અમદાવાદ: આજે 21 ઓગસ્ટ એટલે કે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પુષ્પાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં "રાજીવ ગાંધી અમર રહો" ના નારા સાથે સમગ્ર રાજીવ ગાંધી ભવન ગુંજી ઉઠ્યું હતું અને આ કાર્યક્રમમાં રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હેમતસિંહ પટેલ, ગુજરાત કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી શૈલેષ પરમાર, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સવારે 11:30 વાગ્યે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે દેશના પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના નેતા રાજીવ ગાંધીને પુષ્પાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ આવ્યા હતા.
રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પત્રકારોને સંબોધિતા વાત કરી હતી કે વિરોધી દળોએ રાજીવ ગાંધી પર ઘણા આક્ષેપો પણ કર્યા હતા. તો પણ તેમના ચરિત્ર પણ દાગ લગાડી શક્યા નહીં.
રાજીવ ગાંધીએ નિષ્ઠા અને પ્રમાણિકતાથી એવું કાર્ય કર્યું કે વિશ્વમાં માત્ર એક એવા નેતા કે જેમને મિસ્ટર ક્લીનનું બિરુદ મળ્યું હતું. વિરોધી દળો દ્વારા તેમના પર પણ પૈસા ખાવાના આક્ષેપો લગાડાયા હતા અને કહેવામાં આવતું હતું કે અમને સાત દિવસ આપો તો અને તમને પુરાવા પણ આપી શકીએ છીએ. પરંતુ સાત દિવસના સાત અઠવાડિયા જતા રહ્યા તો પણ તેઓ પુરાવા આપી શક્યા નહીં અને હાઇકોર્ટ થતા સુપ્રીમ કોર્ટે પણ રાજીવ ગાંધીને ચિટ આપી હતી.
જે સમયે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. તે સમયે ભારતીય જનતા પાર્ટીના માત્ર બે સાંસદો હતા. જો રાજીવ ગાંધી ઇચ્છતા તો તેઓ પણ ભાજપ મુક્ત સંસદની વાતો કરી શકતા હતા. પરંતુ તેમને પોતાની નિષ્ઠા અને પ્રમાણિકતાથી એવું ક્યારેય કર્યું નથી.