ETV Bharat / state

જામનગરના આ દિવ્યાંગ શિક્ષિકા બન્યા વિદ્યાર્થીઓ માટે સપોર્ટ સિસ્ટમઃ 'પોતાનું બાળક સમજી ભણાવજો' - Teachers Day 2024

આજે ઠેરઠેર શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી થશે, જ્યાં ગુજરાતમાં એવા ભૂતિયા શિક્ષકો પણ છે જે પગાર તો લે છે પણ ભણાવવાના નામે મીંડુ, ત્યાં જામનગરના આ શિક્ષિકાની કહાની હૃદયમાં સન્માન જગાવનારી છે... - Disable teacher in Jamnagar, Teacher's day In India

શિક્ષક દિન પર ખાસ શિક્ષકની વાત
શિક્ષક દિન પર ખાસ શિક્ષકની વાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 5:01 AM IST

જામનગરઃ દરેક શિક્ષકોએ વિદ્યાર્થીને પોતાનું બાળક માની તેમના અભ્યાસ પાછળ મહેનત કરવી જોઈએ આ શબ્દો છે એક જામનગરના દિવ્યાંગ શિક્ષિકા રામીબેન કનારાના. આપ જાણો છો કે જેઓએ આપણને લખતા શીખવાડ્યું તેમના માટે તો જેટલું લખીએ તેટલું ઓછું છે અને તે છે શિક્ષક. ભારતમાં દર વર્ષે તા.૫ સપ્ટેમ્બરના રોજ દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ 5 સપ્ટેમ્બરને શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.

બાળકોને જ્ઞાન સાથે માર્ગદર્શન પણઃ આપી જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે તૈયાર અમને… છીએ આભારી એ ગુરૂઓના અમે, જેમણે કર્યા કૃતજ્ઞ અપાર અમને. શિક્ષકને લગતી આ પંક્તિ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં બબરજર વાડીશાળા -૨માં પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રામીબેન કનારાને ખરા અર્થમાં લાગુ પડે છે. કારણકે દિવ્યાંગ હોવા છતાં રામીબેન એક નાનકડા એવા ગામમાં ખેત મજૂરો અને પરપ્રાંતીયોના બાળકોને શિક્ષકની સાથે એક સાચા માર્ગદર્શકની પણ ગરજ સારે છે. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી આ શાળામાં નોકરી કરે છે.

આ શિક્ષકની સફળતાની ચાવીઃ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મતથી ભણાવવાની તેમની પધ્ધતિથી દર વર્ષે તેમના ૫૦% વિદ્યાર્થીઓ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ઉતીર્ણ થાય છે. કોઈપણ જ્ગ્યાએ ટ્યૂશન રાખ્યા વગર માત્ર રામીબેન દ્વારા આપવામાં આવતા શિક્ષણથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત બનતા જવાહર નવોદયની પરીક્ષામાં પણ ઉતીર્ણ થઈ ત્યાં અભ્યાસ અર્થે જઈ શક્યા છે. શાળાએ જતા વિદ્યાર્થીઓના શિક્ષક નહીં પરંતુ એક માં પોતાના બાળકનો ઉછેર કરવા માટે જેટલો પરિશ્રમ કરે છે તેવી રીતે રામીબેન પણ દરેક વિદ્યાર્થીને પોતાનું બાળક સમજીને અંગત ધ્યાન આપી જ્ઞાન આપે છે.

રામીબેન કનારા જણાવે છે કે, તેઓને વર્ષ ૨૦૦૪માં નોકરી મળી હતી. છેલ્લા ૧૪ વર્ષથી બબરઝર પ્રાથમીક શાળામાં ફરજ બજાવે છે. વિદ્યાર્થીઓને શાળાકીય અભ્યાસની સાથે સાથે મોડેલ સ્કૂલ્સમાં અભ્યાસ માટેની અને જવાહર નવોદય વિદ્યાલય પરીક્ષાની પણ તૈયારીઓ કરાવે છે. અને વિદ્યાર્થીઓ સારું પરિણામ લાવતા સિલેકટ પણ થયા છે. ૧૫ કિમી દૂરથી અપડાઉન કરીને બાળકોનું ભવિષ્ય સુધરે તે માટે મહેનત કરે છે. આ શાળામાં બાળક અભ્યાસ પૂર્ણ કરી લે પછી પણ તેમના માતાપિતા બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે શાળાએ આવીને માર્ગદર્શન મેળવે છે. શિક્ષકદિન નિમિતે તમામ શિક્ષકોને સંદેશો આપતા રામીબેન જણાવે છે, શાળાના વિદ્યાર્થીને પોતાનું બાળક માનીને શિક્ષણ આપવું જોઈએ. કર્મ કરતાં રહો, તેનું ફળ ચોક્કસ મળે છે. દિવ્યાંગ હોવા છતાં હિમ્મત હાર્યા વગર હું મારી ફરજ બજાવી રહી છું.

  1. છોટાઉદેપુરમાં સુખી ડેેમના પાણી ભારજ નદીમાં છોડાતા પુલ તૂટ્યો, લોકો રેલ્વે પુલથી જવા મજબૂર - Bridge broke in
  2. વિવાદ પાછળનું તથ્ય: પોલીસ યાદીમાં 'આપ' નેતા ગોપાલ ઇટાલીયાના પ્રમોશન મુદ્દે ઇટાલીયાએ કર્યો મોટો ખુલાસો - Gopal Italia promotion controversy

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.