કાયદાનું ડ્રાફ્ટ કરનાર એક્સપર્ટ ઇનોવેટિવ, ડાયનેમિક્સ, રિયાલિસ્ટિક અને રીસર્ચફૂલ હોવા જોઈએ. પહેલાના સમયમાં કાયદાનું ઘડતર કયા હેતુથી થતું અને હાલના સમયમાં નવા કાયદામાં કેવા સુધારા કરવામાં આવ્યા છે, તે અંગે તાલીમાર્થી અધિકારીઓને વિશેષ ઉદાહરણ આપી ખ્યાલ આપ્યો હતો. આજના આધુનિક યુગમાં કાયદાની પરિભાષા બદલાઈ રહી છે, જેથી સમયાંતરે એમાં સુધારા કરવો એ આજના સમયની માંગ છે.

આ કાર્યક્રમમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ રવિ ત્રિપાઠી, વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વિધાનસભાના સભ્ય અમિતભાઈ ચાવડા, વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા તથા વિધાનસભાની કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ સહિત મુલ્કી સેવાના તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. "સામાજિક ન્યાય માટે જાતિ આધારિત વસ્તી ગણતરી જરૂરી " : અમિત ચાવડા
  2. ચોમાસુ સત્રમાં સરકારે CAG રિપોર્ટ અંતિમ દિવસે રજૂ કરવાની પરંપરા જાળવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.