ETV Bharat / state

ભાવનગરના ગરીબપુરા ગામમાં અડધી રાત્રે 41 ઘેટાં-બકરાના મોત: આ કારણ નીકળ્યું મોત પાછળ, જાણો - 41 sheep and goats died at once

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામે પશુપાલન કરતા માલધારીના 41 ઘેટાં બકરાનું રાત્રી દરમિયાન મૃત્યુ નિપજતા ઘોઘા પંથકમાં પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા પશુપાલન વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આ મુદ્દે સરપંચે સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે. જાણો. 41 sheep and goats died at once

ગરીબપુરા ગામમાં એક સાથે 41 ઘેટા બકરાના મોત
ગરીબપુરા ગામમાં એક સાથે 41 ઘેટા બકરાના મોત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2024, 12:37 PM IST

ભાવનગર: જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામમાં પશુપાલકોના આશરે મોટી સંખ્યામા ઘેટાં બકરાનું રાત્રી દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ બાદ જિલ્લાના પશુપાલન વિભાગને ઘટનાની જાણ થતાં જ પશુપાલન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

ચોમાસાના પગલે થયા મોત: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના જસપરા માંડવા ગામ નજીક આવેલા ગરીબપુરા ગામમાં માલધારીના રાત્રી દરમિયાન આશરે 39 જેટલા ઘેટાઓ અને 2 બકરાના મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ મગનભાઈ દ્વારા જિલ્લા પશુ વિભાગને જાણ કરવામાં આવી હતી. આથી જિલ્લા પશુ વિભાગની ટીમ ગરીબપુરા ગામે દોડી ગઈ હતી. પશુપાલન વિભાગના ડોક્ટર ખેર દ્વારા સ્થળ મુલાકાત લઈને તપાસ હાથ ધરાઈ હતી.

આ મુદ્દે સરપંચે સરકાર સમક્ષ સહાયની માંગ કરી છે (Etv Bharat Gujarat)

કોના ઘેટાં અને બકરા અને મોતનું કારણ: ઘોઘા તાલુકાના ગરીબપુરા ગામમાં રહેતા લાલાભાઇ સિદીભાઈ હાડગરડાના 41 જેટલા ઘેટાં અને બકરાનું મૃત્યુ નીપજતા જિલ્લા પશુ વિભાગ ટીમે સ્થળ ઉપર પહોંચીને તપાસ કરી હતી. ત્યારે પશુપાલન વિભાગના ડોક્ટર ખેરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ જે ઘેટાં બકરાના મોત થયા છે, તેની તપાસ કરતા વધારે પડતું ભોજન ખાવાથી એટલે કે ઓવરફિલ્ડિંગના કારણે હોજરીમાં ગેસ થયો હતો, આમ ફૂડ પોઇઝનિંગ થવાથી આ ઘેટાં બકરા મૃત્યુ પામ્યા છે.

સરપંચે આર્થિક સહાયની કરી માંગ: ગામના નાગરીક અને ઘેટા બકરા ઉપર પોતાનું જીવન ગુજારતા 41 ઘેટા બકરાના મોતથી તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે. ત્યારે ગામના સરપંચ મગનભાઈ સોલંકીએ માંગ કરી હતી કે, અમારા ગામના લાલાભાઈ સીદીભાઈ હાડગરડાના 41 ઘેટાં બકરાના મોત થવાથી તેમની રોજીરોટીનું માધ્યમ રહ્યું નથી, ત્યારે સરકાર દ્વારા તેમને સહાય આપવામાં આવે. સરપંચ સહિત ગામના અનેક લોકો પશુપાલકને સાંત્વના આપવા પોહચ્યા હતા.

આ પણ વાંચો:

  1. જૂનાગઢમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી : ગિરનાર પરથી નદી વહી, રહેણાંક વિસ્તારમાં જળબંબાકાર - Junagadh rain
  2. સોમનાથમાં સૌથી મોટું ડિમોલેશન : ગેરકાયદેસર બાંધકામો પર 40 JCB ફરી વળ્યા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Somnath Mega demolition

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.