ETV Bharat / state

Bhavnagar News: શિશુવિહાર બુધસભામાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા 'ભાવક' બન્યા, 2 મનપસંદ કવિતાઓની સુંદર રજૂઆત કરી - 2 Poems

ભાવનગરના પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા 1980થી ચાલતી બુધસભામાં લેખકો વચ્ચે 'ભાવક' તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લેખકો દ્વારા યોજાતી બુધસભામાં તેમને પણ પોતાના કોલેજ કાળની ગમતી કવિતાઓની પંક્તિઓની સુંદર રજૂઆત કરી હતી. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Bhavnagar Shishuvihar Budhsabha Former MP Rajendra Sinh Rana 2 Poems Vinod Joshi

શિશુવિહાર બુધસભામાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા 'ભાવક' બન્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 5:06 PM IST

2 મનપસંદ કવિતાઓની સુંદર રજૂઆત કરી

ભાવનગરઃ 1980થી યોજાતી શિશુવિહારની બુધસભામાં પૂર્વ સાંસદ રાજેન્દ્ર સિંહ રાણા મહેમાન બન્યા હતા. જો કે તેઓ એક 'ભાવક' તરીકે ઉપસ્થિત રહ્યા હતા. રાજેન્દ્ર સિંહનું ભાવનગરના લેખક વિનોદ જોશીએ સ્વાગત કર્યુ હતું. રાજેન્દ્ર સિંહે પોતે પણ તેમના કોલેજકાળની 2 મનપસંદ કવિતાઓની પંક્તિઓની સુંદર રજૂઆત કરી હતી.

'ભાવક' તરીકે માણ્યો કાર્યક્રમઃ દરેકના જીવનમાં એક સમય આવતો હોય છે જેમાં વ્યક્તિઓના મનમાં ઉત્પન્ન થતી ઊર્મિઓ કવિતાઓનું સ્વરુપ લેતી હોય છે. લેખક કે કવિ એટલે જ પોતાની ઊર્મિઓને શબ્દોમાં કંડોરીને લોકો સમક્ષ રજૂ કરતા હોય છે. જો કે એક રાજકીય વ્યક્તિ જ્યારે સામાન્ય વ્યક્તિ બનીને લેખકો વચ્ચે જાય ત્યારે તેની પણ ઊર્મિઓની અભિવ્યક્તિ ખાસ બની જતી હોય છે. આવી જ ઘટના ભાવનગરના શિશુવિહારની બુધસભામાં આજે બની હતી. આજની બુધસભામાં લેખકો, કવિઓ, ભાવકો, શ્રોતાઓ સાથે પૂર્વ સાંસદ રાજેન્દ્ર સિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક 'ભાવક' તરીકે સમગ્ર કાર્યક્રમ માણ્યો હતો.

શિશુવિહારની બુધસભાઃ ભાવનગરના શિશુવિહારમાં 1980થી બુધસભા યોજાય છે. કવિતાઓ, ગઝલો વગેરે જેવી રચનાઓ કરતા સર્જકો માટે પોતાની રચનાની પ્રસ્તુતિનું એક પ્લેટફોર્મ એટલે બુધસભા. આજની બુધસભામાં પૂર્વ સાંસદ રાજેન્દ્ર સિંહ રાણાને ખાસ આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે રાજુભાઈ રાણાએ હાજરી આપીને પોતાના કોલેજ કાળની ગમતી કવિતાઓને પ્રસ્તુતિ પણ કરી હતી.

રાજેન્દ્ર સિંહ રાણા દ્વારા કવિતા પ્રસ્તુતિઃ બુધસભામાં પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાએ મંચ ઉપરથી કહ્યું હતું કે લેખકને જો સરસ્વતીનું વરદાન હોય તો જ કવિ તે હોય છે. કવિમાં કવિતા ઉતરતી હોય છે. મારા માટે વચ્ચેનો એક ગાળો એવો પણ આવ્યો કે જેમાં પુસ્તક અને કવિતા છેટા રહી ગયા હતા. હાલમાં તો જલસો છે એક કવિતા મને ખૂબ ગમી છે એક કવિતા કોલેજ સમય કાળની પણ કવિતા છે. તેમણે આગળ કહ્યું હતું કે, ભેજામાં બહુ ડખ્ખા મારી થઈ જાય અને એમ થાય કે મારા વાળ ખેંચી લઉ તેવી સ્થિતિમાં આ કવિતા સાંભળી લઉ પણ હમણાં જલસો થઈ ગયો છે. આ કવિતા વિરલ શુક્લની છે જે હિન્દી અને ગુજરાતી મિક્સ છે "સિક્કા મેં રહેતા થા મામુ સલીમ એક નંબર કી ડૂબકીઓ મારતા" આ સાથે રાજુભાઈ રાણાએ અન્ય પોતાની કોલેજ કાળની એક કવિતાઓ પણ જણાવી હતી. રાજુભાઈ રાણાએ કહ્યું હતું કે, કોલેજ કાળ દરમિયાન તેમના પિતા પાસેથી આ જાણવા મળી હતી. કવિ બાલાશંકર કંથારીયાની આ કવિતા છે "ગુજારે જે શીરે તારે જગતનો નાથ તે સ્હેજે, ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે" જેમાંથી હું આત્મસાત કરવાની પણ કોશિશ કરું છું.

ના ભાઈ હું લેખક નથી આ તો વાંચવાનું છે ખાલી. આજે અહીંયા બુધસભામાં મને આમંત્રણ હતું એટલે મેં મનગમતી કવિતાની વાત કરી. જેવું આવડ્યું, જેવું ફાવ્યું અને જેવું લાગ્યું એવો કવિતા અંગેનો ભાવ મેં રજૂ કર્યો. મને મજા આવી બાકીનાની ખબર નથી...રાજેન્દ્ર સિંહ રાણા(પૂર્વ સાંસદ, ભાવનગર)

રાજુભાઈએ એક કવિતા વિશે પોતાનો એક 'ભાવક' તરીકેનો પ્રતિભાવ રજૂ કર્યો. 'ભાવક' દરેક કવિતાને પોતાની રીતે અભિવ્યક્તિ કરીને આસ્વાદ કરે છે. બીજાનો આસ્વાદ અલગ હોય તેમને પોતાનો ભાવ અહીં વ્યક્ત કર્યો છે...વિનોદ જોશી(લેખક, ભાવનગર)

  1. Poet In Ahmedabad Police : રાજવી તરીકે ઓળખાતાં આ અધિકારી પોલીસબેડામાં કવિ તરીકે જાણીતાં છે, કવિતા અંગે કરી ખાસ વાત
  2. BJP Program In Gonda: સાંસદ બ્રિજભૂષણ સિંહે કવિતા સંભળાવી, કહ્યું- ક્યારેક આંસુ, ક્યારેક દુ:ખ તો ક્યારેક ઝેર પી જવું જોઈએ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.