ભાવનગર: ભાવનગરવાસીઓને શરદપૂનમ સાંભળતા જ ઊંધિયું તરત માનસપટ પર આવી જાય છે. ભાવનગરમાં અલગ અલગ ઊંધિયું બનાવતા મીઠાઈ-ફરસાણ વાળાઓને ત્યાં ભારે ભીડ જોવા મળતી હોય છે. ભાવનગર શહેર અને જિલ્લામાં વર્ષોથી શરદપૂનમ નિમિતે ઊંધિયું ખાવાની પરંપરા છે. આ વર્ષે પણ શરદપૂનમે ભાવનગરમાં ઘણા સ્થળોએ ઊંધિયું વેચાય રહ્યું છે. જોકે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઊંધીયામાં મોંઘવારી જોવા મળી રહી છે.
ભાવનગરમાં ઊંધિયું ખાવાની પરંપરા
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી શરદ પૂનમ નિમિત્તે ઊંધિયું ખાવાની પરંપરા ચાલી આવે છે, જેને પગલે આજે ભાવનગર શહેરમાં હજારો કિલો ઊંધિયું બનાવવામાં આવ્યું છે. શહેરના દરેક રસ્તા ઉપર ઊંધિયું વેચનારાઓ નજરે પડી જાય છે અને ખરીદનારાઓની લાઇન પણ જોવા મળે છે. જો કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઊંધિયું મોંઘુ હોવાનું સામે આવ્યું છે.
આ વર્ષે કેટલું મોંઘું થયું ઊંધિયું?
ભાવનગર શહેરમાં દવે મીઠાઈવાળાને ETV BHARATએ મુલાકાત કરતા ઊંધિયાના ભાવ કિલોના 280 જાણવા મળ્યા હતા. સાથે શરદપૂનમે દહીંવડા, ગુલાબજાંબુની પણ માંગ જોવા મળી હતી. જો કે દવે મીઠાઈવાળાના સંચાલક ગોપાલભાઈ જણાવ્યું હતું કે, ઊંધિયું ખાવાની ભાવનગરની વર્ષોની પરંપરા છે, તેમના દાદાના સમયથી આ પરંપરા ચાલી આવે છે. જો કે ગત વર્ષે 240 રૂપિયા કિલો હતું. પરંતુ આ વર્ષે શાકભાજીના ભાવ વધારે હોવાને કારણે ઊંધિયું 280 રૂપિયા કિલો વેચી રહ્યા છીએ.
આ પણ વાંચો: