ભાવનગર: ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં સરકારે હોસ્પિટલની મંજૂરીને પગલે કમાન હાથમાં લીધી છે. જિલ્લા કક્ષાએથી મળતી પંચાયતમાંથી મંજૂરી હવે પ્રાપ્ત નહિ થાય. શહેર જિલ્લામાં બાકી હોસ્પિટલને રજિસ્ટ્રેશન માટે હવે સીધું સરકારમાં જવું પડશે. ત્યારે જિલ્લા પંચાયતના અધિકારીએ બાકી રજિસ્ટ્રેશન હોસ્પિટલ ધરાવતા દરેકને ચેતવ્યા છે.
કોને કોને રજિસ્ટ્રેશન કરાવવાનું હોય: ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારી ચંદ્રમણી કુમારે જણાવ્યું હતું કે, સરકારશ્રીના ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ અંતર્ગત હવે જે કંઈ હોસ્પિટલો છે. તમામને રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ 350 જેટલી હોસ્પિટલના રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. એમાં હોમિયોપેથીક હોય, આયુર્વેદિક હોય કે એલોપેથી હોય કે ફિઝિયોથેરાપી હોય, ડે કેયર હોય, હોસ્પિટલ હોય કે લેબોરેટરી હોય તમામે તમામને રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. રજીસ્ટ્રેશન કરવા માટે સામાન્ય માહિતીના બે પત્રક છે. પત્રક ભરીને જમા કરાવે અને જે ફી જમા કરાવે તો મળી જતો હતો.
રજિસ્ટ્રેશન હવે ક્યાં કરવાનું: આરોગ્ય અધિકારી ચંદ્રમણીએ જણાવ્યું હતું કે, પણ અમને બે દિવસ પહેલાથી મળેલ સૂચના મુજબ હવે જે લોકોને બાકી હોય એ લોકોને ઓનલાઈન પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ઓનલાઇન પોર્ટલ ઉપર અરજી કરવાથી આપી શકાશે અને સમયસરના કરાવે તો સરકારના નીતિ નિયમ મુજબ એના ઉપર કાર્યવાહી પણ થશે.
'અમારા જાણ મુજબ ભાવનગરમાં 350 રજિસ્ટ્રેશન થયા છે એટલે 200 થી 250 જેટલા હોસ્પિટલો અથવા પ્રેક્ટિસનર બાકી હશે જેને હજુ બાકી હોય. સેન્ટરની તપાસ થાય એના ઉપર ફાઇનની જોગવાઈ કરવામાં આવેલી છે, જે પ્રમાણે ગુનો એ પ્રમાણે પહેલી વખત હોય અમુક રકમ છે ફાઈન કરી શકાય, બીજી વખત ગુનો બને તેના વધારે ફાઇન કરી શકાય અને એના તરફથી જે કંઈ ખુલાસો આવે એ પ્રમાણે કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને કમિટી હોય જે નિર્ણય કરે કે ફાઈન યોગ્ય છે કે કેમ ? એને અસંતોષ હોય હોસ્પિટલને રાજ્ય સરકારને પણ અપીલ કરી શકે એ પ્રમાણે રાજ્ય સરકારની જે કમિટી છે એમાં એ લોકો અપીલ કરી શકે. જો કે આરોગ્ય અધિકારીએ મૌખિક જણાવ્યું હતું કે 25 હજાર પ્રથમ વખત બાદમાં 50 હજાર અને જો આમ છતાં રજિસ્ટ્રેશન ના થાય તો સિલ મારવાની પ્રક્રિયા સરકાર કરી શકે છે'. - ચંદ્રમણી કુમાર, આરોગ્ય અધિકારી