ETV Bharat / state

Ahmedabad to Ayodhaya Train: 1400 શ્રદ્ધાળુ રામલલ્લાના દર્શને, અમદાવાદ થી અયોધ્યા ટ્રેનને CMએ આપી લીલી ઝંડી - અમદાવાદ થી અયોધ્યા ટ્રેન

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામના દર્શન માટે દેશભરમાંથી લોકો અયોધ્યા જઈ રહ્યાં છે, કેટલાંક રાજ્યોમાંથી અયોધ્યાની સીધી ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાતમાંથી પણ અયોધ્યાની ટ્રેન શરૂ થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે બુધવારે (07 ફેબ્રુઆરી) અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પરથી લીલી ઝંડી આપીને અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી .

અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને CM ભુપેન્દ્ર પટેલે આપી લીલી ઝંડી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 10:23 AM IST

Updated : Feb 8, 2024, 10:39 AM IST

અમદાવાદ થી અયોધ્યા ટ્રેનને CMએ આપી લીલી ઝંડી

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થી અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે (7 ફેબ્રુઆરી) રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ ટ્રેન મારફતે અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના આશરે ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા સ્થિત શ્રીરામ લલ્લાના દર્શન કરશે.

અમદાવાદથી અયોધ્યા ટ્રેન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રભુશ્રી રામ પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિર માં રમલલ્લા બિરાજમાન થયા છે. આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી અયોધ્યા જઈ શકે તેવા ઉમદાવા હેતુથી અમદાવાદ થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

CMએ આપી શુભકામના: આ પ્રસંગે અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મુલાકાત કરી હતી અને તેમને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. આ તકે સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બની ગયો હતો. મહત્વપૂર્ણ છે કે, આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યો, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ શ્રદ્ધાળુઓનું અભિવાદન કર્યું હતું અને તેમની શુભ યાત્રામાં માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મહત્વપૂર્ણ છે કે, ગત 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવનિર્મિત ભગવાન શ્રીરામ મંદિરમાં રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં દેશ વિદેશમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતાં. પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં ભાવિકો રામલલાના દર્શને જઈ રહ્યાં છે.

  1. Bhagvad Geeta in Curriculum : ધોરણ 6થી 12ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યોના સમાવેશનો માર્ગ મોકળો થયો
  2. Banaskantha News : એકાવન શક્તિપીઠ મહોત્સવ આમંત્રણ રથનું પ્રસ્થાન, તારીખો નોંધી લો

Last Updated : Feb 8, 2024, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.