ચેન્નાઈ: શનિવારે પુડુચેરી નજીક પહોંચેલું ચક્રવાત 'ફેંગલ' કેન્દ્રશાસિત પ્રદેશની નજીક સ્થિર છે. આગામી કલાકોમાં તે ધીમે ધીમે નબળુ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી.
દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવારે મધ્યરાત્રિ પછી ચેન્નાઈ એરપોર્ટ પર સ્થગિત એર સેવાઓ ફરી શરૂ થઈ હતી પરંતુ ઘણી ફ્લાઈટ્સ રદ અથવા વિલંબિત થઈ હતી.
રવિવારે સવારે 7.30 વાગ્યે નવી માહિતી આપતા, આઇએમડી- પ્રાદેશિક હવામાન કેન્દ્રના એડિશનલ ડાયરેક્ટર જનરલ એસ.બાલચંદ્રને જણાવ્યું હતું કે, પુડુચેરીમાં 46 સેમી વરસાદ નોંધાયો હતો. તેમણે જણાવ્યું કે ચક્રવાત 'ફેંગલ' શનિવારે સાંજે 5.30 વાગ્યે પુડુચેરીની નજીક પહોંચવાનું શરૂ કર્યું અને આ પ્રક્રિયા 'રાત્રે 10.30 અને 11.30 વાગ્યાની વચ્ચે' પૂર્ણ થઈ. તે હવે પુડુચેરીની નજીક છે.
હવામાન વિભાગના અધિકારીએ આગળ જણાવ્યું કે, ચક્રવાત ધીમે ધીમે પશ્ચિમ તરફ આગળ વધે અને તમિલનાડુના ઉત્તર દરિયાકાંઠા વિસ્તાર અને પુડુચેરી પર ધીમે ધીમે ડીપ ડિપ્રેશનમાં નબળું પડવાની શક્યતા છે.
તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લામાં મૈલમમાં શનિવારે સવારે 08.30 વાગ્યાથી રવિવારે સવારે 5.30 વાગ્યા સુધી 50 સેમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પુડુચેરીમાં 46 સેમી વરસાદ નોંધાયો હતો.
પુડુચેરીમાં આ સૌથી વધુ વરસાદ છે. તેમણે જણાવ્યું કે 31 ઓક્ટોબર 2004ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશમાં 21 સેમી વરસાદ થયો હતો.
ચક્રવાત 'ફેંગલ'ના કારણે ઘણી ફ્લાઈટ્સ મોડી પડી. મુસાફરો થયા પરેશાન