રાજકોટ : ભાવનગર રેલવે મંડળના મીટરગેજ સેક્શનમાં દોડતી 10 ટ્રેનોના સમયમાં 7 ઓક્ટોબરથી ફેરફાર કરવામાં આવ્યો છે. એશિયાટિક સિંહોની સલામતી માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કાંસીયા નેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો ચલાવવાની નથી. હાઈકોર્ટની આ ટકોર બાદ રેલવે વિભાગે આ નિર્ણય લીધો છે.
ભાવનગર રેલવે ડિવિઝનનો મહત્વનો નિર્ણય : હાલમાં ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ અને ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી તેમના ગંતવ્ય સ્થાને અનુક્રમે 20:20 કલાકે અને 20:30 કલાકે પહોંચે છે. તેમના સમયમાં સુધારો થાય અને મીટરગેજ પર ચાલતી તમામ ટ્રેનો સમયસર દોડે તે હેતુથી ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં 07-10-2024 થી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 09295 વેરાવળ-દેલવાડા વેરાવળથી તેના વર્તમાન નિર્ધારિત સમય 15:45 કલાકના બદલે 14:05 કલાકે એટલે કે 1 કલાક 40 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 18:55 કલાકને બદલે 17:50 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
- ટ્રેન નંબર 09531 દેલવાડા-જૂનાગઢ દેલવાડા સ્ટેશનથી 14:00 કલાકને બદલે 11:30 કલાકે ઉપડશે એટલે કે તેના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 02 કલાક 30 મિનિટ વહેલા ઉપડશે અને જૂનાગઢ સ્ટેશને વર્તમાન નિર્ધારિત સમય 20:20 કલાકને બદલે 18:25 કલાકે પહોંચશે.
- ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 08:50 કલાકના બદલે 06:30 કલાકે ઉપડશે એટલે કે 02 કલાક 20 મિનિટ વહેલા અને 13:50 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 11:40 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
- ટ્રેન નંબર 09539 અમરેલી-જૂનાગઢ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 06:30 ના બદલે 07:10 વાગ્યે ઉપડશે એટલે કે 40 મિનિટ મોડી અને જૂનાગઢ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમય 10:10 ને બદલે સવારે 11:10 વાગ્યે પહોંચશે.
- ટ્રેન નંબર 09532 જૂનાગઢ-દેલવાડા જૂનાગઢ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 07:20 કલાકના બદલે 08:40 કલાકે ઉપડશે એટલે કે 01 કલાક 20 મિનિટ મોડી અને તેના વર્તમાન નિર્ધારિત સમય 13:10 કલાકને બદલે 15:25 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
- ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી 13:00 કલાકને બદલે 13:25 કલાકે એટલે કે 25 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 18:05 કલાકને બદલે 18:40 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.
- ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી જૂનાગઢ સ્ટેશનથી 17:40 કલાકને બદલે 14:05 કલાકે એટલે કે 03 કલાક 35 મિનિટ વહેલા ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 21:30 કલાકને બદલે 18:05 કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે.
- ટ્રેન નંબર 09291 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 09:40 કલાકે ઉપડશે પરંતુ તેના વર્તમાન નિર્ધારિત સમય 14:45 કલાકને બદલે 15:00 કલાકે એટલે કે 15 મિનિટ મોડી અમરેલી સ્ટેશને પહોંચશે.
- ટ્રેન નંબર 09508 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 12:10 કલાકના બદલે 12:25 કલાકે એટલે કે 15 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 17:20 કલાકને બદલે 17:25 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.
- ટ્રેન નંબર 09296 દેલવાડા-વેરાવળ દેલવાડા સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 08:15 કલાકને બદલે 08:00 કલાકે એટલે કે 15 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 11:15 કલાકને બદલે 11:20 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
શા માટે કરાયો ફેરફાર ? એશિયાટિક સિંહોની સલામતી માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ કાંસિયાનેશ-સાસણગીર અને જૂનાગઢ-બીલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેન ચલાવવાની નથી. જે આદેશ બાદ આ ફેરફાર કરાયા છે. હાલમાં મીટરગેજ પર ચાલતી તમામ ટ્રેનો સમયસર દોડે તે હેતુથી ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં 07-10-2024 થી ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.