ETV Bharat / state

ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે પ્રદર્શન - KOLKATA DOCTOR RAPE CASE - KOLKATA DOCTOR RAPE CASE

કોલકાત્તાની આર.જી. કર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તબીબોથી લઈને સામાન્ય લોકો આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. KOLKATA DOCTOR RAPE CASE

ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે પ્રદર્શન
ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે પ્રદર્શન (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 17, 2024, 9:51 PM IST

ગાંધીનગર: કોલકાત્તાની આર.જી. કર મેડિકલ કૉલેજની હૉસ્પિટલમાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તબીબોથી લઈને સામાન્ય લોકો આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ બીજા દિવસે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યા મુદ્દે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બીજા દિવસે પ્રદર્શન (Etv Bharat gujarat)

તબીબોએ હડતાળ પાડી: કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ તબીબોએ હડતાળ શરૂ કરી છે. જેને લઈને શનિવારે જુનિયર તબીબો ઓપીડી સેવા સહિતની અન્ય સેવાઓથી આગળ રહ્યા હતા. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલું રહેશે.

બંગાળની ઘટનાના દેશમાં પ્રત્યાઘાતો: ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રદર્શનકારી તબીબે જણાવ્યું કે, બીજા વર્ષમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીની પર બળાત્કાર કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તે બાદ આખા દેશમાં આકરા પ્રતિસાદો જોવા મળ્યા છે. સ્થાનિક ગુંડાઓ દ્વારા મેડિકલ કોલેજમાં ઘૂસીને સબૂત સાથે છેડછાડ કરવા માટે તોડફોડ કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં આવેલા સેમિનાર હોલ અને બોયસ હોસ્ટેલમાં તોડફોડ અને આગજની કરવામાં આવી છે. ત્યારબાદ ઓલ ગુજરાત જુનિયર તબીબ એસોસિએશન દ્વારા ઓપીડી સહિતની ઇમરજન્સી સિવાયની સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

જુનિયર તબીબો સેવાથી દૂર રહ્યા: આજે બીજા દિવસે પણ જુનિયર તબીબો સેવાથી અગળા રહ્યા હતા. જ્યાં સુધી કલકત્તા આર.જી. કર મેડિકલ કોલેજના તબીબોની માંગણી ન સંતોષાય ત્યાં સુધી અમે ઇમરજન્સી સિવાયની અન્ય સેવાઓથી દૂર છીએ. આજે અમારી હડતાલનો બીજો દિવસ છે. તમારી પૂર્ણ માંગણીઓ પૈકી કેટલીક માંગણી સંતોષાય છે જેમ કે સમગ્ર કેસની સીબીઆઇ તપાસ કરવામાં આવે ડિરેક્ટર જનરલ ઓફ હેલ્થ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

200 ઇન્ટર્ન ડોક્ટર્સ વિરોધમાં જોડાયા: પત્રમાં લખ્યું છે કે, ઓલ ઇન્ડિયામાં જેટલી હોસ્પિટલ અને ક્લિનિકમાં હિંસા ની ઘટના બને તો હાયર ઓથોરિટીએ છ કલાકની અંદર એફઆઇઆર કરીને જાણ કરવાની રહેશે તબીબો પર હુમલો કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે ગઈકાલે 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 100 થી 120 જેટલા રેસીડન્ટ ડોક્ટર અને 200 જેટલા ઇન્ટર્ન ડોક્ટર્સ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

  1. કોલકાત્તા ડોક્ટર રેપ કેસને લઇને વલસાડના ડોક્ટર્સે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - PROTEST OF DOCTORS AT VALSAD
  2. કોલકાત્તામાં ડોક્ટરના બળાત્કારને લઇને રાજકોટમાં ડોકટરોએ રેલી યોજી કલેક્ટર આવેદન પાઠવ્યું - KOLKATA DOCTOR RAPE CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.