સાબરકાંઠા: જિલ્લામાં હિંમતનગર માર્કેટ યાર્ડ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે MSP આધારિત મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે. જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી સહિત કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ ગુજરાત સરકારના અગ્ર સચિવની ઉપસ્થિતિમાં 160 કેન્દ્ર ઉપર મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે.
જોકે છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠા સહિત ગુજરાતના ખેડૂતો માટે MSP આધારિત ટેકાના ભાવે મગફળી ખરીદવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હિંમતનગર કોટન માર્કેટ યાર્ડથી મગફળી ખરીદવાની શરૂઆત કરાઈ છે.
ખરીદીની શરુઆત હિંમતનગરથી કરાઇ: માર્કેટના ભાવ કરતાં વધુ ભાવે મગફળી ખરીદાશે. હાલમાં ગુજરાતના મોટાભાગના શહેરોમાં 900 થી 1000 રૂપિયાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા રૂપિયા 1356.60 ના ભાવે પ્રતિ 20 કિલો મગફળીના ભાવ અપાશે. જેના પગલે ખેડૂત જગતમાં પણ હર્ષનો માહોલ ફેલાયો છે. જોકે સામાન્ય રીતે ખેડૂત જગત માટે પોતાના પાકના પોષણક્ષમ ભાવ મેળવવા ખૂબ જરૂરી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ વખતે મગફળીના ટેકાના ભાવ પ્રતિ 20 KG એ રૂપિયા 1356.60 નક્કી કર્યા છે. જેની ખરીદીની શરૂઆત હિંમતનગરથી કરાઈ છે.
3 લાખ ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ: હિંમતનગરથી મગ સોયાબીન અને અડદની પણ ખરીદી શરૂ કરાઇ છે. ત્યારે મગફળી માટે ગુજરાતમાં 3,33,567 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદવાની ગુજરાતને 160 કેન્દ્રો ઉપર શરૂઆત થઈ છે. જોકે મોટાભાગના ખેડૂતો માટે આજથી મગફળી માટેના કેન્દ્રની શરૂઆત થવાની સાથો સાથ સોયાબીન, મગ અને અડદ માટે પણ ખરીદી શરૂઆત થઇ છે. ત્યારે ખેડૂત જગત માટે ટેકાના ભાવે મગફળી ખરીદાતા 3 લાખ જેટલા પરિવારોમાં ખુશી વ્યાપી છે.
આ પણ વાંચો: