ETV Bharat / state

ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે? શું કહ્યું સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને જાણો - BMC TO START OVERBRIDGE

ભાવનગર શહેરમાં એકમાત્ર ઓવરબ્રિજની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ. પરંતુ ઓવરબ્રિજને શરૂ કરવાની કવાયત મહાનગરપાલિકા હાથ ધરી છે.

ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે
ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2024, 8:36 PM IST

ભાવનગર: શહેરમાં એક માત્ર ઓવરબ્રિજની કામગીરી હજુ સુધી પૂર્ણ નથી થઈ. પરંતુ ઓવરબ્રિજને શરૂ કરવાની કવાયત મહાનગરપાલિકા હાથ ધરી છે. જો કે ડિસેમ્બરમાં મહાનગરપાલિકા અડધો ઓવરબ્રિજ શરૂ કરી શકે છે. જો કે મહાનગરપાલિકા વહેલી તકે સંપૂર્ણ ઓવરબ્રિજ શરૂ કરવા કોશિશ કરી રહી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આનો જવાબ આપ્યો હતો.

અડધો ઓવરબ્રિજ કઇ તરફ શરુ થશે: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકા પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર આવેલો પ્રથમ ઓવરબ્રિજ RTO સર્કલથી દેસાઈનગર અને કુંભારવાડા નીચે ઉતારવા માટેની ગતિવિધિ ચાલું છે. હાલ જે ઓવરબ્રિજ છે. તેની એક લાઈન ચાલુ કરવા માટે કોર્પોરેશન દ્વારા પૂર્ણ રીતે કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. 117 કરોડના ખર્ચે આ નિર્માણાધીન ઓવરબ્રિજનું છેલ્લા સ્ટેજ ઉપર કામ ચાલી રહ્યું છે.

ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે (Etv Bharat Gujarat)

ઓવરબ્રિજ શરુ થવાની સંભાવના: ચેરમેન રાજુ રાબડીયાએ જણાવ્યું હતું કે, નવેમ્બરના અંતમાં કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયાની અંદર એક લાઈન કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવવાની છે, જેની અંદર છેલ્લો સ્ટેજ લોડ ટેસ્ટીંગ માટેનો હોય એમાં 670 મેટ્રિક ટન લોડ આપીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નાની મોટી કામગીરી બાકી છે. અત્યારે વિજ પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ક્યુરીંગ પિરીયડ અમુક જગ્યાએ બાકી છે. તે પૂરો થશે એટલે તાત્કાલિક આ બ્રિજને પ્રાથમિક લેવલ પર તેની પહેલી લાઈન શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં ભાવનગરમાં ટ્રાફિકની જે મુશ્કેલી પડી રહી છે. તેને ઝડપથી સરખી કરવા માટે મહાનગરપાલિકા પગલા લઇ રહી છે.

ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે
ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે (Etv Bharat Gujarat)
ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે
ભાવનગર મહાનગરપાલિકા ઓવરબ્રિજ અડધો શરૂ કરશે (Etv Bharat Gujarat)

પુલની કેટલી કામગીરી બાકી રહેશે: ભાવનગરનો ઓવરબ્રિજને બનવામાં 3 ગણો સમય થઇ ચૂક્યો છે. ત્યારે હાલમાં મહાનગરપાલિકા શાસ્ત્રીનગરથી દેસાઈનગરની એક તરફની લાઈન શરૂ કરવાની કોશિશ કરી રહી છે. જો કે દેસાઈનગરથી RTO સર્કલ આવવા તરફની ઓવરબ્રિજની લાઇનમાં ઉતરવા માટેના રેમ્પની કામગીરી ચાલુ છે, જે કામગીરીમાં વધુ સમય લાગી શકે તેમ છે. આથી મહાનગરપાલિકા અડધો પુલ શરૂ કરશે અને અડધો પુલ હજુ મહિનો કે 2 મહિના સુધી શરૂ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો:

  1. તાપીમાં સંગીત પ્રેમીઓ માટે નગરપાલિકાની પહેલ, નજીવા મૂલ્યે સંગીત શાળા ચલાવી તાલીમ આપી રહ્યા છે
  2. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા અંગે પરિપત્ર જાહેર કરાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.