ETV Bharat / state

જૂનાગઢના આ મહાલક્ષ્મી મંદીરમાં દર્શનનો અનેરો મહિમા, દિવાળીની વહેલી સવારથી લાગે છે ભાવિકોની ભીડ

દિવાળીના મહાપર્વે જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે વહેલી સવારથી મહાલક્ષ્મી માતાના દર્શન કરવા ઉમટી પડે છે.

દિવાળીના પર્વે મહાલક્ષ્મી માતાના દર્શન કરવાનો અનોખો મહિમા
દિવાળીના પર્વે મહાલક્ષ્મી માતાના દર્શન કરવાનો અનોખો મહિમા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 3 hours ago

જુનાગઢ: આજે દિવાળીના મહાપર્વે જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે વહેલી સવારથી જુનાગઢ વાસીઓ મહાલક્ષ્મી માતાના દર્શન કરીને દિવાળીના તહેવારની શુભ શરૂઆત કરી હતી, છેલ્લાં અનેક દાયકાઓથી દિવાળીના દિવસે માતા લક્ષ્મીના દર્શન કરીને જૂનાગઢવાસીઓ નવા વર્ષની શરૂઆત કરતા હોય છે.

આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. વહેલી સવારે પાંચ વાગ્યે મંદિરના કપાટ ખુલતા જુનાગઢ વાસીઓ મા લક્ષ્મીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને પ્રકાશના પર્વ દિવાળીના દિવસે મહાલક્ષ્મીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી

દિવાળીના પર્વે મહાલક્ષ્મી માતાના દર્શન કરવાનો અનોખો મહિમા (Etv Bharat Gujarat)

પ્રકાશનું પર્વ દિવાળી અને મહાલક્ષ્મીના દર્શન

પ્રકાશનું પર્વ દિવાળી અને મહાલક્ષ્મીના દર્શન સાથે જુનાગઢ વાસીઓએ નવા વર્ષની શુભ શરૂઆત કરી છે, છેલ્લાં અનેક વર્ષોથી જુનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલા અને અતિ પ્રાચીન મહાલક્ષ્મી મંદિરે દર્શન કરીને સૌએ દિવાળીના શુભ તહેવાર અને આવનારા વિક્રમ સંવતના નવા વર્ષ 2081 ની શુભ શરૂઆત કરી છે. દિવાળીના દિવસો દરમિયાન મહાલક્ષ્મીના દર્શન કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે, જેને લઈને વહેલી સવારથી જુનાગઢ વાસીઓ મહાલક્ષ્મીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા

જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ
જૂનાગઢમાં આવેલા અતિ પૌરાણિક મહાલક્ષ્મી મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ (Etv Bharat Gujarat)

માતાજીના દર્શન કરીને જુનાગઢ વાસીઓ થયા ધન્ય

દિવાળીના દિવસે મહાલક્ષ્મી માતાના દર્શન કરવાનું પણ એક પ્રાચીન મહત્વ સનાતન ધર્મના ગ્રંથોમાં પણ દર્શાવવામાં આવ્યું છે, સુખ સંપદા અને ધન સંપત્તિના માલિક એવા મહાલક્ષ્મીના દર્શન કરવાથી આજના દિવસે પ્રત્યેક પરિવાર પર તેમની કૃપા જળવાતી હોય છે ત્યારે આજે વહેલી સવારે માતાજીના ચરણોમાં કમળ પુષ્પ અર્પણ કરીને જુનાગઢ વાસીએ પારંપરિક રીતે દિવાળીના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરી છે. વહેલી સવારે મહા આરતીમાં સામેલ થઈને જુનાગઢવાસીઓએ મહાલક્ષ્મી અનંત કૃપાઓ પણ પ્રાપ્ત કરી હતી આવનારું વર્ષ સમગ્ર વિશ્વ માટે ધન સંપદા અને આરોગ્ય લક્ષી સફળ નીકળે તેવી પ્રાર્થના મંદિરના પૂજારીએ પણ કરી હતી.

  1. જૂનાગઢ: દિવાળીમાં આસોપાલવ નહીં આંબાના પાનમાંથી બનેલા તોરણ બાંધવાની પરંપરા, શું છે આ પાછળનું કારણ?
  2. જૂનાગઢમાં યોજાયું રંગોળી પ્રદર્શન, રતન ટાટાને શ્રદ્ધાંજલિ અને મહિલા અત્યાચારને કર્યા ઉજાગર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.