ETV Bharat / state

વાપીથી નાસિક જતી 35 મુસાફરોથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 5ને થઈ ઈજાઓ - BUS ACCIDENT

વાપીથી નાસિક તરફ જઈ રહેલી બસનો કપરાડા તાલુકાના અંભેટી ગામે વહેલી સવારે અકસ્માત થયો હતો

વાપીથી નાસિક જતી બસને નડ્યો અકસ્માત
વાપીથી નાસિક જતી બસને નડ્યો અકસ્માત (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2024, 4:58 PM IST

વલસાડ: વાપીથી નાસિક તરફ જઈ રહેલી બસનો કપરાડા તાલુકાના અંભેટી ગામે વહેલી સવારે અકસ્માત થયો હતો. વહેલી સવારે 6 વાગે બસના આગળના ટાયરને માર્ગ પર પડેલા મોટા ખાડામાં જોરદાર ઝટકો લાગ્યો હતો, જેનાથી સ્ટિયરિંગની પીન છૂટતા બસ બેકાબૂ બની ગઈ હતી. બસને કાબૂમાં લેવા માટે ચાલકે બ્રેક મારતા, બસ રસ્તાની બાજુમાં ઉતરી પલટી ગઈ હતી. જેનાથી આ દુર્ઘટનામાં બસમાં સવાર 35 જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા

ઇમરજન્સી વિન્ડો દ્વારા મુસાફરોને બહાર કઢાયા: બસ પલટી જતા મુસાફરોને ઇમર્જન્સી વિન્ડો તોડી બહાર નીકળવું પડ્યું હતું. આ દુર્ઘટનામાં મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી, પરંતુ કોઈને ગંભીર ઈજાઓ થવા પામી નથી. આ ઘટનાથી મુસાફરોમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે આસપાસના ગ્રામજનોએ પણ ત્વરિત રીતે મદદ કરી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

વાપીથી નાસિક જતી બસને નડ્યો અકસ્માત (Etv Bharat gujarat)

બસ ચાલકે 108 ને કરી જાણ: બસના ડ્રાઈવરે તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવા સાથે સંપર્ક કર્યો હતો અને ત્રણ 108 એમ્બ્યુલન્સ બસના સ્થાન પર પહોંચી ગઈ હતી. ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર માટે નાના પોઢાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ ઇજાગ્રસ્ત મુસાફરોને બીજી વ્યવસ્થા સાથે નાસિક તરફ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

વાપીથી નાસિક જતી બસને નડ્યો અકસ્માત
વાપીથી નાસિક જતી બસને નડ્યો અકસ્માત (Etv Bharat gujarat)

સ્થાનિકો મદદે દોડી આવ્યા: આ દુર્ઘટનામાં સ્થાનિક રહેવાસીઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આસપાસના લોકો ઘટનાના સ્થળે તરત જ દોડી આવ્યા અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. લોકોના મદદરૂપ હાથ અને તેમની માનવતાની ભાવના આ સમયે મોટા પાયે જોવા મળી હતી. જેનાથી મુસાફરોને તાત્કાલિક મદદ મળી હતી.

રસ્તા પર પડેલા ખાડાએ તંત્રની પોલ ઉઘાડી: આ અકસ્માતે ફરી એકવાર રસ્તાની દુર્દશા અને સુરક્ષા પ્રણાલીઓ પર પ્રશ્નો ઊભા કર્યા છે. રોડ પર મોટા ખાડાને લીધે વાહન ચાલકો પરેશાન બન્યા છે, જે લોકોના જીવને જોખમમાં મૂકે છે. મુસાફરો અને સ્થાનિક લોકોએ દૂર્ઘટના બાદ રસ્તાના ખાડાઓને ભરીને મજબૂત બનાવવા અને વાહન વ્યવહારની સુવિધાઓમાં સુધારો કરવા માટેની માંગ ઉઠી છે.

મોટી દુર્ઘટના થતા રહી ગઇ: આપત્તિના સમયમાં મદદરૂપ થનાર આસપાસના લોકોના સહયોગ અને 108 ઇમર્જન્સી સેવાના ત્વરિત પ્રતિસાદના કારણે આ દુર્ઘટનામાં લોકોની જાન બચી હતી. જો કે, બસમાં મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ છે. પરંતુ આ સમગ્ર ઘટનામાં મોટો આંચકો લાગી શકે તેવો ખતરો ટળી ગયો છે.

બીજી બસ મંગાવી મુસાફરોને રવાના કરાયા: બીજી બસ મંગાવીને મુસાફરોને તેમની મુસાફરી આગળ વધારવા માટે સહાય કરવામાં આવી હતી. નાસિક તરફ જઈ રહેલા મુસાફરો માટે આ દુર્ઘટનામાં ચમત્કારિક બચાવ થયો છે. સામાન્ય ઇજાઓ થતાં મુસાફરોને અન્ય બસ વાપીથી મંગાવીને નાસિક તરફ રવાના કરવામાં આવ્યા હતા. અકસ્માત થયેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની હોવાનું જાણવા મળ્યું હતું.

ખાડા ન પૂરતા ઘટના બની: ચોમાસા પૂર્વે જ પડેલા રોડ ઉપરના ખાડા પૂરવા માટે PWD તંત્ર કે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરો આંખ આડા કાન કરી રહ્યા છે, જેના કારણે રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાય છે. આજે પણ બસનો અકસ્માત બસનું ટાયર ખાડામાં પડ્યા બાદ જ સ્ટીયરીંગની પીન છૂટી જતા સર્જાયો હોવાનું ચાલકે જણાવ્યું હતું. ત્યારે જો આ ખાડા પૂરવામાં આવ્યા હોત તો આ મોટી હોનારત ટાળી શકાય તેમ હતી.

સ્થાનિક યુવાનો મદદે આવ્યા: અંભેટી ગામના સ્થાનિક યુવાનોએ જણાવ્યું કે, વહેલી પરોઢિયે 6 વાગ્યાની આસપાસ અચાનક જોરદાર અવાજ આવતા તેઓ રોડ ઉપર જોવા માટે દોડી આવ્યા હતા. થડ પર જોતા નાસિક તરફ જઈ રહેલી બસ રોડની બાજુમાં ઉતરીને પલટી જવા પામી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરોમાં ચીસા ચીસ સાંભળવા મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક યુવાનો તુરંત જ સ્થળ ઉપર દોડી જાય. બસમાં સવાર લોકોને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરી હતી અને મુસાફરોની મદદ કરી હતી.

આ પણ વાંચો:

  1. દાહોદમાં નકલી NA કૌભાંડ સામે કાર્યવાહી: APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ
  2. લાભ પાંચમના દિવસે રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.